તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ક્રીન પર જોવા મળશે રિયલ લાઈફ સ્ટોરી:'ધ બિગ બુલ' થી લઈને 'બેલ બોટમ' સુધી, વાસ્તવિક ઘટના પર બનેલી આ ફિલ્મો 2021માં રિલીઝ થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડમાં વાસ્તવિક ઘટનાઓ પર ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ ફરીથી શરૂ થઈ ગયો છે. 2021માં પણ ઘણી એવી ફિલ્મો જોવા મળશે જે રિયલ લાઈફ ઈવેન્ટ્સ પર આધારિત હશે. આજે આવી જ કેટલીક ફિલ્મો પર નજર કરીએ...

ધ બિગ બુલ

8 એપ્રિલ 2021ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મમાં અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તે ફિલ્મમાં સ્ટોકબ્રોકર હર્ષદ મહેતાની ભૂમિકા નિભાવતો જોવા મળશે. ફિલ્મની કહાની 1992માં થયેલા સ્ટોક માર્કેટ સ્કેમ પર આધારિત હશે, જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું. ફિલ્મમાં ઈલિયાના ડિક્રૂઝ, રામ કપૂર, સુમિત વત્સ, સોહમ શાહ, નિકિતા દત્તા જેવા સ્ટાર પણ જોવા મળશે.

બેલ બોટમ​​​​​​​​​​​​​​

આ સ્પાય થ્રિલરમાં અક્ષય કુમાર, વાણી કપૂર, હુમા કુરેશી, લારા દત્તા જેવા સ્ટાર જોવા મળશે. ફિલ્મની કહાની 1980માં થયેલા પ્લેન હાઈજેક પર આધારિત હશે. અક્ષય તેમાં રૉ એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. તેમજ લારા દત્તા પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. ફિલ્મ 28 મે 2021ના રોજ રિલીઝ થશે.

83

આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમની 1983માં વર્લ્ડ કપ જીતવાની ઐતિહાસિક કહાની બતાવવામાં આવશે. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવના રોલમાં જોવા મળશે. દીપિકા પાદુકોણ તેની પત્ની રોમી ભાટિયાના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં તાહિર રાજ ભસીન, સાકીબ સલીમ, હેરી સંધુ, એમી વિર્ક, પંકજ ત્રિપાઠી, બોમન ઈરાની જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. ફિલ્મ 4 જૂન 2021ના રોજ રિલીઝ થશે.

પૃથ્વીરાજ​​​​​​​​​​​​​​

યશરાજ ફિલ્મની અપકમિંગ મૂવી 'પૃથ્વીરાજ'માં અક્ષય કુમાર અને માનુષી છિલ્લર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ એક ઐતિહાસિક એક્શન ડ્રામ ફિલ્મ હશે જે પૃથ્વીરાજ ચૌહાણની બાયોપિક છે. ફિલ્મમાં અક્ષય પૃથ્વીરાજ, જ્યારે માનુષી તેની પત્ની સંયુક્તાની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 5 નવેમ્બરના રોજ રિલીઝ થશે.

ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા

આ ફિલ્મ 1971ની કહાની ઈન્ડો-પાકિસ્તાન યુદ્ધની આસપાસ ફરતી જોવા મળશે, જેમાં અજય દેવગન IAF સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિકની ભૂમિકામાં જોવા મળશે. હકીકતમાં, યુદ્ધ દરમિયાન, જ્યારે ભુજની IAF એરસ્ટ્રિપ સંપૂર્ણ રીતે નાશ થઈ ગયું હતું ત્યારે કર્ણિકે 300 મહિલાઓની મદદથી એરસ્ટ્રિપ ફરીથી બનાવ્યો હતો અને જેનાથી યુદ્ધ જીતવામાં સફળતા મળી હતી. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને નોરા ફહેતી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની રિલીઝ ડેટ હજી જાહેર નથી થઈ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો