તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંજય લીલા ભણસાલીના ડિરેક્શનમાં બનતી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' રિલીઝ પહેલાં વિવાદમાં આવી છે. આ ફિલ્મ મુંબઈની માફિયા ક્વીન અને ત્યાંના વેશ્યાલયની ઓનર ગંગુબાઈના જીવન પર આધારિત છે. હવે ગંગુબાઈના ચાર દત્તક બાળકોમાંથી એક બાબુજી રાવજી શાહે હુસૈન ઝૈદી (તેમના પુસ્તક 'ક્વીન ઓફ મુંબઈ' પરથી ફિલ્મ બનાવવામાં આવી રહી છે), આલિયા ભટ્ટ તથા ડિરેક્ટર સંજય લીલા ભણસાલી વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો છે.
શાહનો આક્ષેપ- લોકો હેરાન કરી રહ્યા છે
શાહે કહ્યું હતું કે જ્યારથી ફિલ્મના પોસ્ટર્સ તથા પ્રોમો આવ્યા છે ત્યારથી તેમના વિસ્તારના લોકો તેમને હેરાન કરે છે. આ જ કારણે તેમને એક પગમાં ફ્રેક્ચર પણ થઈ ગયું છે. માત્ર તેમને જ નહીં પરંતુ તેમના પરિવાર, સંબંધીઓને પણ 'વેશ્યાનો પરિવાર' કહીને હેરાન કરવામાં આવી રહ્યો છે.
પુસ્તકના એ ચેપ્ટરને અપમાનજનક ગણાવ્યું
શાહે પુસ્તકમાં ગંગુબાઈની વેશ્યાવૃત્તિ અંગે લખવામાં આવેલા ચેપ્ટરને અપમાનજનક ગણાવ્યું છે અને કહ્યું છે કે આ તેમની પ્રાઈવસી, આઝાદી તથા સ્વાભિમાનના અધિકારનું ઉલ્લંઘન છે. શાહે ફિલ્મનું પ્રોડક્શન અટકાવી દેવામાં આવે તથા પુસ્તક છાપવામાં ના આવે તથા વેચવામાં ના આવે તેવી માગણી કરી છે. આ સાથે જ અપીલ કરી છે કે બુકમાંથી તે સ્પેસિફિક ચેપ્ટર્સને હટાવી દેવામાં આવે.
કોર્ટે જવાબ માગ્યો
આ કેસની સુનાવણી બોમ્બે સિટી સિવિલ કોર્ટમાં થઈ છે. કોર્ટે હુસૈન ઝૈદી, સંજય લીલા ભણસાલી તથા આલિયા ભટ્ટને 7 જાન્યુઆરી, 2021 સુધી જવાબ આપવાનો સમય આપ્યો છે.
રિપોર્ટ પ્રમાણે, શાહના વકીલે કહ્યું હતું કે રાઈટર, ડિરેક્ટર તથા એક્ટ્રેસ વિરુદ્ધ એક મહિલાનું અપમાન, તેની ખોટી ઈમેજ બનાવવી તથા તેના વિરુદ્ધ અભદ્ર સામગ્રી સર્ક્યુલેટ કરવાના આક્ષેપમાં ક્રિમિનિલ કેસ પણ થઈ શકે છે. આ કેસમાં આલિયા ભટ્ટ કે ફિલ્મમેકર્સે કોઈ સત્તાવારે નિવેદન આપ્યું નથી.
ફિલ્મસિટીમાં શૂટિંગ ચાલુ
ફિલ્મનું શૂટિંગ હાલમાં મુંબઈના ફિલ્મસિટીમાં થઈ રહ્યું છે. શૂટિંગ માટે સેટ ડિઝાઈનિંગ પાછળ અંદાજે 6.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. હુસૈન ઝૈદીની બુક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ' પર આધારિત આ ફિલ્મમાં ગંગુબાઈની વાત કહેવામાં આવશે. ગંગુબાઈનું 60ના દાયકામાં મુંબઈ માફિયા વર્લ્ડમાં મોટું નામ હતું. કહેવાય છે કે તેમના પતિએ માત્ર 500 રૂપિયામાં તેમને વેચી દીધા હતા. ત્યારબાદ તેઓ વેશ્યાવૃત્તિમાં આવી ગયા હતા. આ દરમિયાન તેમણે મજબૂર યુવતીઓ માટે ઘણું જ સારું કામ કર્યું હતું.
ફિલ્મમાં અજય દેવગન પણ જોવા મળશે
ફિલ્મમાં અજય દેવગન મેન્ટરના રોલમાં જોવા મળશે. અજય ફિલ્મમાં કરીમ લાલાનો રોલ પ્લે કરશે. હાલમાં આલિયા ભટ્ટની સાથે કયો લીડ હીરો હશે, તે નક્કી કરવામાં આવ્યું નથી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.