રિયલ હીરો:સલમાન ખાનથી લઈ અક્ષય કુમાર સહિતના સ્ટાર્સે ઈન્ડસ્ટ્રીના રોજમદાર શ્રમિકો માટે મદદનો હાથ લંબાવ્યો

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈએ 25 લાખ તો કોઈએ 51 લાખ આપ્યા
  • સલમાન ખાને 25 હજાર વર્કર્સના ખાતાંમાં 1500 રૂપિયા જમા કરાવ્યા

કોરોનાવાઈરસની બીજી લહેરે આખા દેશની સાથે સાથે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને પણ નુકસાન પહોંચાડ્યું છે. મહારાષ્ટ્રમાં લૉકડાઉન હોવાને કારણે ફિલ્મ તથા ટીવી શૂટિંગ અટકી ગયા છે. આ જ કારણે ઈન્ડસ્ટ્રીના ડેલી વેજ વર્કર્સ આર્થિક કટોકટીનો ભોગ બન્યા છે. આ લોકોની મદદ માટે બોલિવૂડના બિગ સ્ટાર્સ સામે આવ્યા છે.

સલમાન ખાન

સલમાન ખાને સ્પોટબોય, ટેક્નિશિયલ, મેકઅપ આર્ટિસ્ટ, સ્ટંટમેન જેવા 25 હજાર ડેલી વેજ વર્કર્સને આર્થિક મદદ કરવાની જવાદારી ઉઠાવી છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોય (FWICE)ના પ્રમુખ બી એન તિવારીએ કહ્યું હતું કે સલમાન ખાનને લિસ્ટ મોકલવામાં આવ્યું છે અને તે 25 હજાર લોકોના ખાતામાં 1500 રૂપિયા જમા કરાવશે.

આદિત્ય ચોપરા

FWICEએ જરૂરિયાતમંદ સીનિયર સિટિઝન ડેલી વેજીસ વર્કર્સની મદદ માટેની એક યાદી યશરાજ બેનરને મોકલી હતી. યશરાજ બેનર 35 હજાર સીનિયર સિટીઝનને 5 હજાર રૂપિયા આપશે. આ ઉપરાંત આદિત્ય ચોપરા આ તમામ લોકોને એક મહિનાનું કરિયાણું પણ આપશે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર જરૂરિયાતમંદ લોકોની મદદ માટે ફંડ ભેગું કરી રહ્યો છે. અક્ષય કુમાર જુનિયર કોરિયોગ્રાફર, ડાન્સર્સ તથા બેકગ્રાઉન્ડ ડાન્સર્સને કરિયાણું આપશે. કોરિયોગ્રાફર ગણેશ આચાર્યના જન્મદિવસ પર અક્ષય તેને ગિફ્ટ અંગે પૂછ્યું તો કોરિયોગ્રાફરે કરિયાણાની માગણી કરી હતી. અક્ષય 1600 જુનિયર કોરિયોગ્રાફર તથા 2000 બેકગ્રાઉન્ડ ડાન્સર્સને કરિયાણું આપશે.

ગણેશ આચાર્ય

કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય તથા તેની પત્નીએ 'ગણેશ આચાર્ય ફાઉન્ડેશન'ના માધ્યમથી તમામ જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યાં છે. આ ફાઉન્ડેશનમાં રજિસ્ટર લોકોને તેમની જરૂરિયાત પ્રમાણે પૈસા અથવા રાશન કિટ આપવામાં આવી રહી છે.

રોહિત શેટ્ટી

લોકપ્રિય ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ FWICEને 51 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે.

રીતિક રોશન

​​​​​​​રીતિક રોશને CINTAAના માધ્મયથી ડેલી વેજ વર્કર્સને 25 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. આ દાનથી એસોસિયેશન સાથે જોડાયેલા ચાર હજાર લોકોની મદદ કરવામાં ાવી હતી. રીતિક રોશને ફોટોગ્રાફર્સને પણ મદદ કરી હતી.

આ ઉપરાંત રાજકુમાર રાવ, રાજકુમાર હિરાની, નીતેશ તિવારી, આનંદ એલ રાય, સુધીર મિશ્રા, વિક્રમાદિત્ય મોટવાણી, મધુર ભંડારકર, સોનમ કપૂર, દિયા મિર્ઝા, કિઆરા અડવાણી, રકુલ પ્રીત સિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિતના સેલેબ્સ મદદ માટે આગળ આવ્યા છે.