લાડલો જેલમાં, માતાની હાલત ખરાબ:આર્યન ખાનને જામીન મળવામાં મોડું થતાં ગૌરી ખાન ભાંગી પડી; આખો દિવસ રડે છે, જમતી પણ નથી

મુંબઈ3 મહિનો પહેલા
  • ગૌરી ખાને મિત્રને રડતાં રડતાં પૂછ્યું, 'શું હું આર્યનને ફરી ક્યારેય મળી શકીશ ખરાં?'

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની 2 ઓક્ટોબરે અટકાયત અને 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. અંતે 26 દિવસે આર્યન ખાનને જામીન મળ્યા છે. આ 26 દિવસમાં આર્યન ખાનની માતા ગૌરી ખાનની તબિયત પર ઘણી જ અસર થઈ હતી

ગૌરીએ ખાવાનું બંધ કરી દીધું હતું
વેબ પોર્ટલ 'બોલિવૂડ હંગામા'ના અહેવાલ પ્રમાણે, ખાન પરિવારના નિકટના મિત્રે કહ્યું હતું, 'ગૌરી ખાને તો લગભગ ખાવાનું બંધ કરી દીધું હતું. તે કોઈની સાથે પોતાના દુઃખની વાત કરતી નહોતી. અમને ડર હતો કે ગૌરી ખાન કદાચ નર્વસ બ્રેકડાઉનનો ભોગ ના બને. તે ઇમોશનલી તથા ફિઝિકલી ઘણાં જ સ્ટ્રેસમાં હતી. છેલ્લાં એક મહિનાથી ગૌરી ખાન પોતાની તબિયત પર બિલકુલ ધ્યાન આપતી નહોતી.

વધુમાં પારિવારિક મિત્રે કહ્યું હતું, 'આર્યન ખાનની જામીન અરજીમાં જેટલું મોડું થતું હતું, ગૌરી એટલી જ મનથી ભાંગી પડી હતી. આ સમયે શાહરુખ ખાન પત્ની ગૌરી કરતાં વધુ શાંતિથી પરિસ્થિતિનો સામનો કર્યો હતો. ગૌરીમાં આ દુઃખનો સામનો કરવાની હિંમત રહી નહોતી. તેણે મિત્રોને મળવાનું સંપૂર્ણ રીતે બંધ કરી દીધું હતું. આખો દિવસ તે બસ પ્રાર્થના કરતી અને રડતી હતી.'

ગૌરી આશા ગુમાવી રહી છે
મિત્રોને ડર હતો કે જો આર્યન ખાન જલ્દીથી ઘરે નહીં આવે તો ગૌરીની તબિયત લથડી શકે તેમ હતી. તે નિરાશ થઈ ગઈ હતી અને તેણે આશા પણ ગુમાવી દીધી હતી. તેણે ફોન પર એક મિત્રને દુઃખી થઈને સવાલ કર્યો હતો, 'શું હું આર્યનને ફરી ક્યારેય મળી શકીશ ખરાં?'

7 ઓક્ટોબરનો વીડિયો વાઇરલ થયો હતો
7 ઓક્ટોબરે સેશન્સ કોર્ટે આર્યનની જામીન અરજી નકારી કાઢી હતી અને તેને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડી આપી હતી. આ સમયે ગૌરી ખાન કોર્ટની બહાર પોતાની કારમાં બેઠી હતી. દીકરાની જામીન અરજી નકારાતા ગૌરી ખાન ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. કારમાં તે પોતાના હાથથી ચહેરો છુપાવે છે અને સતત રડતી જોવા મળે છે.

શાહરુખે વર્ષો જૂની પરંપરા તોડી
25 ઓક્ટોબરના રોજ શાહરુખ-ગૌરીની 30મી વેડિંગ એનિવર્સરી હતી. શાહરુખ દર વર્ષે વેડિંગ એનિવર્સરી પર પત્નીને નવી વસ્તુ લઈ આપતો હોય છે. જોકે, આ વર્ષે દીકરો જેલમાં હોવાથી શાહરુખ કંઈ જ લાવ્યો નહોતો. વેડિંગ એનિવર્સરી પર કોઈ સેલિબ્રેશન કરવામાં આવ્યું નહોતું.

અન્ય સમાચારો પણ છે...