તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણમાં ફ્લોપ સ્ટાર પાવર:કમલ હાસનથી સયાની ઘોષ સુધી 5 રાજ્યોના ચૂંટણી પરિણામમાં કોઈ મોટા કલાકારનો જાદૂ ના ચાલ્યો, ગ્લેમર પર ભારે પડ્યો લોકલ મુદ્દો

મુંબઈ3 દિવસ પહેલાલેખક: મનિષા ભલ્લા
  • કૉપી લિંક
  • એક્ટર મોહન રામ, ખુશ્બુ સુંદર તથા ચિરંજીવી ચક્રવર્તી સાથે દિવ્ય ભાસ્કરની ખાસ વાતચીત

બંગાળ, અસમ, તમિળનાડુ તથા કેરલની વિધાનસભા ચૂંટણીનું અનેક રીતે વિશ્લેષણ થઈ રહ્યું છે, પરંતુ આ ચૂંટણી પરિણામોમાં એક વાત ખાસ રહી છે કે રાજકિય મુદ્દા તથા નેતાઓની સામે ફિલ્મી સ્ટાર્સની ચમક ફિક્કી રહી. બંગાળમાં રાજકીય પાર્ટીઓએ સૌથી વધારે સ્ટાર્સને રાજકીય અખાડામાં ઉતાર્યા હતા. સ્ટાર પ્રચારક પણ બનાવ્યા, પરંતુ અંતે લોકલ મુદ્દા તથા રાજકીય ચહેરા આગળ સ્ટાર પાવર સદંતર ફ્લોપ રહ્યો.

કમલની કારમી હાર
કમલ હાસન તમિળ સિનેમામાં લોકપ્રિય છે. એ વાત પણ જગજાહેર છે કે ભારતમાં તમિળનાડુ જેવી સિનેમાની દિવાનગી બીજે ક્યાંય જોવા મળતી નથી. જયલલિતા, એમ કરુણાનિધિ તથા એમ જી રામચંદ્રન બધા સિનેમામાંથી જ રાજકારણમાં આવ્યા હતા. આ વખતે ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બનનાર સ્ટાલિન પણ સિનેમામાંથી જ લોકપ્રિય થયા છે. આ ચૂંટણીમાં સ્ટાલિન બાદ સૌથી વધુ ચર્ચિત ચહેરો સ્ટાલિનનો દીકરો ઉદયગિરિ પણ એક્ટર છે.

કમલ હાસન તમિળ ફિલ્મનો દિગ્ગજ એક્ટર છે. 'એક દૂજે કે લિયે'થી લઈ 'ચાચી 420' સુધી હિંદી દર્શકોએ ઘણો જ પ્રેમ આપ્યો છે. કમલે ત્રણ વર્ષ પહેલાં પોતાની પાર્ટી મક્કલ નીડિ મેમ (જન ન્યાય પાર્ટી) બનાવી હતી. જયલલિતા તથા કરુણાનિધિના નિધન બાદ તમિળનાડુમાં એક વેક્યૂમ જોવા મળ્યું હતું અને આશા હતી કે કમલ કંઈક ચમત્કાર કરશે. જોકે, કમલ હાસન કોઈમ્બતૂર દક્ષિણની સીટ પર ભાજપના વનતિ શ્રીનિવાસ સામે હારી ગયા. તમિળનાડુમાં ભાજપ એવી કોઈ મોટી પાર્ટી નથી. છતાં કમલે હારનો સામનો કરવો પડ્યો. આ વાત સાબિત કરે છે કે ચાહકો કમલને માત્ર ફિલ્મમાં જોવા ઈચ્છે છે, તેને રાજનેત તરીકે પસંદ કરતા નથી.

