વેલેન્ટાઈન્સ ડે સ્પેશિયલ:મલાઈકા અરોરાથી લઈને રકુલ પ્રીત સિંહ સુધી, આ સેલેબ્સે ખાસ અંદાજમાં પોતાના પાર્ટનર્સને વેલેન્ટાઈન્સ ડે વિશ કર્યું

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ સેલેબ્સ તેમના પાર્ટનર્સની સાથે વેલેન્ટાઈન્સ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. સાથે જ સોશિયલ મીડિયા દ્વારા પોતાના વેલેન્ટાઈનની સાથેનો ફોટો શેર કરીને તેમને વિશ પણ કરી રહ્યા છે. અર્જુન કપૂર, કરિના કપૂર ખાન, નેહા કક્કડ, સોનમ કપૂર સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સ વેલેન્ટાઈન્સ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે અને સેલિબ્રેશનના ફોટો ફેન્સની સાથે શેર કરી રહ્યા છે. જુઓ આ સેલેબ્સની પોસ્ટઃ-

મલાઈકા અરોરાએ અર્જુન કપૂરની સાથે ફોટો શેર કરીને લખ્યું, 'મારો'.

નેહા કક્ક્ડે પતિ રોહનપ્રીત સિંહની સાથે ઘણા ફોટો શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું, "તે પોતાની નેહુને સ્પેશિયલ ફીલ કરાવવાની કોઈ પણ તક નથી છોડતો. આઈ લવ યુ રોહનપ્રીત સિંહ, બધાને હેપ્પી વેલેન્ટાઈન્સ ડે."

સોનમ કપૂરે પતિ આનંદ આહુજાની સાથે પોતાનો સુંદર ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, "હેપ્પી વેલેન્ટાઈન્સ ડે. પ્રેમથી વધારે જરૂરી કંઈ નથી."

કરિના કપૂર ખાને પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમૂર અલી ખાનનો ફોટો શેર કરીને લખ્યું, "શું આ વેલેન્ટાઈન્સ ડે છે? ઓકે, ચલો આઈસ્ક્રિમ ખઈએ. મારા માટે આ બંને પ્રેમ છે. સૈફ અને ટિમ-ટિમ."

રેમો ડિસુઝાએ પોતાની પત્ની લિજેલ ડિસુઝાની સાથે ફોટો શેર કરીને લખ્યું 'હેપ્પી વેલેન્ટાઈન્સ ડે.'

રકુલ પ્રીત સિંહે જેકી ભગનાની સાથે ફોટો શેર કરીને લખ્યું, "મારો સ્પેશિયલ વેલેન્ટાઈન."

અન્ય સમાચારો પણ છે...