કન્નડ સુપરસ્ટારને ભારે હૈયે વિદાય:પુનિત રાજકુમારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર, પરિવાર-ચાહકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

બેંગલુરુ3 મહિનો પહેલા
  • અંતિમ દર્શનાર્થ માટે લોકો બિલ્ડિંગ-ઝાડ પર ચઢ્યા
  • 29 ઓક્ટોબરના રોજ પુનિત રાજકુમારને વર્કઆઉટ દરમિયાન હાર્ટ અટેક આવ્યો હતો

46 વર્ષીય કન્નડ સુપરસ્ટાર પુનિત રાજકુમારના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા છે. તેમના અંતિમ દર્શનાર્થે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ તથા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક સ્ટાર્સ આવ્યા હતા. તેમની દફનવિધિ શનિવાર, 30 ઓક્ટોબરે કરવાની હતી, પરંતુ દીકરી વંદિતા અમેરિકા હોવાથી થઈ શક્યા નહોતા. વંદિતા શનિવાર મોડી સાંજે આવી હતી અને ત્યારબાદ રવિવાર, 31 ઓક્ટોબરના રોજ અંતિમ સંસ્કાર થયા હતા. પુનિત રાજકુમારના અંતિમ સંસ્કારમાં હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે કન્નડ સિનેમામાં અમૂલ્ય પ્રદાન આપવા બદલ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ પુનિત રાજકુમારના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે, તેવો નિર્ણય જાહેર કર્યો હતો.

રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર
પુનિત રાજકુમારના અંતિમ સંસ્કાર બેંગલુરુના કાંતીરવા સ્ટેડિયમમાં કરવામાં આવ્યા હતા. પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમના પાર્થિવદેહ પર તિરંગો લપેટવામાં આવ્યો હતો. દફન વિધિ પહેલાં તિરંગો લઈ લેવામાં આવ્યો હતો.

તસવીરોમાં પુનિત રાજકુમારના અંતિમ સંસ્કાર...

કર્ણાટકના મુખ્યમંત્રી અંતિમ દર્શનાર્થે આવ્યા હતા
કર્ણાટકના મુખ્યમંત્રી અંતિમ દર્શનાર્થે આવ્યા હતા
પુનિતની પત્ની તથા દીકરી
પુનિતની પત્ની તથા દીકરી
પુનિત રાજકુમારની અંતિમ વિદાય દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી
પુનિત રાજકુમારની અંતિમ વિદાય દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી
મુખ્યમંત્રી સહિત પરિવારજનોએ દફન વિધિ કરી હતી
મુખ્યમંત્રી સહિત પરિવારજનોએ દફન વિધિ કરી હતી
રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
છેલ્લીવાર પુનીત રાજકુમારનો ચહેરો જોતા કર્ણાટકના મુખ્યમંત્રી
છેલ્લીવાર પુનીત રાજકુમારનો ચહેરો જોતા કર્ણાટકના મુખ્યમંત્રી
પુનિતના પાર્થિવદેહ પર તિરંગો લપેટવામાં આવ્યો હતો, દફન વિધિ પહેલાં તે તિરંગો પરિવારને આપવામાં આવ્યો હતો
પુનિતના પાર્થિવદેહ પર તિરંગો લપેટવામાં આવ્યો હતો, દફન વિધિ પહેલાં તે તિરંગો પરિવારને આપવામાં આવ્યો હતો
પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા
પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા
મોટી સંખ્યામાં ચાહકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા
મોટી સંખ્યામાં ચાહકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા
કર્ણાટકના મુખ્યમંત્રી
કર્ણાટકના મુખ્યમંત્રી
લોકો બિલ્ડિંગ પર ચઢી ગયા હતા
લોકો બિલ્ડિંગ પર ચઢી ગયા હતા
અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ સુરક્ષા સઘન બનાવવામાં આવી હતી
અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ સુરક્ષા સઘન બનાવવામાં આવી હતી
લોકોએ પોતાના ફેવરિટ સ્ટારની અંતિમ ઝલક માટે લાઇન લગાવી દીધી હતી
લોકોએ પોતાના ફેવરિટ સ્ટારની અંતિમ ઝલક માટે લાઇન લગાવી દીધી હતી
ચાહકોએ ઝાડ પર ચઢીને અંતિમ વિધિ જોઈ હતી
ચાહકોએ ઝાડ પર ચઢીને અંતિમ વિધિ જોઈ હતી

કેવી રીતે અવસાન થયું?
લોકપ્રિય સુપરસ્ટાર પુનિત રાજકુમારને વર્કઆઉટ દરમિયાન શુક્રવાર, 29 ઓક્ટોબરના રોજ હાર્ટ-અટેક આવ્યો હતો. 46 વર્ષીય પુનિત રાજકુમારને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલના ICU (ઇન્ટેસિવ કેર યુનિટ) વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે ડૉક્ટર્સ તેને બચાવી શક્યા નહોતા. પુનિત રાજકુમાર એક્સર્સાઇઝ કરતાં કરતાં પડી ગયો હતો.

દાન કરવામાં પણ આગળ
પુનિત રાજકુમારે કોરોનાકાળમાં મુખ્યમંત્રી રિલીફ ફંડમાં 50 લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા. પુનિતે 45 સ્કૂલ, 26 અનાથાશ્રમો, 16 વૃદ્ધાશ્રમો, 19 ગૌશાળ તથા 1800 અનાથ બાળકીઓની હાયર એજ્યુકેશનની જવાબદારી ઉઠાવી હતી.

પુનિતનો પરિવાર
પુનિત કન્નડની સુપરસ્ટાર ડૉ. રાજકુમાર તથા પર્વતમ્માના પાંચ સંતાનોમાંથી સૌથી નાનો હતો. પરિવારમાં પત્ની અશ્વિની રેવંત, દીકરી ધૃતિ તથા વંદિતા છે. બે ભાઈઓ રાઘવેન્દ્ર, શિવ તથા બહેનો લક્ષ્મી તથા પૂર્ણિમા છે.

ચાહકો આઘાતમાં
પુનિતના મોતનો આઘાત ચાહકો સહન કરી શક્યા નથી. કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના હનૂર તાલુકાના મારો ગામમાં 30 વર્ષીય યુવકનું પુનિતના મોતના સમાચાર સાંભળતાં જ હાર્ટ-અટેકથી મોત થયું હતું. તેનું નામ મુનિયપ્પા હતું. તે ખેડૂત હતો. બેલગાવીના શિંદોલી ગામમાં એક વ્યક્તિનું હાર્ટ-અટેકથી મોત થયું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સ્ટારના નિધનના સમાચાર સાંભળીને કર્ણાટકના બેલગાવી જિલ્લાના અથાનીના એક યુવકે આત્મહત્યા કરી હતી

કર્ણાટકમાં 144 કલમ લાગુ
પુનિતના આકસ્મિક અવસાનથી કર્ણાટકમાં શોકની લહેર છે. રાજ્યના તમામ થિયેટર બંધ કરવામાં આવ્યા છે. બે રાત માટે દારૂની દુકાન પણ બંધ હતી. રાજ્યમાં 144 કલમ લાગુ કરવામાં આવી હતી.