રાજનીતિની બિરયાનીમાં સ્ટાર માત્ર બાસમતી ચોખા
તમિળ ફિલ્મના જાણીતા એક્ટર મોહને ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'કમલની હારથી કોઈને નવાઈ લાગી નથી. જો સારી બિરયાની બનાવવી છે તો બાસમતી ચોખા ઉપરાંત સારો કુક, મસાલા, વાસણો, તેલ, શાકભાજી, નોનવેજ બધુ જ જોઈએ. રાજનીતિમાં એક્ટર માત્ર બાસમતી ચોખા છે. જોકે, જીત માટે તેમને હજી વધારે જોઈએ. એમાં શંકાને સ્થાન નથી કે કમલ હાસન રાજનીતિના સારા બેટ્સમેન હતા, પરંતુ સામેનો પક્ષ સારો બોલર નીકળ્યો. કમલે હજી પણ જનતાનો વિશ્વાસ જીતવા માટે ઘણી જ મહેનત કરવી પડશે. કમલની જ પાર્ટીના એક્ટ્રેસ શ્રીપ્રિયા તથા એક્ટર સ્નેહન પણ ચૂંટણી હારી ગયા છે.

ભાજપ નેતા તથા એક્ટ્રેસ ખુશ્બુ
ભાજપ નેતા તથા એક્ટ્રેસ ખુશ્બુ

ખુશ્બુએ સ્વીકાર્યું- લોકપ્રિયતા ચૂંટણી જીતવાનો માપદંડ નહીં
કમલ હાસન ભાજપની સામે હાર્યા તો બીજી બાજુ ભાજપમાં થોડાં સમય પહેલાં સામેલ થનાર એક્ટ્રેસ ખુશ્બુ પણ ચૂંટણી હારી ગઈ છે. તે પોતાના સમયની લોકપ્રિય અભિનેત્રી હતી. 2010માં DMK સાથે ખુશ્બુએ પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. 2014-2020 સુધી ખુશ્બુ કોંગ્રેસ પાર્ટી સાથે હતી. ઓક્ટોબર, 2020માં કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ. ખુશ્બુએ ચેન્નઈના હજાર લાઈટ્સ વિસ્તારમાંથી ચૂંટણી લડી હતી.

ભાસ્કર સાથેની વાતચીતમાં ખુશ્બુએ કહ્યું હતું, 'મીડિયા અમને એક્ટર હોવાને કારણે મેગ્નિફાઈડ ગ્લાસથી જુએ છે. જોકે, આવું હોવું જોઈએ નહીં. અન્ય લોકો પણ ચૂંટણી હારી ગયા છે. જો અમે લોકપ્રિય છીએ તો લોકપ્રિયતા કોઈ ચૂંટણી જીતવાનો માપદંડ નથી. આ વખતે DMKની લહેર હતી, જેમાં કમલ હાસન જેવા સુપરસ્ટાર પણ પોતાની જગ્યા બનાવી શક્યા નહીં.' ખુશ્બુ એ વાતથી ખુશ છે કે કમલ હાસનને ભાજપના નેતાએ હરાવ્યા છે.

બંગાળમાં ભાજપના મોટાભાગના સેલેબ્સ હાર્યા
બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસથી થિયેટર એક્ટર બરતયા બસુ, ડિરેક્ટર રાજ ચક્રવર્તી, સિંગર અદિતી મુંશી, એક્ટર ચિરંજીવ, એક્ટર લવલી મિત્રા, થિયેટર એક્ટર નયના બંદોપાધ્યાય, ક્રિકેટર મનોજ તિવારી, પૂર્વ ફૂટબોલર બિદેશ બોસ, એક્ટર કંચન માલિક, ગાયક ઈન્દ્રનીલ સેન, એક્ટર જૂને માલિહાં ચૂંટણી જીત્યા છે. એક્ટર સયંતિકા બેનર્જી તથા કૌશાની મુખર્જી હારી ગયા છે.

