2021માં આ સેલેબ્સનાં ઘરે વાગશે શરણાઈ:રણબીર-આલિયાથી લઈને મલાઈકા અર્જુન સુધી, 2021માં આ સેલિબ્રિટી કપલ્સનાં લગ્ન થઇ શકે છે!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

2020 વર્ષ દરેક માટે ચેલેન્જિંગ રહ્યું, તેમાં બોલિવૂડ સ્ટાર્સ પણ સામેલ છે. ઘણા સેલેબ્સ લગ્ન કરીને પોતાની લાઈફમાં સેટલ થવા ઇચ્છતા હતા પરંતુ તેવું થયું નહિ. કોરોનાને લીધે ઘણા સેલેબ્સને પોતાના લગ્ન કેન્સલ કરવા પડ્યા પરંતુ 2021 નવી આશાઓ લઈને આવ્યું છે. આ વર્ષે ઘણા સેલિબ્રિટીના લગ્ન જોવા મળી શકે છે.

રણબીર કપૂર-આલિયા ભટ્ટ

નવા વર્ષની શરુઆતમાં બંને પરિવાર રણથંભોર વેકેશન માટે ગયા ત્યારે બંનેની સગાઈની ચર્ચાઓ થવા લાગી હતી. આ કપલ ત્યાં સગાઈ કરશે તેવું લાગી રહ્યું હતું પણ બન્યું નહિ. 2021માં બંને લગ્ન કરી શકે છે. એક ઇન્ટરવ્યૂમાં પણ રણબીર કપૂરે આ વાત તરફ ઈશારો કર્યો હતો. તેણે કહ્યું કે, કોરોના ના આવ્યો હોત તો 2020માં આલિયા સાથે લગ્ન કરી લીધા હોત. હવે તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

વરુણ ધવન-નતાશા દલાલ

વરુણ પણ તેની ચાઈલ્ડહૂડ ફ્રેન્ડ નતાશા દલાલ સાથે 2021માં લગ્ન કરી શકે છે. બંનેના લગ્નની ચર્ચાઓ 2020માં થઇ રહી હતી પણ કોરોનાને લીધે લગ્ન ના થયા. આશા છે કે તેઓ 2021માં લગ્નનાં તાંતણે બંધાશે.

અલી ફઝલ-રિચા ચઢ્ઢા​​​​​​​

રિચા અને અલી એપ્રિલ 2020માં લગ્નની તૈયારી કરી ચૂક્યા હતા પરંતુ કોરોના લોકડાઉનને લીધે મેરેજ પોસ્ટપોન કર્યા. 2020માં અલીની માતાનું અવસાન પણ થયું તેના લીધે પણ લગ્ન ના કરી શક્યા. એવું ચર્ચાઈ રહ્યું છે કે બંને 2021માં લગ્ન કરી લેશે. એક ઇન્ટરવ્યૂમાં રિચાએ કહ્યું હતું કે, જ્યાં સુધી કોરોનાની વેક્સિન ના આવે ત્યાં સુધી અમે લગ્ન નહિ કરીએ.

મલાઈકા અરોરા-અર્જુન કપૂર

મલાઈકા અને અર્જુન બંને આશરે બે વર્ષથી રિલેશનશિપમાં છે. આ દરમિયાન ઘણીવાર તેમના લગ્નની અફવા સાંભળવા મળી પરંતુ 2021માં બંને લગ્ન કરી શકે છે. લોકડાઉનમાં બંનેએ સાથે સમય પસાર કર્યો અને નવું વર્ષ સેલિબ્રેટ કરવા બંને ગોવા ગયા હતા.

સુસ્મિતા સેન-રોહમન શોલ​​​​​​​​​​​​​​

​​​​​​​સુસ્મિતા સેન છેલ્લા બે વર્ષથી મોડલ રોહામન શોલને ડેટ કરી રહી છે. બંને લિવ ઈનમાં રહે છે અને તેઓ લગ્ન કરે તેવી શક્યતા પણ છે. હાલમાં જ રોહમન અને સુસ્મિતા પરિવાર સાથે દુબઈમાં ન્યુ યર વેકેશન માટે ગયા. જ્યાં સુસ્મિતાની ભાભીએ રોહમનને એક વીડિયોમાં જીજુ કહ્યું. રોહમન સુસ્મિતાથી 15 વર્ષ નાનો છે.

અન્ય સમાચારો પણ છે...