આર્યન ખાન જેલમાં:રિયા ચક્રવર્તીથી લઈ ફરદીન ખાન સુધી, ડ્રગ્સ કેસમાં કોઈને એક દિવસે તો કોઈને મહિના બાદ જામીન મળ્યા હતાં

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્યન ખાનની જામીન અરજીનો ચુકાદો 20 ઓક્ટોબરના રોજ આવશે

શાહરુખનો દીકરો આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ કૉર્ડિએલા ક્રૂઝમાં ચાલતી હાઇપ્રોફાઇલ રેવ પાર્ટીમાંથી NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ અટકાયત કરી હતી. પૂછપરછ પછી આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. 3 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી આર્યન ખાન NCB લૉકઅપમાં રહ્યો હતો અને પછી કોર્ટે તેને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. વકીલના પ્રયાસો બાદ પણ આર્યનને હજી સુધી જામીન મળ્યા નથી. આ દરિયાન જે સેલેબ્સ ડ્રગ્સ કેસમાં ફસાયા હતા, તેઓ કેટલાં દિવસ જેલમાં રહ્યા હતા તે જોઈએ.

રિયા ચક્રવર્તી

14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તપાસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો હતો. પૂછપરછમાં સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી તથા તેના ભાઈ શોવિક ચક્રવર્તીનું નામ સામે આવ્યું હતું. 7 સપ્ટેમ્બરના રોજ રિયાની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. રિયા એક મહિનો જેલમાં રહી હતી અને પછી જામીન મળ્યા હતા.

વિજય રાજ

વિજય રાજ પણ ડ્રગ્સ સાથે પકડાયો હતો. વિજયને દુબઇ એરપોર્ટ પર ડ્રગ્સ રાખવાના આરોપસર જેલ પાછળ ધકેલવામાં આવ્યો હતો. જોકે, તપાસ દરમિયાન તે નિર્દોષ જણાતા છોડી મૂકવામાં આવ્યો હતો. વિજય એક દિવસ કસ્ટડીમાં રહ્યો હતો.

ફરદીન ખાન

ફરદીન ખાનને 2001માં જૂહુ વિસ્તારમાં ડ્રગ ડીલર સાથે કોકેન ખરીદતા રંગે હાથ પકડવામાં આવ્યો હતો. ફરદીન 5 દિવસ જેલમાં રહ્યો હતો. તેનો કેસ 10 વર્ષ ચાલ્યો હતો. ડ્રગ એડિક્ટ ફરદીન રિહેબ સેન્ટરમાં રહ્યો હતો. 2011માં ફરદીને કોર્ટમાં તેની વિરુદ્ધ ચાલતા કેસને બંધ કરવાની અરજી કરી હતી અને કોર્ટે આ અરજી મંજૂર કરી હતી.

ભારતી સિંહ-હર્ષ લિમ્બાચિયા

કોમેડિયન ભારતી સિંહ તથા તેના પતિ હર્ષ લિમ્બાચિયાના ઘરમાં ગયા વર્ષે 21 નવેમ્બરે NCBએ દરોડા પાડ્યા હતા. તેના ઘરમાંથી 86.51 ગ્રામ ગાંજો મળ્યો હતો. બંનેની અટકાયત કરવામાં આવી હતી. ધરપકડ બાદ બંનેને જામીન મળ્યા હતા. પૂછપરછમાં બંનેએ ગાંજાનું સેવન કરવાની વાત કબૂલી હતી.

અરમાન કોહલી​​​​​​​

ડ્રગ પેડલર અજય રાજુએ પૂછપરછમાં અરમાન કોહલીનું નામ લીધું હતું. ઓગસ્ટમાં જુહૂ સ્થિત ઘરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં કોકેન મળી આવ્યું હતું. 29 ઓગસ્ટે અરમાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી અરમાન જેલમાં છે. વકીલ જામીન અરજી કરે છે, પરંતુ કોર્ટ જામીન અરજી ફગાવી દે છે.

ગૌરવ દીક્ષિત

ટીવી એક્ટર ગૌરવ દીક્ષિતના ઘરમાં પડેલાં દરોડામાં NCBને ચરસ મળી આવ્યું હતું. દરોડા બાદ 28 ઓગસ્ટના રોજ ગૌરવની ધરપકડ કરવામાં આવી હતી. 27 દિવસ બાદ ગૌરવને 50 હજારના બોન્ડ પર જામીન મળ્યા હતા.

શબાના સઈદ

​​​​​​​બોલિવૂડ પ્રોડ્યૂસર ફિરોઝ નડિયાદવાળાની પત્ની શબાનાની પણ ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ છે. ગયા વર્ષે 8 નવેમ્બરના રોજ ફિરોઝના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરમિયાન ડ્રગ્સ મળી આવ્યું હતું. 10 નવેમ્બરના રોજ શબાનાને 15 હજારના બોન્ડ પર જામીન મળ્યા હતા.