ભાજપની ટિકિટ પર ચૂંટણી લડનાર સેલિબ્રિટીમાંથી માત્ર ફેશન ડિઝાઈનર અગ્નિમિત્રા પોલને બાદ કરતાં બાબુલ સુપ્રિયો, લોકેટ ચેટર્જી, યશ દાસગુપ્તા જેવા દિગ્ગજ એક્ટર તથા સિંગર ચૂંટણી હારી ગયા છે. બાબુલ સુપ્રિયો તો સાંસદ તથા કેન્દ્રિય મંત્રી છે. જોકે, મમતાની આંધીમાં તે જીતી શક્યા નહીં. બાબુલની સામે તૃણમૂલના અરૂપ વિશ્વાસ ચૂંટણી જીત્યા છે. અરૂપ વિશ્વાસના પ્રચાર માટે જયા બચ્ચન પણ ટોલીગંજ પહોંચ્યા હતા. બાબુલે કહ્યું હતું કે તેમના જયા બચ્ચન સાથે સારા સંબંધો છે અને આશા છે કે તે તેમના વિરુદ્ધ નહીં બોલે. જોકે, બાબુલનું આ જ નિવેદન તેમનામાં આત્મવિશ્વાસનો કેટલો અભાવ છે, તે બતાવતું હતું.

બંગાળી સુપરસ્ટાર ચિરંજીવ ચક્રવર્તી
બંગાળી સુપરસ્ટાર ચિરંજીવ ચક્રવર્તી

કારણ કે, વોટ દીદીના નામ પર પડ્યા
તૃણમૂલ કોંગ્રેસમાંથી ત્રીજીવાર ભવ્ય જીત મેળવનાર સુપરસ્ટાર ચિરંજીવ ચક્રવર્તીએ ભાસ્કરને કહ્યું હતું, '292 સીટમાંથી સ્પોર્ટ્સ તથા સિનેમામાંથી અમારા 16 ઉમેદવારો હતા. મોટાભાગના જીતી ગયા, પરંતુ ભાજપે જે કલાકારને ટિકિટ આપી હતી, તે તમામ હારી ગયા છે, કારણ કે બંગાળમાં વોટ દીદીના નામ પર પડ્યા છે. દીદી તમામ સભામાં કહેતા કે ઉમેદવારને ના જુઓ, મને જુઓ. 300થી વધુ ફિલ્મમાં કામ કરનાર ચિરંજીવએ કહ્યું હતું કે બંગાળના કલાકારોમાં રાજકીય ચેતના હંમેશાં રહી છે. સત્યજીત રે તથા બિમલ રોય જેવા ફિલ્મમેકર પોતાનું પોલિટિકલ સ્ટેન્ડ લેતા હતા.

મિથુનને સૌથી વધુ નુકસાનમાં
બંગાળ ચૂંટણી પહેલાં જ મિથુન ચક્રવર્તીએ પાર્ટી બદલી હતી. તૃણમૂલમાંથી રાજ્યસભા સાંસદ રહી ચૂકેલા મિથુને ભાજપમાં આવ્યા બાદ જે રીતે પોતાની રેલીમાં ભીડ ભેગી કરી હતી અને તેમને 'બંગાળનો દીકરો' એ રીતે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ચર્ચા હતી કે જો ભાજપને બહુમત મળશે તો મિથુનદા મુખ્યમંત્રી બની શકે છે. જોકે, મિથુનનો જાદુ ચાલ્યો નહીં. મુખ્યમંત્રી બનવાની લાલચમાં તેમણે રાજ્યસભાની સીટ પણ છોડી દીધી. મિથુને મમતાનો સાથ છોડ્યો, પરંતુ લોકોએ નહીં.

કોંગ્રેસ સાથે જોડાયેલા રાજકીય વિશ્લેષક ડૉ. અલીમુલ્લાહ ખાને કહ્યું હતું કે કેરળ જેવા રાજ્યમાં પણ એક્ટર સુરેશ ગોપી જેવા નેશનલ અવોર્ડ વિનર સ્ટાર ચૂંટણી હારી ગયા, કારણ કે જનતા ગ્રાઉન્ડ લેવલના મુદ્દા સમજી ગઈ છે. જનતા ચમક તથા મુદ્દાઓ વચ્ચેનો ફરક સમજી ગયા છે. લોકોને ખ્યાલ આવી ગયો છે કે તેમના માટે કોણ કામ કરશે અને કોણ જીત પછી ગાયબ થઈ જશે. આ પરિણામો પછી હવે મોટાભાગના રાજકીય પક્ષો સેલેબ્સને ટિકિટ આપતા પહેલાં એકવાર જરૂર વિચારશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો