તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટાર્સ OTT પર:સૈફ અલી ખાન, અરશદ વારસીથી લઈ પ્રિયંકા ચોપરા સુધી, આ વર્ષે ડિજિટલ પ્લેટફોર્મ પર બોલિવૂડના બિગ સેલેબ્સ જોવા મળશે

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2020માં કોરોના તથા લૉકડાઉનને કારણે તમામ થિયેટર્સ બંધ રહ્યાં હતાં. અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, અક્ષય કુમાર સહિતના સ્ટાર્સે થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મની પસંદગી કરી હતી. આ વર્ષે થિયેટર ખુલ્યા તેમ છતાંય ઘણાં સેલેબ્સ ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળશે.

સૈફ અલી ખાન

'સેક્રેડ ગેમ્સ'માં સરતાજનો રોલ ભજવ્યા બાદ આ વર્ષે સૈફ વેબ સિરીઝ 'તાંડવ'માં જોવા મળશે. આ પૉલિટિકલ ડ્રામા છે. આ સિરઝમાં સૈફ ઉપરાંત ડિમ્પલ કાપડિયા, સુનીલ ગ્રોવર, ડિનો મોરિયા સહિતના કલાકારો છે. અલી અબ્બાસની આ સિરીઝ 15 જાન્યુઆરીએ એમેઝોન પર સ્ટ્રીમ થશે.

પ્રિયંકા ચોપરા

2019માં આવેલી ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક' પછી પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં 'વ્હાઈટ ટાઈગર'માં જોવા મળશે. આ ફિલ્મ ન્યૂ યોર્ક ટાઈમ્સની બેસ્ટ સેલિંગ બુક પર આધારિત છે. આ ફિલ્મનું ટ્રેલર ચાહકોને પસંદ આવ્યું છે. 22 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થનારી ફિલ્મમાં પ્રિયંકા ચોપરાની સાથે રાજકુમાર રાવ તથા આદર્શ ગૌરવ છે.

મનોજ બાજપેયી

'મિસિસ સિરિયલ કિલર' તથા 'ધ ફેમિલી મેન' પછી મનોજ બાજપેયી આ સિરીઝની બીજી સિઝનમાં જોવા મળશે. 'ધ ફેમિલી મેન'ની પહેલી સિઝન સફળ રહી હતી. દર્શકો આતુરતાથી બીજી સિઝનની રાહ જોઈ રહ્યાં છે. 12 ફેબ્રુઆરીના રોજ એમેઝોન પ્રાઈમમાં આ સિરીઝ સ્ટ્રીમ થશે. મનોજે સિરીઝમાં શ્રીકાંત તિવારીનું પાત્ર ભજવ્યું છે, જે રાષ્ટ્રીય તપાસ એજન્સીના વિશેષ વિભાગનો સ્પેશિયલ એજન્ટ છે.

કોંકણા સેન શર્મા

'ડોલી કિટ્ટી', 'વો ચમકતે સિતારે' પછી કોંકણા સેન શર્મા 'મુંબઈ ડાયરીઝ 26/11'માં જોવા મળશે. આ સિરીઝ સત્ય ઘટના પર આધારિત છે. સિરીઝમાં કોંકણા ઉપરાંત મોહિત રૈના, ટીના દેસાઈ તથા શ્રેયા ધનવંતરી છે. સિરીઝમાં ડૉક્ટર્સ, નર્સ, પેરા મેડિકલ તથા હોસ્પિટલ સ્ટાફની વાત કહેવામાં આવી છે. ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર નિખિલ અડવાણી છે. માર્ચ મહિનામાં એમેઝોન પ્રાઈમમાં સ્ટ્રીમ થશે.

અમિત સાધ

'બ્રીધઃ ઈન ટૂ ધ શેડોઝ'માં જોવા મળેલો અમિત સાધ ફિલ્મ 'ઝિદ'માં ડોવા મળશે. આ ફિલ્મ કારગિલ વૉરના હીરો મેજર દીપ સિંહ સેંગરના પાત્રમાં અમિત જોવા મળશે. આ ફિલ્મ 22 જાન્યુઆરીના રોજ સ્ટ્રીમ થશે.

સિદ્ધાર્થ શુક્લા

'બિગ બોસ 13'ના વિનર સિદ્ધાર્થ શુક્લાએ 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. હવે તે 'બ્રોકન બટ બ્યૂટીફુલ 3' વેબ સિરીઝથી ડિજિટલ ડેબ્યૂ કરશે. આ સિરીઝમાં સિદ્ધાર્થ ફિલ્મ ડિરેક્ટરના રોલમાં જોવા મળશે.

અરૂણોદય સિંહ

'અપહરણ'ની પહેલી સિઝન બાદ મેકર્સ બીજી સિઝન લઈને આવશે. હાલમાં ઉત્તરાખંડમાં અરૂણોદય સિંહ તથા નિધી સિંહ શૂટિંગ કરે છે. આ સિરીઝ એપ્રિલમાં અલ્ટ બાલાજી પર સ્ટ્રીમ કરવામાં આવશે.

કપિલ શર્મા

ટીવી તથા બોલિવૂડ બાદ હવે કોમેડી કિંગ કપિલ શર્મા ડિજિટલ ડેબ્યૂ કરશે. કપિલની સિરીઝ સોની લિવ પર જુલાઈ મહિનામાં સ્ટ્રીમ થશે. હાલમાં કપિલ આ સિરીઝનું શૂટિંગ કરી રહ્યો છે.

અરશદ વારસી

'અસુર'ની પહેલી સિઝન બાદ અરશદ વારસી આ સિરીઝની બીજી સિઝનમાં જોવા મળશે. સપ્ટેમ્બર મહિનામાં આ સિરીઝ સ્ટ્રીમ કરવામાં આવશે. માર્ચ મહિનામાં શૂટિંગ શરૂ થશે.

અભિષેક બચ્ચન

વેબ સિરીઝ 'બ્રીધઃ ઈનટૂ ધ શેડોઝ'માં જોવા મળેલો અભિષેક બચ્ચન આ સિરીઝની ત્રીજી સિઝનમાં જોવા મળશે. સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં આ સિરીઝ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ કરવામાં આવશે.

આ સ્ટાર્સ પણ વેબ સિરીઝમાં જોવા મળશે

શરમન જોષી-આશા નેગીઃ 'બારિશ' જિમ્મી શેરગિલઃ 'રંગબાઝ' જેનિફર વિન્ગેટઃ 'કોડ M' દિવ્યાંકા ત્રિપાઠી તથા રાજીવ ખંડેલવાલઃ 'કોલ્ડ લસ્સી ચિકન મસાલા' રોનિત રૉય તથા મોના સિંહઃ 'કહને કો હમસફર હૈ'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser