રિલીઝ પહેલાં 'ગદર 2' વિવાદમાં:શૂટિંગ દરમિયાન ઘર માલિકે મેકર્સને 56 લાખનું બિલ આપ્યું, મળ્યા માત્ર 11 હજાર રૂપિયા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હિમાચલ પ્રદેશના પાલમપુરના ભલેડ ગામમાં 10 દિવસ સુધી સની દેઓલ તથા અમીષા પટેલની ફિલ્મ 'ગદર 2'નું શૂટિંગ થયું હતું. શૂટિંગના ઘણા મહત્ત્વના સીન્સ અહીંયા શૂટ થયા હતા. સની-અમીષા સહિત ઘણાં કલાકારો શૂટિંગ માટે આવ્યા હતા અને ગામમાં શૂટિંગ કર્યું હતું. આ દરમિયાન એક વિવાદ પણ સામે આવ્યો છે. જે ઘરમાં શૂટિંગ થયું હતું, તે ઘરના માલિકે છેતરપિંડીનો આરોપ મુક્યો છે.

નક્કી કરેલા પૈસા ના આપ્યા
'આજ તક'ના અહેવાલ પ્રમાણે, મકાનમાલિકે ફિલ્મના શૂટિંગ માટે 3 રૂપ તથા એક હોલ આપ્યો હતો અને તે માટે રોજનું 11 હજાર ભાડું આપવાની વાત થી હતી. જોકે, શૂટિંગ દરમિયાન આખું ઘર, જમીન તથા બાજુમાં રહેલા ઘરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે ઘરના માલિકે બજેટ તથા નુકસાન સહિત 56 લાખનું ભાડું આપવાનું કહ્યું તો વિવાદ થયો છે. મેકર્સે 56 લાખના બિલની સામે માત્ર 11 હજાર રૂપિયા જ આપ્યા.

ઘર માલિકે આ વાત કહી
ઘરના લોકએ કહ્યું હતું કે તેમની સાથે છેતરપિંડી થઈ હતી. તેમને જે કમિટમેન્ટ આપવામાં આવ્યા હતા, તે પૂરા કરવામાં આવ્યા નથી. તેઓ કંપનીએ આપેલા 11 હજાર રૂપિયા પરત આપવા માગે છે અને તેઓ તેમનું ઘર ફિલ્મમાં ના દેખાય તે માટે વિનંતી કરે છે.

2001માં ફિલ્મ આવી હતી
ઉલ્લેખનીય છે કે 'ગદર' 2001માં આવી હતી. આ ફિલ્મમાં સની દેઓલ, અમીષા પટેલ તથા અમરિષ પુરી હતી. હવે ફિલ્મની સિક્વલ બની રહી છે.