તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સો.મીડિયા વાઇરલ:ગૌહર ખાન ટ્રાન્સપરન્ટ શર્ટમાં જોવા મળી, માલદીવ્સમાં પતિ સાથે બોટ પર ડાન્સ કર્યો

મુંબઈ25 દિવસ પહેલા
  • ગૌહર ખાને ગયા વર્ષે જૈદ દરબાર સાથે લગ્ન કર્યા હતા.

બોલિવૂડ એક્ટ્રેસ ગૌહર ખાન હાલમાં પતિ જૈદ દરબાર સાથે માલદીવ્સમાં વેકેશન એન્જોય કરી રહી છે. ગૌહરે માલદીવ્સની વિવિધ તસવીરો અને વીડિયો સો.મીડિયમાં શૅર કર્યા છે. હાલમાં જ ગૌહર ખાન ટ્રાન્સપરન્ટ શર્ટમાં ડાન્સ કરતી જોવા મળી હતી.

ગૌહર ખાનનો કિલર ડાન્સ
ગૌહર ખાન બીચ પર બોટ પર ડાન્સ કરતી જોવા મળી હતી. આ દરમિયાન તેણે શોર્ટ્સ તથા ટ્રાન્સપરન્ટ શર્ટ પહેર્યો હતો. ગૌહરે પોપ સ્ટાર કિડીના સોંગ 'ટચ ઇટ' પર ડાન્સ કર્યો હતો.

માલદીવ્સ વેકેશનની તસવીરો

ગયા વર્ષે લગ્ન કર્યા
ગૌહર ખાને 25 ડિસેમ્બરના રોજ જૈદ સાથે નિકાહ કર્યા હતા. નિકાહના બે દિવસ બાદ જ ગૌહર લખનઉ પોતાના પ્રોફેશનલ વર્ક કમિટમેન્ટ માટે રવાના થઈ ગઈ હતી. ગૌહર ખાન એક્ટ્રેસ તથા મોડલ છે. જૈદની વાત કરીએ તો તે ઈસ્માઈલ દરબારનો દીકરો છે. તે એક્ટર, ડાન્સર તથા કન્ટેન્ટ ક્રિએટર છે.

જૈદ ગૌહર કરતાં 11 વર્ષ નાનો છે. પોતાના રિલેશનશિપને ઓફિશિયલ કર્યા બાદ બંને મિની હોલિડે પર દુબઇ પણ ગયા હતા.ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે ગૌહર-જૈદના નિકાહમાં માત્ર પરિવારના નિકટના સભ્યો તથા મિત્રો હાજર રહ્યા હતા.

ગૌહર ખાન પર કેસ કરવામાં આવ્યો હતો
માર્ચ મહિનામાં ગૌહર ખાન પર BMC (બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)એ કેસ કર્યો હતો. સૂત્રોના મતે, કોરોના પોઝિટિવ હોવા છતાંય ગૌહર મુંબઈથી દિલ્હી ગઈ અને પછી મુંબઈ પરત ફરી હતી. ગૌહર પ્રોફેશનલ તથા પર્સનલ કામ માટે દિલ્હી ગઈ હતી. ગાઈડલાઈન પ્રમાણે, મુંબઈથી દિલ્હી સફર કરવા માટે પ્રવાસીનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોય તે જરૂરી છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને ગૌહરે પોતાની સાથે બે રિપોર્ટ રાખ્યા હતા. એક રિપોર્ટમાં તે નેગેટિવ હતી.

માનવામાં આવે છે કે આ ફૅક રિપોર્ટ હતો. ઉલ્લેખનીય છે કે 11 માર્ચના રોજ મુંબઈનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં 12 માર્ચના રોજ દિલ્હી ગઈ હતી. અહીંયા તેણે કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ હોવાનું બતાવ્યું હતું.