તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Entertainment
 • Bollywood
 • Future Plan: Amitabh Bachchan's Granddaughter Navya Will Not Make Her Career In Bollywood, Said I Want To Carry Forward Dada Ji's Legacy By Doing Business

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્યુચર પ્લાન:બોલિવૂડમાં પોતાનું કરિયર નહીં બનાવે અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા, કહ્યું- બિઝનેસ જોઈન કરીને દાદાજીનો વારસો આગળ લઇ જવા ઈચ્છું છું

10 દિવસ પહેલા

એક્ટર અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ ખુલાસો કર્યો કે તે બોલિવૂડમાં નહીં પણ બિઝનેસમાં પોતાનું કરિયર બનાવવા ઈચ્છે છે. જ્યાં આજકાલ બોલિવૂડના ઘણા સ્ટારકિડ એક્ટિંગમાં જઈ રહ્યા છે, આવામાં અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે પણ તેનું કરિયર આમાં જ બનાવશે. નવ્યા શ્વેતા બચ્ચન નંદાની દીકરી છે. તે ગયા વર્ષે જ ફોરડમ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ થઇ છે. સાથે તે આરા હેલ્થની કો-ફાઉન્ડર પણ છે જે એક હેલ્થ કેર કંપની છે જે મહિલાઓ પર ફોકસ કરે છે. તેણે થોડા સમય પહેલાં પ્રોજેક્ટ નવેલી પણ લોન્ચ કર્યો છે.

દાદાજીનો વારસો આગળ લઇ જવા ઈચ્છે છે નવ્યા
નવ્યાએ એક ઇન્ટરવ્યૂ દરમ્યાન કહ્યું, 'હું ફેમિલીની ચોથી પેઢી અને સાથે જ પહેલી મહિલા છું જે આ બિઝનેસને જોઈન કરશે. મારા દાદાજી એચપી નંદાના વારસાને આગળ લઇ જવો મારા માટે ગર્વની વાત છે.' તેણે આગળ જણાવ્યું, 'રોજ વધુમાં વધુ મહિલાઓ બિઝનેસ શરૂ કરી રહી છે અને રેકોર્ડ તોડી રહી છે. હું ઘણી ગ્રેટફુલ છું કે હું તે સમયમાં જીવી રહી છું, જ્યાં મહિલાઓ બધો કાર્યભાર સંભાળી રહી છે.'

પ્રોજેક્ટ નવેલીનું અનાઉન્સમેન્ટ નવ્યાએ સોશિયલ મીડિયા પર કર્યું
નવ્યાએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પબ્લિક કરી દીધા છે. તેણે ગયા મહિને પ્રોજેક્ટ નવેલી લોન્ચ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર તેનું અનાઉન્સમેન્ટ પણ કર્યું હતું. અમુક સોશિયલ મીડિયા યુઝર્સે તેના પર કમેન્ટ કરી હતી કે, 'તમારે પહેલા નોકરી કરવી જોઈએ, પછી તમે આ બધું કરી શકો છો.' આના પર તેણે જવાબ આપતા લખ્યું, 'મારી પાસે ખરેખર જોબ છે.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો