તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ્સના રસપ્રદ જવાબ:શાહરુખ ખાનથી લઈ અક્ષય કુમાર સુધી, જ્યારે સેલેબ્સે અટપટા સવાલના તીખા જવાબ આપ્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ સેલેબ્સ પોતાના પ્રેઝન્સ ઓફ માઈન્ડને કારણે ચર્ચામાં રહે છે. ઘણીવાર ઈન્ટરવ્યૂમાં સેલેબ્સને થોડા આડાઅવળા સવાલ પૂછવામાં આવે છે. જોકે, સેલેબ્સ પોતાની રીતે એવા જવાબ આપે છે કે સામેની વ્યક્તિ અચરજમાં મૂકાઈ જાય છે.

આલિયા ભટ્ટને જનરલ નોલેજનો સવાલ પૂછવામાં આવ્યો હતો

આલિયા ભટ્ટે એક ઈન્ટરવ્યૂમાં પૃથ્વીરાજ ચૌહાણને ભારતના રાષ્ટ્રપતિ કહ્યા હતા. ત્યારબાદથી તેના જનરલ નોલેજની મજાક ઉડાવવામાં આવી હતી. એક ઈન્ટરવ્યૂમાં રિપોર્ટરે આલિયાને સવાલ કર્યો હતો કે હોળી કેમ સેલિબ્રેટ કરાય છે? પહેલાં તો આલિયાએ આ સવાલ તરફ ધ્યાન આપ્યું નહોતું, પરંતુ પછી ગુસ્સામાં આવીને રિપોર્ટરને સામે સવાલ કર્યો હતો કે ચીનના પ્રેસિડન્ટ કોણ છે? જો તમને ખબર ના હોય તો સવાલ પણ ના કરો.

વિદ્યા બાલને વજન ઘટાડવા અંગે જવાબ આપ્યો હતો

એક પ્રમોશનલ ઈવેન્ટમાં વિદ્યા બાલનને સવાલ કરવામાં આવ્યો હતો કે કમર્શિયલ ફિલ્મ કરવા માટે તમે તમારું વજન ઘટાડશો? આના પર વિદ્યાએ શાંતિથી જવાબ આપ્યો હતો કે તે જે કરે છે, તેનાથી ખુશ છે. જોકે, સારું રહેશે જો તમે તમારો દૃષ્ટિકોણ બદલશો.

પ્રિયંકાને શાહરુખ વિશે સવાલ કરવામાં આવ્યો હતો

'ડૉન'માં સાથે કામ કર્યાં બાદ પ્રિયંકા તથા શાહરુખ વચ્ચે અફેર હોવાની ચર્ચા થવા લાગી હતી. આ વાતથી શાહરુખની પત્ની ગૌરી ખાન ઘણી જ નારાજ હતી. આ દરમિયાન ફિલ્મફેરના અવોર્ડ શો દરમિયાન એક રિપોર્ટરે પ્રિયંકાને સવાલ કર્યો હતો કે જો તમે અને શાહરુખ આ શો હોસ્ટ કર્યો હોત તો વધુ મસ્તી તથા રોમાન્સ જોવા મળત. આના પર પ્રિયંકાએ જવાબ આપ્યો હતો કે તે કોઈની પણ સાથે આ કરી શકે છે, કારણ કે આ તેનું કામ છે.

પ્રિયંકાના જવાબ બાદ રિપોર્ટરે સામે સવાલ કર્યો હતો કે તમે કહ્યું હતું કે તમે શૂટિંગને કારણે મોડા આવ્યા. જોકે, આ પહેલાં શાહરુખ પણ મોડો આવ્યો હતો. આ વાત સાંભળીને પ્રિયંકા ભડકી ગઈ હતી. તેણે કહ્યું હતું, 'તમે ઈચ્છો છો કે હું શાહરુખનું નામ લઉં. તમે ઈચ્છો છો કે હું જવાબ આપું અને ડ્રામા થાય, પરંતુ હું આવું કરીશ નહીં. તમે પૂછતા રહો, હું બસ હસતી રહીશ.'

દીપિકાના ટેટુને પ્રમોશનલ સ્ટંટ કહેવામાં આવ્યું

એક ઈન્ટરવ્યૂમાં રિપોર્ટરે દીપિકાને સવાલ કર્યો હતો કે તમે આગામી ફિલ્મ માટે RKનું ટેટુ કરાવશો. આ સવાલ સાંભળીને દીપિકા ચૂપ થઈ ગઈ હતી. તે સમયે રણબીર કપૂરે કહ્યું હતું, 'મને લાગે છે કે આ ઘણો જ વિચિત્ર સવાલ હતો. દીપિકાએ પ્રમોશન માટે ટેટુ કરાવ્યું નથી. આ સાવ બકવાસ હતું. અમારું પણ જીવન છે. અંગત જીવન છે. ફિલ્મ કરવી અમારી જોબ છે. અમે તેના માટે બહુ જ કરીએ છીએ, પરંતુ જ્યારે અમે ઘરે જઈએ છીએ ત્યારે અમારું અંગત જીવન હોય છે. પેરેન્ટ્સ હોય છે, ફેમિલી હોય છે, મિત્રો હોય છે. તો મને લાગે છે કે તમારે આને માન આપવું જોઈએ.'

કંગના-રીતિક વિવાદ અંગે અક્ષય કુમારને સવાલ કરવામાં આવ્યો

'હાઉસફુલ 3'ના પ્રમોશન દરમિયાન અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડિઝ તથા અભિષેક બચ્ચનને મીડિયાએ કંગના-રીતિકના વિવાદ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. એક મીડિયા કર્મીએ પૂછ્યું હતું કે બોલિવૂડમાં રીતિક તથા કંગના વચ્ચે બહું મોટું વૉર ચાલે છે, તો તેના પર તમે શું કહેશો? અક્ષય કુમારે આ સવાલને અવગણવાને બદલે કહ્યું હતું, 'બોલિવૂડમાં ક્યાં શું ચાલી રહ્યું છે, મારી બિલ્ડિંગમાં ચાલી રહ્યું છે.' અક્ષયનો જવાબ સાંભળીને તમામ સ્ટાર્સ હસવા લાગ્યા હતા.

શાહરુખને સલમાન કહ્યો

એક ઈન્ટરવ્યૂમાં રિપોર્ટરે શાહરુખ ખાનને સલમાન ખાન કહીને બોલાવ્યો હતો. જોકે, શાહરુખે ગુસ્સે કર્યા વગર રિપોર્ટરની મજાક ઉડાવી હતી. શાહરુખે પૂછ્યું હતું કે તમે ક્યાં છો. ત્યારે રિપોર્ટરે જવાબ આપ્યો હતો કે તે લિપિકા છે. તો શાહરુખે તેને વારંવાર દીપિકા કહીને બોલાવી હતી. શાહરુખના આ રિએક્શનથી રિપોર્ટરને પોતાની ભૂલનો અહેસાસ જરૂરથી થયો હશે, તે નક્કી છે.

(વીડિયો ક્રેડિટઃ એન્ટરટેઈનમેન્ટ ફેબ્યુલા, વાઈરલ બોલિવૂડ, મૂવી ટૉકીઝ, બોલિવૂડ CIA, બોલિવૂડ હંગામા)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો