તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની વચ્ચે લગ્ન:'મિર્ઝાપુર 2'ના એક્ટર પ્રિયાંશુ, નેહા કક્કરથી લઈ રાણા દગ્ગુબતી સહિત આ સ્ટાર્સે કોરોનાકાળમાં લગ્ન કર્યાં

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાને કારણે એક બાજુ જ્યાં આખી દુનિયા અટકી ગઈ તો કેટલાંક સેલેબ્સે આ સમયમાં લગ્ન પણ કર્યાં છે. અનેક સેલેબ્સે કોરોનાકાળમાં લગ્ન કરીને ચાહકોને નવાઈમાં મૂકી દીધા હતા. સિંગર્સ, ટીવી એક્ટર્સ તથા બોલિવૂડ સેલેબ્સે આ સમયે લગ્ન કર્યાં છે. આવો જાણીએ, ક્યા સ્ટાર્સ કોરોનાની વચ્ચે લગ્નના તાંતણે બંધાયા.

પ્રિયાંશુ પેન્યુલી-વંદના જોષીઃ 'મિર્ઝાપુર 2'માં રોબિનનું પાત્ર ભજવનાર પ્રિયાંશુએ ગર્લફ્રેન્ડ વંદના જોષી સાથે 27 નવેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. બંનેએ દેહરાદૂનમાં લગ્ન કર્યાં હતાં. ડિસેમ્બરમાં મુંબઈમાં રિસેપ્શન આપશે.

શહીર શેખ-રૂચિકા કપૂરઃ 'કુછ રંગ પ્યાર કે એસે ભી' ફૅમ એક્ટર શહીર શેખે 28 નવેમ્બરના રોજ રૂચિકા કપૂર સાથે મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યાં હતાં. લગ્ન બાદ બંને જમ્મુ રવાના થયા હતા. અહીંયા શહીરના લગ્નના વિવિધ ફંક્શન થશે. કોર્ટ મેરેજ બાદ 2021માં બંને ટ્રેડિશનલ વેડિંગ સેરેમની કરશે.

સના ખાન-મુફ્તી અસદ સઈદઃ ધર્મ માટે કરિયરને અલવિદા કહેનાર સનાએ 20 નવેમ્બરના રોજ સુરતમાં લગ્ન કર્યાં હતાં. તેમણે બિઝનેસમેન અસદ સઈદ સાથે નિકાહ કર્યાં હતાં.

નેહા કક્કર-રોહન પ્રીત સિંહઃ 24 ઓક્ટોબરના રોજ નેહાએ દિલ્હીમાં રોહન સાથે લગ્ન કર્યાં હતાં. દિલ્હીના ગુરુદ્વારામાં આનંદ કારજની વિધિ થઈ હતી. ત્યારબાદ સાંજે નેહા-રોહને હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. બંનેએ દુબઈમાં હનિમૂન મનાવ્યું હતું.

કાજલ અગ્રવાલ-ગૌતમ કિચલૂઃ કાજલે 30 ઓક્ટોબરના રોજ ગૌતમ કિચલૂ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નમાં બહુ જ નિકટના પરિવારના સભ્યો તથા ફ્રેન્ડ્સ સામેલ થયા હતા. કાજલ તથા ગૌતમ માલદિવ્સમાં હનિમૂન માટે ગયા હતા.

તાહેર શબ્બીર-અક્ષિતા ગાંધીઃ 'નામ શબાના' ફૅમ એક્ટર તાહેરે 5 ઓક્ટોબરના રોજ ગર્લફ્રેન્ડ અક્ષિતા સાથે લગ્ન કર્યાં હતાં. બંનેએ ઓગસ્ટમાં સગાઈ કરી હતી.

રાણા દગ્ગુબાતી-મિહિકા બજાજઃ 'બાહુબલી' ફૅમ રાણાએ આઠ ઓગસ્ટરના રોજ હૈદરાબાદમાં મિહિકા બજાજ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નમાં બહુ જ નિકટના સભ્યો તથા ફ્રેન્ડ્સ હાજર રહ્યાં હતાં.

બલરાજ સયાલ-દિપ્તી તુલીઃ લોકપ્રિય કોમેડિયન બલરાજ સયાલે 7 ઓગસ્ટના રોજ દિપ્તી તુલી સાથે લગ્ન કર્યાં હતાં. બંનએ જલાંધરમાં લગ્ન કર્યાં હતાં. દિપ્તી મ્યૂઝિશિયન છે. બંને ચંદીગઢણાં એક સ્ટેજ શો દરમિયાન એકબીજાને મળ્યા હતા.

નીતિ ટેલર-પરીક્ષિત બાવાઃ ટીવી એક્ટ્રેસ નીતિ ટેલરે 13 ઓગસ્ટના રોજ ગુડગાંવમાં ગુરુદ્વારામાં લગ્ન કર્યાં હતાં. બંને સ્કૂલમાં સાથે ભણતા હતા. નીતિની મહેંદી તથા હલ્દી સેરેમની ઘરે જ યોજાઈ હતી.

નિખિલ સિદ્ધાર્થ-પલ્લવી વર્માઃ તેલુગુ એક્ટર નિખિલે 3 ફેબ્રુઆરી, 2020ના રોજ ડૉ. પલ્લવી વર્મા સાથે સગાઈ કરી હોવાની જાહેરાત કરી હતી. 14 મેના રોજ હૈદરાબાદમાં બંનેએ લગ્ન કર્યાં હતાં. લગ્ન ગણતરીના લોકોને જ બોલાવવામાં આવ્યા હતા.

નિતિન રેડ્ડી-શાલિની કંદુકુરીઃ તેલુગુ એક્ટર નિતિને 26 જુલાઈના રોજ શાલિની સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા હતા.

પૂનમ પાંડે-સેમ બોમ્બઃ પૂનમ પાંડેએ પહેલી સપ્ટેમ્બરના રોજ પ્રેમી સેમ સાથે લગ્ન કર્યાં હતાં. તેઓ ગોવામાં હનિમૂન મનાવવા ગયા હતા. જોકે, લગ્નના 10 દિવસ બાદ જ પૂનમ તથા સેમ વચ્ચે ઝઘડો થયો હતો અને વાત પોલીસ સુધી ગઈ હતી. પછી બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને પૂનમે કેસ પરત લઈ લીધો હતો.

નતાશા-હાર્દિક પંડ્યાઃ નતાશાએ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે 31 મેના રોજ લગ્નની તસવીર શૅર કરી હતી. નતાશા લગ્ન પહેલાં જ પ્રેગનન્ટ બની હતી. પહેલી જાન્યુઆરીએ હાર્દિકે નતાશા સાથે સગાઈ કરી હોવાની વાત જાહેર કરી હતી.

પૂજા બેનર્જી-કુણાલ વર્માઃ છેલ્લાં 9 વર્ષથી એકબીજાને ડેટ કરતાં કુણાલ વર્મા તથા પૂજા બેનર્જીએ 15 માર્ચના રોજ કોર્ટ મેરેજ કર્યાં હતાં. બંનેએ 2017માં સગાઈ કરી હતી. લગ્ન માટે ભેગા કરેલા પૈસા PM કેર ફંડમાં ડોનેટ કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...