હેપ્પી બર્થડે અમિતાભ બચ્ચન:સુભાષ નાગરેથી લઈ ભાસ્કર બેનર્જી, બિગ બીની સેકન્ડ ઇનિંગ્સની યાદગાર ભૂમિકાઓ

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમિતાભે પોતાની કરિયરમાં વિવિધ પ્રકારના રોલ ભજવ્યા છે

બોલિવૂડના શહેનશાહ એટલે કે અમિતાભ બચ્ચન ખરા અર્થમાં સુપરસ્ટાર છે. તેમણે પાંચ દાયકાથી પણ વધુની કરિયરમાં અનેક જાતની રોલ ભજવ્યા છે. તેમના પાત્રોમાં વર્સટિલિટિ જોવા મળી છે. અમિતાભની પહેલી સુપરહિટ ફિલ્મ 'ઝંજીર' હતી. ત્યારબાદ તેમણે ફિલ્મમાં એન્ગ્રી યંગ મેનથી લઈ રોમેન્ટિક હીરોથી લઈ તદ્દન અલગ જ જાતના પાત્રો ભજવ્યા છે. તેઓ સિલ્વર સ્ક્રિનના મહાન એક્ટર છે તે વાતમાં સહેજેય અતિશયોક્તિ નથી. વર્ષ 2000માં ફિલ્મ 'મોહબ્બતે'થી બિગ બીની સેકન્ડ ઇનિંગ શરૂ થઈ હતી. અમિતાભે સેકન્ડ ઇનિંગમાં અનેક યાદગાર પાત્રો ભજવ્યા છે. તેમના પાત્રોમાં અલગ જ રેન્જ જોવા મળી છે. આજે (11 ઓક્ટોબર) તેમના જન્મદિવસ પર આપણે અમિતાભના સેકન્ડ ઇનિંગ્સની યાદગાર ભૂમિકાઓ અંગે વાત કરીશું.

મોહબ્બતે
વર્ષ 2000માં આવેલી આદિત્ય ચોપરાની ફિલ્મ અમિતાભ ગુરુકુળના પ્રિન્સિપાલ નારાયણ શંકરનો રોલ ભજવ્યો હતો. આ રોલમાં અમિતાભ છવાઈ ગયા હતા.

કભી ખુશી કભી ગમ

કરન જોહરની વર્ષ 2001માં આવેલી ફિલ્મમાં અમિતાભે યશવર્ધન રાયચંદનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં અમિતાભના દત્તક લીધેલા દીકરાનો રોલ શાહરુખ ખાને કર્યો હતો. ફિલ્મમાં અમિતાભ બિઝનેસ ટાયકૂન બન્યા હતા.

આંખે

2002માં આવેલી વિપુલ મહેતાની ફિલ્મમાં અમિતાભ બચ્ચન બેંક મેનેજરના રોલમાં હતા. બેંક પાસેથી બદલો લેવા માટે અમિતાભે બેંક ચોરીનો આખો પ્લાન ઘડ્યો હતો. ફિલ્મમાં અમિતાભની સુપર્બ એક્ટિંગ જોવા મળી હતી.

બાગબાન

2003માં રિલીઝ થયેલી રવિ ચોપરાની ફિલ્મમાં અમિતાભે રાજ મલ્હોત્રાનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં અમિતાભ પતિ તથા પિતાના રોલમાં ઘણાં જ સારા લાગ્યા હતા. દીકરાઓને પેરેન્ટ્સને અલગ પાડે છે અને જે દુઃખ-વ્યથા અમિતાભની એક્ટિંગમાં જોવા મળે છે, તે જોઈને ચાહકોની આંખો પણ ભીંજાઈ હતી.

ખાકી

2004માં રાજકુમાર સંતોષીની ફિલ્મમાં અમિતાભે DCP (ડેપ્યુટી પોલીસ કમિશ્નર) અનંત કુમાર શ્રીવાસ્તવના રોલમાં જોવા મળ્યા હતા.

