ખુલાસો:'ગાંધી' ના એક્ટર બેન કિંગ્સલેએ કહ્યું- અંતિમ સંસ્કારના સીનમાં 4 લાખ ભારતીયોએ ભાગ લીધો હતો, 'તેમાં કોઈ CGI નહોતું'

એક વર્ષ પહેલા
  • ફિલ્મ ગાંધીમાં રોહિણી હટ્ટંગડી, સઈદ જાફરી, ઓમ પુરી, અમરીશ પુરી અને નીના ગુપ્તા સહિત અન્ય એક્ટર્સે પણ કામ કર્યું હતું
  • આ ફિલ્મ 1982માં રિલીઝ થઈ હતી

1982ની ફિલ્મ 'ગાંધી' માં બેન કિંગ્સલેએ મહાત્મા ગાંધીની ભૂમિકા નિભાવી હતી. એક્ટરે ભારતમાં શૂટિંગના પોતાના અનુભવ વિશે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીની ભૂમિકાને ભારતીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં ઘણા લોકો ભજવી ચૂક્યા છે. જો કે, જે રીતે ફિલ્મમાં બેન કિંગ્સલેએ મોહનદાસ કરમચંદ ગાંધીની ભૂમિકા નિભાવી હતી તેના જેવી ભૂમિકા હજી સુધી કોઈએ નથી નિભાવી. બ્રિટિશ એક્ટરે 1982ની ફિલ્મ ગાંધીમાં ભારતીય દેશભક્તીની ભૂમિકા ભજવી હતી. 2019માં ફિલ્મ વિશે વાત કરતા બેને ફિલ્મના કેટલાક સીન શેર કર્યા હતા. જેમાંથી એક હતો ફિલ્મનો અંતિમ સંસ્કારનો સીન. તેમને ખુલાસો કર્યો હતો કે આ દૃશ્ય માટે લગભગ 4 લાખ લોકો આવ્યા હતા. બેને એવું પણ સ્વીકાર્યું હતું કે તેમને લાગ્યું કે ગાંધીને મોટા પડદા પર ફરીથી જીવંત કરવા અશક્ય છે.

હું મારી જાત પર વિશ્વાસ કરી શકતો ન હતો
બેન જણાવે છે કે, મને લાગે છે કે એક વ્યક્તિ તરીકે પ્રેમને ઊંડાણપૂર્વક પોટ્રે કરવાની તક મળી. મને ભારતમાં લાંબા સમય સુધી પ્રેમ મળ્યો. ભારતમાં લોકો ઘણા ઉદાર હતા. તમે જુઓ, કોઈ CGI નહોતી (કમ્પ્યુટર ગ્રેટેડ ઈમેજીનરી) , શું તમે તેના પર વિશ્વાસ કરી શકો છો? એટલે કે તેમના અંતિમ સંસ્કારમાં ચાર લાખ લોકો સામેલ છે. તે મારા માટે અસાધારણ હતું પરંતુ જ્યારે મેં એ જોયું ત્યારે હું વિશ્વાસ કરી શક્યો નહીં.

એટનબરોએ અશક્યને શક્ય બનાવ્યું
આગળ વાત કરતા તેમને કહ્યું, મને યાદ છે કે રિચર્ડ એટનબરોએ મને તેમની સાથે મહાત્મા ગાંધીની કેટલીક ફૂટેજ જોવા માટે બોલાવ્યો હતો અને તેઓ એ તસવીરો અને ફૂટેજને સારી રીતે રેકોર્ડ કરી રહ્યા હતા. કેમ કે તે એક આયકોનિક કેરેક્ટર હતું અને મેં એક બેઠકમાં પાંચ કલાકની ન્યૂઝ રીલ ફૂટેજ જોઈ, લાગ્યું કે આ અશક્ય હતું, ત્યારબાદ મેં તે ફૂટેજ ક્યારે ન જોઈ. પરંતુ એટનબરોએ અશક્યને શક્ય કરીને બતાવ્યું.

ફિલ્મએ આઠ ઓસ્કર એવોર્ડ જીત્યા હતા
ફિલ્મ ગાંધીમાં રોહિણી હટ્ટંગડી, સઈદ જાફરી, ઓમ પુરી, અમરીશ પુરી અને નીના ગુપ્તા સહિત અન્ય એક્ટર્સે પણ કામ કર્યું હતું. આ ફિલ્મે ઓસ્કારમાં આઠ એવોર્ડ જીત્યા હતા. ફિલ્મના કોસ્ટ્યુમ ડિઝાઈનર ભાનુ અથૈયા એકેડમી એવોર્ડ જીતનાર પહેલા ભારતીય બન્યા હતા. ગાંઘીને રિચર્ડ એટનબરોએ ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મ 1982માં રિલીઝ થઈ હતી.