કૃષિ કાયદો પરત લેતા સેલેબ્સ ખુશ:તાપસી પન્નુથી લઈને સોનુ સૂદે કૃષિ કાયદો રદ્દ થવા પર ખુશી વ્યક્ત કરી, સો. મીડિયા દ્વારા પ્રતિક્રિયા આપી

2 મહિનો પહેલા
  • કંગનાએ સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોર્ટ શેર કરીને આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​ત્રણેય કૃષિ કાયદા પરત લેવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી બોલિવૂડ સેલેબ્સ પણ ઘણા ખુશ છે. એક્ટ્રેસ ઋચા ચઢ્ઢા, તાપસી પન્નૂ, સોનુ સૂદ, દીયા મિર્ઝા અને ગુલ પનાગે પ્રધાનમંત્રીના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી અને સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમજ કંગનાએ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી તેને શરમજનક અને અયોગ્ય ગણાવ્યો હતો.

સેલેબ્સનું રિએક્શન
ઋચા ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર એક પત્રકારની ટ્વીટને રીટ્વીટ કરતા તેને ખેડૂતોની જીત ગણાવતા લખ્યું, તમારી જીત થઈ, તમારી જીત દરેકની જીત છે.

તાપસી પન્નુએ આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા પોતાની સોશિયલ મીડિયા સ્ટોરી પર આ સમાચારને શેર કર્યા અને લખ્યું, તે ઉપરાંત...તમામને ગુરુ નાનક જયંતીની શુભેચ્છાઓ.

સોનુ સૂદે પીએમના આ નિર્ણયનું સ્વાગત કરતા લખ્યું, આ એક અદ્ભુત સમાચાર છે! કૃષિ કાયદાને પરત લેવા બદલ મોદીજી તમારો આભાર. ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલનમાં ઉઠાવવામાં આવી રહેલી યોગ્ય માગણીઓ પર વિચાર કરવામાં આવશે. હવે આશા છે કે આંદોલનકારી ખેડૂતો ખુશીથી પોતાના પરિવારની સાથે પરત ફરશે. શ્રી ગુરુ નાનક દેવજીના પરબ આજ...

તેમજ સોનુએ બીજી પોસ્ટમાં લખ્યું-

ગુલ પનાગે પીએમના આ નિર્ણયનો સપોર્ટ કરતા લખ્યું, કૃષિ કાયદાને પરત લેવા માટે નરેન્દ્ર મોદીજીની આભારી છું. કદાચ આ આંદોલન આટલું લાંબુ ન ચાલ્યું હોત તો, કેમ કે તેના કારણે ઘણા જીવ ગયા છે. પ્રદર્શનકારીઓને બદનામ કરવામાં આવ્યા. ભવિષ્યની સરકારો માટે આ એક સબક હશે કે સુધારો લાવતા સમયે તમામ હિતધારકો સાથે જોડાય. આ કાયદા ઘડનારાઓ માટે પણ એક પાઠ છે કે ચર્ચા અને ચર્ચા વિના મિનિટોમાં કાયદો પસાર કરીને કાનૂની પ્રક્રિયાને બાયપાસ કરી શકાતી નથી."

અમીષા પટેલે પણ કૃષિ કાયદો પરત લેવા પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા લખ્યું, ગુરુ પર્વના પાવન પ્રસંગ પર તેનાથી સારી ભેટ શું હોઈ શકે.

દિયા મિર્ઝાએ પણ કાયાદો પરત લેવા માટે પોતાની ખુશી વ્યક્ત કરતા લખ્યું, જય કિસાન.

તેમજ કંગનાએ સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોર્ટ શેર કરીને આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા લખ્યું, દુઃખદ, શરમજનક, બિલકુલ અયોગ્ય. જો સંસદમાં ચૂંટાયેલી સરકારને બદલે લોકો રસ્તા પર કાયદો બનાવવા લાગ્યા...તો તે એક જેહાદી રાષ્ટ્ર છે. આ રીતે ઇચ્છનારા બધાને અભિનંદન.