સેલેબ્સનો પહેલો પગાર:SRKથી લઈ અમિતાભ બચ્ચન સુધી, કોઈની 50 તો કોઈની 100 રૂપિયા હતી પહેલી સેલરી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે તો આમિરથી લઈ રીતિક રોશન કરોડો રૂપિયાની કમાણી કરે છે, પરંતુ એક સમયે તેમની સેલરી ઘણી જ સામાન્ય હતી

વિદ્યા બાલન 'શેરની'માં જોવા મળશે. ફિલ્મના પ્રમોશન દરમિયાન વિદ્યા બાલને પોતાની પહેલી સેલરી 500 રૂપિયા હતી. આ સેલરી તેને એક ઝાડની બાજુમાં ઊભા રહેવા માટે મળી હતી. આ કામ રાજ્ય પર્યટન વિભાગના એક પ્રમોશનલ કેમ્પેઇનનું હતું. તે સમયે વિદ્યા બાલન એક્ટિંગ ફિલ્ડથી દૂર હતી. વિદ્યા આજે કરોડો રૂપિયા કમાઈ રહી હતી. વિદ્યા સિવાય પણ ઘણાં સેલેબ્સની કમાણી ઘણી જ ઓછી હતી.

શાહરુખ ખાન

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના બાદશાહ શાહરુખ ખાન આજે કરોડોની સંપત્તિનો માલિક છે. એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લેનાર શાહરુખે શરૂઆતમાં માત્ર 50 રૂપિયામાં કામ કર્યું હતું. તેને પંકજ ઉધાસની કોન્સર્ટમાં ટિકિટ વેચવા માટે આ રૂપિયા મળ્યા હતા.

અમિતાભ બચ્ચન

ફિલ્મમાં આવતા પહેલાં અમિતાભ બચ્ચન શિપિંગ કંપનીમાં કામ કરતા હતા. અહીંયા તેમને દર મહિને 500 રૂપિયા મળતા હતા.

રીતિક રોશન

એશિયાનો સૌથી હેન્ડસમ વ્યક્તિ રહી ચૂકેલો રીતિક રોશને કરિયરની શરૂઆત માત્ર 100 રૂપિયાની કમાણી કરી હતી. રીતિકે જીતેન્દ્ર તથા રીના રોયની ફિલ્મમાં ડાન્સ કર્યો હતો.

ઈરફાન ખાન

બોલિવૂડથી લઈ હોલિવૂડ ફિલ્મમાં કામ કરનાર દિવંગત એક્ટર ઈરફાન ખાન ફિલ્મ પહેલાં બાળકોને ટ્યૂશન આપતા હતા. તે માટે તેમને દર મહિને 25 રૂપિયા મળતા હતા.

રણદીપ હુડ્ડા​​​​​​​

'સરબજીત', 'જિસ્મ 2', 'કિક', 'રાધે' જેવી ફિલ્મમાં કામ કરનાર રણદીપની પહેલી સેલરી 8 ડોલર એટલે કે તે સમયે ભારતીય ચલણ પ્રમાણે 500 રૂપિયા હતી. એક્ટિંગ કરિયરની શરૂઆત પહેલાં રણદીપ ઓસ્ટ્રેલિયામાં ચાઈનીઝ રેસ્ટોરાંમાં વેટરનું કામ કરતો હતો અને તેને મહિને 8 ડોલર મળતા હતા.

અક્ષય કુમાર

અક્ષય કુમાર બેંગકોકમાં શૅફ તરીકે કામ કરતો હતો. અહીંયા તેને દર મહિને 1500 રૂપિયા મળતા હતા. અક્ષયે વેટરનું કામ પણ કર્યું હતું. આ ઉપરાંત અક્ષય માર્શલ આર્ટ ટ્રેનર પણ રહી ચૂક્યો છે.

આમિર ખાન

​​​​​​​આમિર ખાને 'ક્યામત સે ક્યામત તક'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે આમિરને દર મહિને 1000 રૂપિયા મળ્યા હતા. એટલે કે આમિરે જેટલા દિવસ આ ફિલ્મનું શૂટિંગ કર્યું તેટલા દિવસ રોજ 33 રૂપિયા મળતા હતા.