તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

OTT મદદરૂપ બન્યું:સુસ્મિતા સેન, બોબી દેઓલથી લઈ કરિશ્મા કપૂર સુધી, આ સ્ટાર્સે OTT પ્લેટફોર્મથી એક્ટિંગ કમબેક કર્યું

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેટફ્લિક્સ, હોટસ્ટાર તથા એમેઝોન પ્રાઈમ સહિત અનેક પ્લેટફોર્મ ભારતના દર્શકોમાં લોકપ્રિય છે. આ પ્લેટફોર્મ માત્ર દર્શકો માટે જ નહીં, પરંતુ કેટલાંક એક્ટર્સ માટે પણ લાભદાયી સાબિત થયા છે. બોલિવૂડથી દૂર થયા બાદ ઘણાં સ્ટાર્સે કમબેક માટે OTT પ્લેટફોર્મ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. જાણીએ OTT પર કમબેક કરનાર સ્ટાર્સ કોણ-કોણ છે?

સુસ્મિતા સેન

સુસ્મિતા સેન છેલ્લે 2010માં 'દુલ્હા મિલ ગયા' તથા 'નો પ્રોબ્લેમ'માં જોવા મળી હતી. ત્યારબાદથી તે બોલિવૂડથી દૂર હતી. એક્ટ્રેસે 2015માં બંગાળી ફિલ્મ 'નિર્ભક'માં કામ કર્યું હતું. જોકે, પછી તે એક્ટિંગ વર્લ્ડથી દૂર હતી. પાંચ વર્ષના લાંબા સમય બાદ સુસ્મિતાએ OTT પ્લેટફોર્મના માધ્યમથી વેબ સિરીઝ 'આર્યા'થી કમબેક કર્યું હતું. આ સિરીઝ હોટ સ્ટારની પહેલી ફીમેલ લીડ સિરીઝ હતી. પહેલી સિઝન હિટ રહ્યાં બાદ હવે બીજી સિઝન આવશે.

બોબી દેઓલ

બોબી દેઓલની પહેલી ફિલ્મ 'બરસાત'ને રિલીઝ થયે 15 વર્ષ થયા છે. બોબી દેઓલ બોલિવૂડમાં પોતાના પિતા ધર્મેન્દ્ર તથા ભાઈ સની દેઓલ જેટલો સફળ થઈ શક્યો નહીં. તે વેબ સિરીઝ 'ક્લાસ ઓફ 83'માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તે 'આશ્રમ'માં ઢોંગી બાબા બન્યો હતો. પ્રકાશ ઝાની આ સિરીઝ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ સીરિઝની બે સિઝન આવી ચૂકી છે. માનવામાં આવે છે કે આવતા વર્ષે ત્રીજી સિઝન આવશે.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન 2018માં 'મનમર્ઝિયા'માં જોવા મળ્યો હતો. અભિષેક 2020માં 'બ્રિધઃ ઈન્ટૂ ધ શેડોઝ' વેબ સિરીઝમાં જોવા મળ્યો હતો. અભિષેકની ફિલ્મ 'લુડો' કોરોનાને કારણે થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી.

લારા દત્તા

'વેલકમ ટૂ ન્યૂ યોર્ક', 'અઝહર' તથા 'ફિતૂર' જેવી ફિલ્મમાં જોવા મળેલી લારા દત્તાએ બે વર્ષ બાદ વેબ સિરીઝથી કમબેક કર્યું છે. આ વર્ષે રિલીઝ થયેલી સિરીઝ '100'માં લારાએ SP સૌમ્યા શુક્લાનો રોલ પ્લે કર્યો હતો. આ સિરીઝમાં લારાએ એક્શન સીન્સ કર્યાં હતાં.

ચંદ્રચૂડ સિંહ

'માચિસ', 'દાગ ધ ફાયર', 'જોશ' જેવી ફિલ્મમાં કામ કરનાર ચંદ્રચૂડ અચાનક જ ફિલ્મથી દૂર થઈ ગયો હતો. 2017માં ચંદ્રચૂડે 'યાદવીઃ ધ ડિગ્નાફાઈડ પ્રિન્સેસ સેસ'થી કમબેક કર્યું હતું. જોકે, આ ફિલ્મ ફ્લોપ રહી હતી. ત્રણ વર્ષ બાદ ચંદ્રચૂડે 'આર્યા' વેબ સિરીઝથી કમબેક કર્યું હતું. આ સિરીઝમાં તે સુસ્મિતા સેનના પતિના રોલમાં જોવા મળ્યો હતો.

કરિશ્મા કપૂર

2012માં કરિશ્માએ 'ડેન્જરસ ઈશ્ક'થી કમબેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આઠ વર્ષ પછી કરિશ્માએ વેબ સિરીઝ 'મેન્ટલહૂડ'થી કમબેક કર્યું હતું.

આફતાબ શિવદાસાની

'મિસ્ટર ઈન્ડિયા'માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળેલા આફતાબે 'મસ્ત' ફિલ્મથી લીડ એક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આફતાબે મલ્ટીસ્ટારર ફિલ્મમાં કામ કર્યું છે. આ વર્ષે તે 'પોઈઝન 2' વેબ સિરીઝમાં જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો