તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેહુ પ્રીત દા વ્યાહઃ ઈનસાઈડ તસવીરો:રોકા, પીઠી, સંગીત સેરેમનીથી લઈ આનંદ કારજ સુધી, નેહા કક્કર-રોહન પ્રીતના લગ્ન ભપકાદાર રહ્યા

નવી દિલ્હીએક મહિનો પહેલા

સિંગર નેહા કક્કરે 24 ઓક્ટોબરના રોજ 'રાઈઝિંગ સ્ટાર' ફૅમ સિંગર રોહન પ્રીત સાથે લગ્ન કર્યા હતા. લગ્નની વિધિઓ છેલ્લા બે દિવસથી દિલ્હીમાં થઈ હતી. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. બંનેએ 24 ઓક્ટોબરના રોજ પહેલા આનંદ કારજની વિધિથી લગ્ન કર્યા હતા અને ત્યારબાદ હિંદુ વિધિથી લગ્ન કર્યા હતા. લગ્નમાં નિકટના સંબંધીઓ તથા મિત્રો સામેલ થયા હતા. પંજાબમાં ભવ્ય રિસેપ્શન યોજાશે.

20 ઓક્ટોબરના રોજ રોકા સેરેમની
નેહા કક્કર તથા રોહનની રોકા સેરેમની 20 ઓક્ટોબરના રોજ મુંબઈમાં થઈ હતી. સેરેમનીમાં નેહા આછા ગુલાબી રંગના ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં હતી તો રોહને પણ આછા ગુલાબી રંગનો કુર્તો તથા ડાર્ક પિંક રંગની પાઘડી પહેરી હતી.

રોકા સેરેમનીનો વીડિયો નેહાએ સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. બંનેએ એન્ટ્રી લેતા સમયે ભાંગડા કર્યા હતા. વીડિયો શૅર કરીને નેહાએ આ સુંદર ઈવેન્ટ માટે પેરેન્ટ્સનો આભાર માન્યો હતો.

પીઠીમાં બંનેનો રોમેન્ટિક અવતાર જોવા મળ્યો

23 ઓક્ટોબરના રોજ નેહાની હલ્દી (પીઠી) સેરેમની દિલ્હીમાં યોજાઈ હતી. 22 ઓક્ટોબરના રોજ નેહા પરિવાર સાથે દિલ્હી આવી હતી. પીઠીની વિધિની તસવીરો નેહાએ ઈન્સ્ટા પર શૅર કરી હતી. બંને પીળા રંગના આઉટફિટમાં જોવા મળ્યા હતા.

નેહાની મહેંદી સેરેમની

દિલ્હી પહોંચીને સૌ પહેલા નેહા કક્કરે મહેંદી મૂકાવી હતી. નેહાએ હાથમાં રોહનનું નામ લખાવ્યું હતું. મહેંદી આર્ટિસ્ટ રાજુ મહેંદીવાલાએ ઈન્સ્ટા પેજમાં મહેંદી સેરેમનીની તસવીરો સૌ પહેલા શૅર કરી હતી.

ત્યારબાદ નેહાએ પણ સોશિયલ મીડિયામાં મહેંદીની તસીવરો શૅર કરી હતી. નેહાએ મહેંદી સેરેમનીમાં ફેશન ડિઝાઈનર અનીતા ડોંગરેએ ડિઝાઈન કરેલો લીલા રંગનો સિલ્કનો લહેંગો પહેર્યો હતો.

સંગીત સેરેમનીમાં રોમેન્ટિક ડાન્સ કર્યો

23 ઓક્ટોબરના રોજ નેહા તથા રોહનની સંગીત સેરેમની યોજવામાં આવી હતી. બંનેએ રોમેન્ટિક તથા ડાન્સ સોંગ્સ પર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન રિંગ સેરેમની પણ યોજવામાં આવી હતી. સંગીત સેરેમનીમાં નેહાએ ગુલાબી રંગના આઉટફિટ પહેર્યા હતા.

ગુરુદ્વારામાં આનંદ કારજની વિધિ
24 ઓક્ટોબરના રોજ બપોરે ગુરુદ્વારામાં આનંદ કારજની વિધિ યોજાઈ હતી. નેહા ગોલ્ડન લહેંગામાં ઘણી જ સુંદર લાગતી હતી. આ વિધિ પંજાબી ટ્રેડિશન પ્રમાણે કરવામાં આવી હતી.

હિંદુ વિધિથી પણ લગ્ન કર્યા

નેહા તથા રોહને પહેલા આનંદ કારજની વિધિ કરી હતી. ત્યારબાદ સાંજે હોટલમાં હિંદુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. લાલ રંગના આઉટફિટમાં નેહા ઘણી જ સુંદર લાગતી હતી. નેહાએ બગીમાં બેસીને મંડપમાં એન્ટ્રી લીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો