પોર્નોગ્રાફી કેસ:ડાયમંડ રિંગથી લઈને બુર્જ ખલીફામાં ફ્લેટ સુધી રાજ કુંદ્રાએ શિલ્પાને આપી મોંઘી ગિફ્ટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ કુંદ્રાએ શિલ્પાને સગાઈ પર 20 કેરેટની રિંગ પહેરાવી હતી, જેની કિંમત ત્રણ કરોડની આસપાસ છે
  • રાજે શિલ્પા માટે યુકેમાં ‘રાજ મહેલ’ નામથી 7 બેડરૂમવાળો એક આલીશાન વિલા ખરીદ્યો હતો

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેનો પતિ રાજ કુંદ્રા હંમેશાં કોઈના કોઈ કારણોથી ચર્ચામાં રહે છે. બંનેની જોડી પણ ઘણી લોકપ્રિય છે. રાજ એક મોટો બિઝનેસમેન છે અને તે શિલ્પાને મોંઘી મોંઘી ગિફ્ટ આપવા માટે પણ ફેમશ છે. 20 કેરેટની રિંગથી લઈને બુર્જ ખલીફામાં ફ્લેટ સુધી રાજે, શિલ્પાને ઘણી મોંઘી ગિફ્ટ આપી છે. જાણો તેના વિશે...

રાજ કુંદ્રાની સોમવારે રાત્રે અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

20 કેરેટની ડાયમંડ રિંગ
શિલ્પા શેટ્ટી હંમેશાં પોતાની ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. રાજ કુંદ્રાએ શિલ્પાને સગાઈ પર 20 કેરેટની રિંગ પહેરાવી હતી, જેની કિંમત ત્રણ કરોડની આસપાસ છે.

બુર્જ ખલીફામાં ફ્લેટ
શિલ્પા શેટ્ટીને પોતાની એનિવર્સરી પર રાજે મોસ્ટ એક્સપેન્સિવ ગિફ્ટ મળી હતી. રાજે પોતાની પત્ની શિલ્પાને દુબઈ સ્થિત બુર્જ ખલીફાના 19મા માળે ફ્લેટ ગિફ્ટ કર્યો હતો. કેટલાક રિપોર્ટ્સના અનુસાર, 2016માં શિલ્પાએ આ પ્રોપર્ટીને બાદમાં વેચી દીધી.

યુકેમાં 7 બેડરૂમ વિલા
રાજ કુંદ્રાએ પત્ની શિલ્પા શેટ્ટી માટે એક બીજી મોંઘી પ્રોપર્ટી ખરીદી હતી. તેને યુકેમાં ‘રાજ મહેલ’ નામથી 7 બેડરૂમવાળો એક આલીશાન વિલા ખરીદ્યો હતો.

મુંબઈમાં સી-ફેસિંગ વિલા
એવું કહેવામાં આવે છે કે શિલ્પાનું સપનું હતું કે મુંબઈમાં એક સી-ફેસિંગ વિલા હોય અને આ સપનું તેના પતિ રાજ કુંદ્રાએ પૂરું કર્યું. તેની ફેમિલી સાથે મોટાભાગનો સમય તે અહીં પસાર કરે છે. તેના સી-ફેસિંગ વીલાનું નામ ‘Kinara’ છે.

લક્ઝરી કાર
રાજ કુંદ્રાએ શિલ્પા શેટ્ટી માટે ઘણી લક્ઝરી કાર પણ ગિફ્ટ કરી છે. તેમાં BMW Z4 પણ સામેલ છે. શિલ્પાની ગાડીઓ પણ ચર્ચામાં રહે છે.

પર્સનલ લાઈફની વાત કરીએ તો રાજ અને શિલ્પાને બે બાળકો છે. એક દીકરો અને એક દીકરી. દીકરાનું નામ વિયાન છે અને દીકરીનું નામ સમીશા છે. રાજ અને શિલ્પા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે.