રક્ષાબંધન 2021:કાર્તિક આર્યન, દીપિકા પાદુકોણથી લઈ અનુષ્કા શર્મા સુધી, આ જાણીતા સેલેબ્સના ભાઈ-બહેન લાઇમલાઇટથી દૂર રહે છે

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર હંમેશાંથી પોતાની પર્સનલ લાઇફને કારણે લાઇમલાઇટમાં રહે છે. જોકે, ઘણાં જાણીતા સેલેબ્સના ભાઈ-બહેન ગ્લેમર વર્લ્ડ તથા લાઇમલાઇટથી દૂર રહે છે. રક્ષાબંધનના દિવસે આપણે એવા જ પોપ્યુલર સેલેબ્સના ભાઈ-બહેન વિશે વાત કરીશું.

કાર્તિક આર્યન-કૃતિકા

કાર્તિક આર્યન નાની બહેન કૃતિકાની ઘણો જ નિકટ છે. લૉકડાઉનમાં ભાઈ-બહેને ઘણાં જ રસપ્રદ વીડિયો શૅર કર્યા હતા. કૃતિકા વિદેશમાં રહીને મેડિકલનો અભ્યાસ કરે છે.

દીપિકા પાદુકોણ-અનીષા પાદુકોણ

હંમેશાં કેમેરાથી ઘેરાયેલી રહેતી દીપિકાની નાની બહેન અનીષાને લાઇમલાઇટથી દૂર રહેવું પસંદ છે. અનિષાએ પિતાની જેમ સ્પોર્ટ્સમાં કરિયર બનાવી છે. તે પ્રોફેશનલ ગોલ્ફર છે.

અનુષ્કા શર્મા-કર્ણેશ

અનુષ્કા શર્માનો નાનો ભાઈ કર્ણેશ પ્રોડ્યૂસર છે. તેણે બહેન સાથે મળીને 2013માં ક્લીન સ્લેટ નામનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે. આ બેનર હેઠળ 'પાતાલ લોક' તથા 'બુલબુલ' જેવી વેબ સિરીઝ તથા 'NH 10', 'પરી' જેવી બોલિવૂડ ફિલ્મ બનાવવામાં આવી છે.

પ્રિયંકા ચોપરા-સિદ્ધાર્થ ચોપરા

બોલિવૂડથી લઈ હોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર પ્રિયંકાનો નાનો ભાઈ સિદ્ધાર્થ શૅફ છે. તેણે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે.

રણવીર સિંહ-રિતિકા ભવનાની

બોલિવૂડના સૌથી એનર્જેટિક સ્ટાર રણવીર સિંહ પોતાની મોટી બહેન રિતિકાને માતા સમાન મને છે. રિતિક ઘણી જ ગ્લેમરસ તથા સ્ટાઇલિસ્ટ છે. જોકે, તે કેમેરા તથા લાઇમલાઇટથી દૂર રહે છે.

શાહરુખ ખાન-શહનાઝ લાલારુખ ખાન

શાહરુખ ખાનની બહેન શહનાઝ ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે. શહનાઝને કેમેરા તથા લાઇમલાઇટ પસંદ નથી.

ઐશ્વર્યા રાય-આદિત્ય રાય

ઐશ્વર્યા તથા આદિત્ય એકબીજાના ઘણાં જ નિકટ છે. એશનો ભાઈ મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર છે. તેણે બહેન સાથે મળીને ફિલ્મ 'દિલ કા રિશ્તા' પ્રોડ્યૂસ કરી હતી.

ભૂમિ પેડનેકર-સમીક્ષા

'ટોઇલેટ એક પ્રેમકથા', 'પતિ પત્ની ઔર વો' જેવી ફિલ્મમાં જોવા મળેલી ભૂમિ અવારનવાર બહેન સમીક્ષા સાથે જોવા મળે છે. બંને બહેનોનો ચહેરો એકબીજાને મળતો આવે છે. ભૂમિની જેમ જ સમીક્ષા ગ્લેમરસ છે. જોકે, તે વકીલાતમાં પોતાની કરિયર બનાવવા માગે છે.

તાપસી પન્નુ-શગુન

સાઉથ સિનેમા તથા બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર તાપસીની બહેન શગુન વેડિંગ પ્લાનર છે. તે ઘણીવાર તાપસી સાથે જોવા મળે છે.