દેબરાજ (બ્લેક)

2005માં આવેલી સંજય લીલા ભણશાલીની આ ફિલ્મમાં અમિતાભે દેબરાજ સહાયનું પાત્ર ભજવ્યું હતું. તેઓ ફિલ્મમાં શિક્ષકના રોલમાં છે. ફિલ્મમાં તેમણે દિવ્યાંગ મિશેલને ભણાવી હોય છે. આ ફિલ્મમાં અમિતાભે કમાલની એક્ટિંગ કરી હતી. આ ફિલ્મ માટે તેમને નેશનલ અવોર્ડ મળ્યો હતો.

નિઃશબ્દ

2007માં આવેલી રામગોપાલ વર્માની ફિલ્મમાં અમિતાભે વિજય આનંદનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં વિજય પોતાનાની દીકરીની ઉંમરની છોકરીના પ્રેમમાં પડે છે. ફિલ્મની વાર્તા અંગે ટીકા પણ કરવામાં આવી હતી. જોકે, અમિતાભ તથા જિયા ખાનની એક્ટિંગના ઘણાં જ વખાણ કરવામાં આવ્યા હતા.

ચીની કમ

2007માં આવેલી આર બાલ્કીની ફિલ્મમાં અમિતાભે 67 વર્ષીય બુદ્ધદેવ ગુપ્તાનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં તેઓ 34 વર્ષીય નીના (તબુ)ના પ્રેમમાં પડે છે. તબુ તથા અમિતાભની કેમિસ્ટ્રી ઘણી જ સારી જોવા મળી હતી.

ઓરો (પા)

2009માં આવેલી આર બાલકીની ફિલ્મ 'પા'માં અમિતાભે આઇકોનિક રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં તેમણે 12 વર્ષના છોકરા ઓરોનો પ્લે કર્યો હતો. આ છોકરાને જિનેટક ડિસઓર્ડર પ્રોજેરિયા હોય છે. ફિલ્મમાં અમિતાભના હૃદય-સ્પર્શી અભિનયથી ચાહકોની આંખો પણ ભીંજાઈ ગઈ છે. આ ફિલ્મ માટે અમિતાભને નેશનલ અવોર્ડ મળ્યો હતો.

ભાસ્કર બેનર્જી (પીકુ)

2015માં આવેલી શૂજીત સરકારની ફિલ્મમાં અમિતાભે ભાસ્કર બેનર્જીનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં તેઓ પીકુ (દીપિકા પાદુકોણ)ના પિતાના રોલમાં હતા. વૃદ્ધ, કબજિયાતથી પીડાતા વ્યક્તિનો રોલ ચાહકોને ઘણો જ પસંદ આવ્યો હતો. આ ફિલ્મ માટે અમિતાભને નેશનલ અવોર્ડ મળ્યો હતો.

પિંક

2016માં આવેલી ફિલ્મ 'પિંક'માં અમિતાભે દીપક સેહગલ નામના વકીલનો રોલ પ્લે કર્યો હતો. કોર્ટરૂમ ડ્રામામાં અમિતાભે વકીલ તરીકે જે દલીલોમાં જે ડાયલોગ્બસ બોલ્યા હતા તેણે ચાહકોને જકડી રાખ્યા હતા.

સુભાષ નાગરે (સરકાર)

2005માં આવેલી રામગોપાલ વર્માની ફિલ્મમાં સુભાષ નાગરે (સરકાર)નો રોલ પ્લે કર્યો હતો. પોલિટિકલ ક્રાઇમ થ્રિલરમાં અમિતાભની દમદાર એક્ટિંગ જોવા મળી હતી. આ ફિલ્મ માટે રામગોપાલે ફિલ્મફેર અવોર્ડ, IIFA (ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી અવોર્ડ્સ) સહિતના અવોર્ડ્સ મળ્યા હતા.

મિર્ઝા (ગુલાબો સિતાબો )

શૂજીત સરકારની ફિલ્મમાં અમિતાભે મિર્ઝાનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં મિર્ઝાના રોલમાં અમિતાભ બચ્ચન છવાઈ ગયા હતા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની એક્ટિંગ ચાહકોને ઘણી જ પસંદ આવી હતી.