તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

OTT સુપરસ્ટાર 2020:પંકજ ત્રિપાઠીથી દિવ્યેન્દુ શર્મા સુધી, આ વર્ષે OTT પ્લેટફોર્મ પર આ બોલિવૂડ સ્ટાર્સ છવાયા

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે કોરોના તથા લૉકડાઉનને કારણે દેશભરના થિયેટર બંધ રહ્યાં હતાં. આ દરમિયાન બોલિવૂડ સેલેબ્સ OTT પ્લેટફોર્મના માધ્યમથી દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે, આમાંથી કેટલાંક સ્ટાર્સ બોલિવૂડ બાદ OTT પ્લેટફોર્મ પર પણ જાણીતા બની ગયા છે. જાણીએ ક્યા સ્ટાર્સ OTT પર છવાયેલા રહ્યાં.

નવાઝુદ્દીન સિદ્દીકી

વર્ષ 2018માં આવેલી 'સેક્રેડ ગેમ્સ'માં ગણેશ ગાયતોંડેના પાત્રથી નવાઝ નેટફ્લિક્સનો મુખ્ય ચહેરો બની ગયો છે. નવાઝ બેક ટૂ બેક OTT પ્લેટફોર્મ પર જોવા મળે છે. નેટફ્લિક્સની 'સીરિયસ મેન' તથા 'રાત અકેલી હૈ'માં પણ નવાઝ હતો. આ સાથે જ ઝી5માં 'ઘૂમકેતુ'માં પણ જોવા મળ્યો હતો.

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી OTT સુપરસ્ટાર છે. 'મિર્ઝાપુર' તથા 'મિર્ઝાપુર 2'માં કાલીન ભૈયાના રોલથી દરેકને ઈમ્પ્રેસ કર્યા છે. ત્યારબાદ 'ગુંજન સક્સેના' તથા 'લૂડો'માં પણ પંકજ ત્રિપાઠીની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા. હવે 'ક્રિમિનલ જસ્ટિસ 2'માં વકીલના રોલમાં જોવા મળશે.

દિવ્યેન્દુ શર્મા

'પ્યાર કા પંચનામા'થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર દિવ્યેન્દુએ ઘણી બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું, પરંતુ તેને લોકપ્રિયતા 'મિર્ઝાપુર'માં મુન્ના ભૈયાના રોલથી મળી. હવે દિવ્યેન્દુ OTT સ્ટાર બની ગયો છે. ઝી5ની સિરીઝ 'બિચ્છુ કા ખેલ' તથા ફિલ્મ 'શુક્રાણુ'માં જોવા મળ્યો હતો.

અભિષેક બેનર્જી​​​​​​

કાસ્ટિંગ ડિરેક્ટરથી એક્ટર બનેલો અભિષેક બેનર્જીએ ફિલ્મ 'સ્ત્રી' તથા 'ડ્રીમગર્લ' જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. એક્ટરે વર્ષ 2020માં આવેલી સિરીઝ 'પાતાલ લોક'માં હથોડા ત્યાગીનો રોલ પ્લે કર્યો હતો. 'મિર્ઝાપુર'માં મુન્ના ભૈયાનો રાઈટ હેન્ડ બનીને સારી એક્ટિંગ કરી હતી. આ પહેલાં એક્ટરે 'હ્યુમરસલી યોર', 'TVF પિક્ચર્સ', 'ટાઈપરાઈટર', 'કાલી', 'પરિવાર' તથા 'અનપોઝ્ડ' જેવી વેબ ફિલ્મ તથા સિરીઝમાં કામ કર્યું છે. હવે અભિષેક પાસે બોલિવૂડના બિગ પ્રોજેક્ટ છે.

સુસ્મિતા સેન

સુસ્મિતા સેને 'આર્યા' વેબ સિરીઝથી ડિજિટલ ડેબ્યૂ કર્યું. આ પહેલી ફીમેલ લીડ સિરીઝ હતી. હવે આ સિરીઝની બીજી સિઝન આવશે.

કીર્તિ કુલ્હારી

'પિંક', 'ઈંદુ સરકાર' તથા 'ઉરી' જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલી કીર્તિ હવે વેબ સિરીઝ તથા વેબ ફિલ્મમાં લોકપ્રિય થઈ છે. 'ફોર મોર શોટ્સ' તથા 'બાર્ડ ઓફ બ્લડ'માં તેની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા. 'ક્રિમિનલ જસ્ટિસ બિહાઈન્ડ ક્લોઝ ડોર'માં લીડ રોલમાં જોવા મળશે.

બોબી દેઓલ

'પોસ્ટર બોય' તથા 'રેસ 3' જેવી ફ્લોપ ફિલ્મ બાદ બોબી દેઓલના OTT પ્લેટફોર્મ પર ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યાં છે. વેબ સિરીઝ 'ક્લાસ ઓફ 83'માં લીડ રોલ પ્લે કર્યો હતો. 'આશ્રમ'ની પહેલી તથા બીજી સિઝનમાં બોબી દેઓલની એક્ટિંગની ઘણી જ પ્રશંસા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો