તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ્સ પોલિટિક્સમાં:રજનીકાંતથી લઈ રાજેશ ખન્ના સુધી, કોઈ 26 દિવસ તો કોઈ 4 વર્ષ, આ સ્ટાર્સ રાજનીતિમાં ઓછો સમય જ ટકી શક્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતનું રાજકારણમાં આવવાનું સપનું અધરું જ રહી ગયું. 70 વર્ષીય રજનીકાંતે તબિયતને કારણે રાજકારણમાં ના આવવાનો નિર્ણય લીધો છે. 3 ડિસેમ્બરે રજનીકાંતે કહ્યું હતું કે તેઓ નવી પાર્ટીની જાહેરાત કરશે અને 2021માં વિધાનસભાની ચૂંટણી લડશે.

31 ડિસેમ્બરના રોજ નવી પાર્ટીની જાહેરાત કરવામાં આવશે. જોકે, માત્ર 26 દિવસની અંદર જ રજનીકાંતે રાજકારણને અલવિદા કહી દીધું છે. આ પહેલાં પણ ઘણાં સ્ટાર્સે રાજકારણમાં એન્ટ્રી લીધી પરંતુ તેઓ દૂર થઈ ગયા.

રાજેશ ખન્ના

બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાએ 1992માં કોંગ્રેસની ટિકિટ પર દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી હતી અને તેઓ જીત્યા પણ હતા. ચાર વર્ષ સુધી રાજકારણમાં સક્રિય રહ્યા બાદ 1996માં રાજકારણ છોડી દીધું હતું.

અમિતાભ બચ્ચન

1984માં એક્ટિંગમાંથી બ્રેક લઈને અલ્હાબાદથી કોંગ્રેસની ટિકિટ પર બિગ બી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. જોકે, બોફોર્સ કાંડમાં નામ આવ્યા બાદ રાજીનામું આપી દીધું હતું અને ક્યારેય રાજકારણમાં ના આવવાનો નિર્ણય લીધો હતો.

શેખર સુમન

2009માં કોંગ્રેસ પાર્ટી જોઈન કરનાર શેખર સુમને 3 વર્ષમાં જ રાજકારણને અલવિદા કહી દીધું હતું. આ દરમિયાન તેમણે પટનાસાહિબમાંથી શત્રુધ્ન સિંહા વિરુદ્ધ ચૂંટણી લડી હતી પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો.

ગોવિંદા

ગોવિંદાએ પણ પોતાની એક્ટિંગ કરિયરને સાઈડમાં મૂકીને રાજકારણમાં ઝંપલાવવાની ભૂલ કરી હતી. 2004માં કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડી હતી. તે જીતી પણ ગયો હતો. જોકે, ચાર વર્ષની અંદર જ ગોવિંદાએ રાજકારણ છોડી દીધું હતું.

અર્શી ખાન

'બિગ બોસ 14'માં જોવા મળેલી અર્શી ખાન આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હતી. જોકે, છ મહિનાની અંદર જ તેણે રાજીનામું આપી દીધું હતું. તેણે કહ્યું હતું કે પ્રોફેશનલ કમિટમેન્ટ્સને કારણે તે રાજકારણમાં ફોકસ કરી શકતી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો