તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
1990ની મ્યૂઝિકલ હિટ ફિલ્મ 'આશિકી' ફૅમ રાહુલ રોય છેલ્લાં કેટલાંક દિવસથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે. 52 વર્ષીય રાહુલ કારગિલમાં 'LAC' ફિલ્મનું શૂટિંગ કરતો હતો. આ દરમિયાન રાહુલને બ્રેન સ્ટ્રોક આવ્યો અને પછી તેને તાત્કાલિક કારગિલ અને પછી શ્રીનગર લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.
રાહુલ હવે ધીમે ધીમે ઠીક થઈ રહ્યો છે અને આઉટ ઓફ ડેન્જર છે. રાહુલ પહેલાં પણ અનેક સ્ટાર્સ મોત સામે ઝઝૂમ્યા છે. આજે આપણે આવા જ કેટલાંક સેલેબ્સ અંગે વાત કરીએ.
સંજય દત્ત
11 ઓગસ્ટના રોજ ફેફસાંનું કેન્સર હોવાની વાત સામે આવી હતી. સંજય દત્તે મુંબઈમાં જ સારવાર કરાવી હતી. સંજય દત્તે સાત સપ્ટેમ્બરના રોજ રણબીર કપૂરની ફિલ્મ 'શમશેરા'નું શૂટિંગ કર્યું હતું. ઓક્ટોબરમાં સંજય દત્તે કેન્સર ફ્રી હોવાની વાત કરી હતી.
અમિતાભ બચ્ચન
1982માં 'કુલી'ના સેટ પર અમિતાભ બચ્ચન ગંભીર રીતે ઘાયલ તયા હતા. આ અકસ્માત બાદ અમિતાભનો જાણે બીજો જન્મ થયો હતો. 24 જુલાઈ, 1982ના રોજ એક ફાઈટ સીનના શૂટિંગ દરમિયાન બીગ બી ગંભીર રીતે ઘાયલ થયા હતા. બેંગલુરુની હોસ્પિટલમાં પહેલું ઓપરેશન થયું હતું. પછી મુંબઈની બ્રીચ કેન્ડીમાં સર્જરી થઈ હતી. અમિતાભ 63 દિવસ સુધી હોસ્પિટલમાં મોત સામે ઝઝૂમતા રહ્યા હતા. 24 સપ્ટેમ્બર, 1982ના રોજ હોસ્પિટલમાંથી રજા મળી હતી.
મનીષા કોઈરાલા
મનીષાએ 2012માં ઓવેરિયન કેન્સરની સારવાર ન્યૂ યોર્કમાં કરાવી હતી. 2015માં મનીષા સારવાર પૂરી કરીને ભારત પરત ફરી હતી. 2018માં તેણે 'સંજુ'માં નરગિસની ભૂમિકા ભજવી હતી.
લીઝા રે
2009માં મલ્ટીપલ માયલોમા (વ્હાઈટ બ્લડ સેલ્સનું કેન્સર) થયું હતું અને લીઝા 2010માં કેન્સર ફ્રી થઈ હતી. લીઝાએ આ મુશ્કેલ સમયમાં પણ બ્રેક લીધો નહોતો. 2011માં સ્ટેજ પ્લે 'તાજ'માં જોવા મળી હતી. 2016માં 'વીરપ્પન'માં કામ કર્યું હતું. 2019માં 'ફોર મોર શોટ્સ પ્લીઝ' વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી.
રીતિક રોશન
2013માં 'બેંગ બેંગ'ના શૂટિંગ સમયે રીતિકને માથામાં ઈજા થઈ હતી. તેણે પેઈન કિલર્સ લઈને શૂટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેનાથી કોઈ ફેર ના પડતાં રીતિકે બ્રેન સર્જરી કરાવી હતી, જેમાં માથામાં જામેલા લોહીના ગઠ્ઠાને હટાવવામાં આવ્યો હતો. રીતિકે થોડાં અઠવાડિયા બેડ રેસ્ટ કર્યો હતો અને પછી તેણે ફરીથી શૂટિંગ શરૂ કર્યું હતું.
હેમા માલિની
2015માં હેમા માલિની કારમાં જતાં હતાં અને અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે તે માંડ માંડ બચ્યા હતા. તેમના ચહેરા પર ટાંકા લેવામાં આવ્યાં હતાં.
ઝાયરા વસીમ
'દંગલ' ગર્લ ઝાયરા વસીમનો જૂન, 2017માં કાર અકસ્માત થયો હતો. ઝાયરા ફ્રેન્ડ્સ સાથે જતી હતી અને ડ્રાઈવર કાર પર કંટ્રોલ રાખી શખ્યો નહીં. ત્યારબાદ કાર દાલ લેકમાં જઈને પડી હતી. જોકે, આસપાના લોકોએ ઝાયરા તથા ફ્રેન્ડનો જીવ બચાવી લીધો હતો.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.