તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020ની ફિલ્મ:'કુલી નંબર 1'થી લઈ 'લવ આજકલ 2' સુધી, આ વર્ષે રિલીઝ થયેલી આ ફિલ્મ્સ દર્શકોને કંટાળાજનક લાગી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

2020ના શરૂઆતના ત્રણ મહિના પછી મોટાભાગની ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. આમાંથી ઘણી એવી ફિલ્મ હતી, જેની દર્શકો આતુરતાથી રાહ જોતા હતા. જોકે, આ ફિલ્મે કોઈ કમાલ બતાવી નહીં. જાણીએ કઈ ફિલ્મે ચાહકોને નિરાશ કર્યાં.

કુલી નંબર 1

વરુણ ધવન તથા સારા અલી ખાનની 'કુલી નંબર 1' 25 ડિસેમ્બરના રોજ એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ ફિલ્મ 1995માં આવેલી 'કુલી નંબર 1'ની રીમેક છે. આ ફિલ્મમાં ગોવિંદા તથા કરિશ્મા લીડ રોલમાં હતાં. વરુણ-સારાની ફિલ્મ સ્ટ્રીમ થયા બાદ સોશિયલ મીડિયામાં ઘણી જ મજાક ઉડાવવામાં આવી છે. વરુણની એક્ટિંગ તથા કેટલાંક એક્શન સીન મજાકનો મુદ્દો બન્યો છે. ઓરિજિનલ ફિલ્મે ચાહકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું તો રીમેક દર્શકો માટે માથાનો દુખાવો સાબિત થઈ છે.

ખાલી પીલી

16 ઓક્ટોબરે સ્ટ્રીમ થયેલી 'ખાલી પીલી'માં ઈશાન ખટ્ટર તથા અનન્યા પાંડે લીડ રોલમાં હતાં. આ ફિલ્મ સ્ટાર કિડ્સના કાસ્ટિંગને કારણે તથા વિવાદિત સોંગ 'બિયોન્સે શર્મા જાયેંગી'ને કારણે વિવાદમાં આવી હતી. મકબૂલ ખાનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મને દર્શકોએ વખોડી કાઢી હતી.

સડક 2

આલિયા ભટ્ટ, સંજય દત્ત, આદિત્ય રોય કપૂરની 'સડક 2' ઘણી જ ડિસ અપોઈન્ટિંગ સાબિત થઈ હતી. આ ફિલ્મ મહેશ ભટ્ટના ડિરેક્શનમાં બનેલી 1991ની 'સડક'ની સીક્વલ હતી. આ ફિલ્મ અંગે ચાહકોને ઘણી જ આશા હતી. આ ફિલ્મની સોશિયલ મીડિયામાં ઘણી જ મજાક કરવામાં આવી હતી અને મીમ્સ શૅર કરવામાં આવ્યા હતા.

લવ આજ કલ 2

વર્ષ 2006માં રિલીઝ થયેલી 'લવ આજ કલ'ની રીમેક આ વર્ષે વેલેન્ટાઈન ડે પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કાર્તિક તથા સારા અલી ખાન લીડ રોલમાં હતાં. આ ફિલ્મ ફ્લોપ રહી હતી.

શિકારા

વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ 'શિકારા' કાશ્મીરી પંડિતો પર બનેલી છે. આ ફિલ્મમાં વાસ્તવિક મુદ્દાને બદલે લવ સ્ટોરી પર વધુ ફોકસ કરવામાં આવ્યું હતું. ફિલ્મ ઘણાં જ વિવાદ બાદ રિલીઝ થઈ હતી. જોકે, રિલીઝ બાદ આ ફિલ્મને સાવ મોળો પ્રતિસાદ મળ્યો હતો. અનેક મહત્ત્વના તથ્યોને મેકર્સે ધ્યાન ના આપ્યું હોવાથી દર્શકોને ફિલ્મ અધૂરી હોવાની લાગણી થઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો