સેલેબ્સના ભવ્ય ફાર્મહાઉસ:ધરમપાજીથી લઈ 'ભાઈજાન' સુધી, આ સ્ટાર્સ પાસે આલિશાન ફાર્મહાઉસ છે

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સલમાન ખાન પોતાનો બર્થડે ફાર્મહાઉસમાં જ સેલિબ્રેટ કરતો હોય છે

બોલિવૂડ સેલેબ્સના મુંબઈમાં રહેતા હોય છે, પરંતુ ઘણાં સ્ટાર્સે મુંબઈથી દૂર ફાર્મહાઉસ પણ લીધા હોય છે. ધર્મેન્દ્રથી સલમાન ખાન સહિતના આ સેલેબ્સ પાસે ભવ્ય ફાર્મહાઉસ છે.

બોલિવૂડ એક્ટર સલમાન ખાનનું ફાર્મહાઉસ પનવેલમાં આવેલું છે. 150 એકરમાં ફેલાયેલા આ ફાર્મહાઉસનું નામ અર્પિતા ફાર્મહાઉસ છે. સલમાન અહીંયા અવાર-નવાર આવે છે. તે દર વર્ષે અહીંયા બર્થડે સેલિબ્રેટ કરે છે. એક્ટર અહીંયા ખેતી પણ કરે છે.

ધર્મેન્દ્ર હાલમાં લોનાવલા સ્થિત ફાર્મહાઉસમાં રહે છે. ધર્મેન્દ્રનું ફાર્મહાઉસ લોનવલામાં 100 એકરમાં ફેલાયું છે. પર્વત તથા ઝરણાની વચ્ચે આ ફાર્મહાઉસ આવેલું છે. ધર્મેન્દ્રે ફાર્મહાઉસમાં તળાવ પણ બનાવેલું છે. અહીંયા તેમનો તબેલો પણ છે અને ઓર્ગેનિક ખેતી પણ કરે છે.

અજય દેવગન તથા કાજોલનું ફાર્મહાઉસ મુંબઈથી થોડેક દૂર કરજતમાં છે. 28 એકરમાં ફેલાયેલા આ ફાર્મહાઉસમાં અજય દેવગન ફળો તથા શાકભાજીની ઓર્ગેનિક ખેતી કરે છે.

આમિર ખાનનું પંચગનીમાં ફાર્મહાઉસ છે. આમિર ખાન અવારનવાર પરિવાર સાથે અહીંયા આવે છે.

અક્ષય કુમારનું ગોવામાં સી ફેસિંગ ફાર્મહાઉસ છે. અક્ષય દીકરી નિતારા તથા પત્ની ટ્વિંકલ સાથે અહીંયા વેકેશન મનાવવા માટે આવતો હોય છે.

સુનીલ શેટ્ટીનું ફાર્મહાઉસ ખંડાલામાં છે. 6200 સ્કેવર ફુટમાં ફેલાયેલું છે. પ્રાઇવેટ ગાર્ડન, સ્વિમિંગ પૂલ, 5 બેડરૂમ તથા કિચન છે.