ચિલ્ડ્રન્સ ડે સ્પેશિયલ:શ્રીદેવી, નીતુ સિંહથી લઈને ઉર્મિલા માતોંડકર સુધી, આ સેલેબ્સે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરીને સફળતા મેળવી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવંગત અભિનેત્રી શ્રીદેવીએ માત્ર 4 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી
  • 'આશા', 'આપ કે દીવાને' અને 'ભગવાન દાદા' ફિલ્મમાં હૃતિક રોશને બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું

એક જમાનામાં સૌથી મોંઘા કલાકાર રહી ચૂકેલા જુનિયર મેહમૂદ હોય અથવા ‘કુછ કુછ હોતા હૈ’ની અંજલી એટલે કે સના સઈદ, બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં હંમેશાંથી જ ચાઈલ્ડ આર્ટિસ્ટને ઘણી પ્રશંસા મળી છે. તેમાંથી કેટલાક ચાઈલ્ડ આર્ટિસ્ટ એવા પણ છે જેમણે મોટા થઈને ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગથી સફળતા મેળવી છે. જાણો તેમના વિશે--

શ્રીદેવી
દિવંગત અભિનેત્રી શ્રીદેવીએ માત્ર 4 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી. શ્રીદેવી સૌથી પહેલા 1967ની તમિલ ફિલ્મ 'કંધન કરુણાઈ' માં જોવા મળી હતી. ત્યારબાદ તેને 'થુનાઈવન' માં કામ કર્યું. અભિનેત્રીએ 1970માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મ 'મા નન્ના નિર્દોશી'થી તેલુગુ ડેબ્યુ કર્યું હતું. બેબી શ્રીદેવી મલયાલમ ફિલ્મ 'પુમપત્તા' (1977)માં જોવા મળી હતી, જેના માટે તેને કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ શ્રીદેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. તેને 'રાની મેરા નામ' ફિલ્મથી બોલિવૂડ ફિલ્મમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ડેબ્યુ કર્યું હતું.

રેખા
એક સમયની સૌથી ચર્ચિત અને પ્રખ્યાત અભિનેત્રી રેખાએ માત્ર એક વર્ષની ઉંમરે પોતાનો પહેલો સ્ક્રીન અપિયરન્સ આપ્યો હતો. અભિનેત્રીએ તેલુગુ ભાષાની ડ્રામા ફિલ્મ 'ઈત્તુ ગુટ્ટુ'માં એક નાનકડી ભૂમિકા નિભાવી હતી, ત્યારબાદ તે વર્ષ 1966ની રંગુલી 'રત્લમ'માં જોવા મળી હતી. ફિલ્મમાં તેની માતા પુષ્પાવલી અને બહેન રાધા પણ હતી.

કમલ હાસન
કમલે માત્ર 4 વર્ષની ઉંમરમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે 'કલાથુર કનમ્મા'થી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં સારી એક્ટિંગ કરવા માટે હાસનને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કમલે 5 અન્ય ફિલ્મોમાં ચાઈલ્ડ એક્ટર તરીકે કામ કર્યું.

હૃતિક રોશન
એશિયાનો સૌથી હેન્ડસમ મેન રહી ચૂકેલો હૃતિક રોશને બાળ કલાકાર તરીકે અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તેને 'આશા', 'આપ કે દીવાને' અને 'ભગવાન દાદા' ફિલ્મમાં કામ કર્યું હતું.

ઉર્મિલા માતોંડકર
ઉર્મિલાએ શ્રીરામ લાગુની 1980માં આવેલી મરાઠી ફિલ્મ જાકુલથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે તે શ્યામ બંગાલીની ફિલ્મ 'કલયુગ' (1980), શેખર કપૂરની ડ્રામા ફિલ્મ 'માસૂમ' (1983), પરવીન ભટ્ટની 'ભાવના' (1984), વિશ્વનાથની 'સુર સંગમ' (1985), રાહુલ રાવલની 'ડકૈત' (1987) અને કલ્પતરુની 'બડે ઘર કી બેટી' (1989)માં જોવા મળી હતી.

નીતુ સિંહ
છેલ્લા 5 દાયકાથી હિન્દી સિનેમાને ઘણી ફિલ્મો આપી ચૂકેલી નીતુ સિંહે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નીતુ સૌથી પહેલા 1966ની ફિલ્મ સૂરજમાં જોવા મળી હતી, જેમાં રાજેન્દ્ર કુમાર અને વૈજંતીમાલા લીડ રોલમાં હતા. ત્યારબાદ એક્ટ્રેસ 'દસ લાખ' (1966), 'દો કલિયાં' (1968), 'વારિસ' (1969) જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. દો કલિયાંમાં નીતુએ જુડવા બહેનોનો ડબલ રોલ કર્યો હતો, જેને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. આમાંની મોટાભાગની ફિલ્મોમાં તેને બેબી સોનિયાના નામથી ક્રેડિટ મળી છે.

સંજય દત્ત
એક સમયનો સૌથી પોપ્યુલર એક્ટર રહી ચૂકેલા સંજય દત્તે વર્ષ 1972ની ફિલ્મ 'રેશમા' અને 'શેરા'માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સંજુ કવ્વાલી સિંગર બન્યો હતો. તેના 9 વર્ષ બાદ સંજયે 1981ની બ્લોકબસ્ટર ફિલ્મ 'રોકી'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.