તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ્સ લાઈફસ્ટાઈલ:સેલીના જેટલીથી લઈને આયેશા ટાકિયા સુધી, ફિલ્મી કરિયર ફ્લોપ હોવા છતાં આ બોલિવૂડ એક્ટ્રેસ લક્ઝરી લાઈફ જીવે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો પછી એક્ટિંગમાં કમબેક કરનારી સેલીના ઘણી બધી બ્રાંડ એન્ડોર્સમેન્ટનો ભાગ છે
  • અમુક વર્ષ પહેલાં મનીષા કોઈરાલાની કમાણી 80 કરોડ હતી

બોલિવૂડ સેલેબ્સ પોતાની ફિલ્મથી વધારે મોંઘી લાઈફસ્ટાઈલને લીધે ચર્ચામાં રહે છે. હાલમાં જ સાઉથ સુપરસ્ટાર અને બાહુબલી એક્ટર પ્રભાસે 6 કરોડની લક્ઝરી લેમ્બોર્ગીની કાર ખરીદી છે. એક્ટરની પોપ્યુલારિટી અને સફળતાનો અંદાજો તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ પરથી લગાવી શકાય છે, પરંતુ બોલિવૂડમાં ઘણા એવા સેલેબ્સ છે જેઓ ફ્લોપ બોલિવૂડ કરિયર હોવા છતાં લક્ઝરી લાઈફ જીવે છે. જાણીએ આ સેલેબ્સ કોણ છે?

સેલીના જેટલી​​​​​​​

વર્ષો પછી એક્ટિંગમાં કમબેક કરનારી સેલીના ઘણી બધી બ્રાંડ એન્ડોર્સમેન્ટનો ભાગ છે. આ ઉપરાંત તેના ભાડે આપેલા ઘરમાંથી વર્ષે લાખો રૂપિયાની આવક થાય છે.

મયુરી કાંગો

હોગી પ્યાર કી જીત, બેતાબી અને પાપા કહતે હૈ જેવી ફિલ્મમાં દેખાઈ ચૂકેલી મયુરી કાંગોએ થોડા જ વર્ષોમાં એક્ટિંગ કરિયર અલવિદા કહ્યું હતું. બોલિવૂડ છોડ્યા પછી એક્ટ્રેસે MBA કર્યું. હાલ તે ગુરુગ્રામની એક મોટી કંપનીમાં ચીફ કન્વર્ઝન ઓફિસર છે અને મોઘી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરી રહી છે.

અમૃતા અરોરા​​​​​​​​​​​​​​

ધ કોન ઈઝ ઓન, કમબખ્ત ઈશ્ક અને ટીમ જેવી ફ્લોપ ફિલ્મનો ભાગ રહી ચૂકેલી અમૃતા અરોરાએ તેના નાના કરિયરમાં થોડી જ હિટ ફિલ્મ કરી છે. એક્ટ્રેસનું કરિયર લાંબુ નહોતું પણ તે પોતાની ગર્લ ગેંગ સાથે અવાર-નવાર પાર્ટી કરતી દેખાય છે. એક્ટ્રેસે બિઝનેસમેન શકીલ લદાક સાથે લગ્ન કર્યા હતા જે તેની લક્ઝરી લાઈફનું એક કારણ છે.

આયેશા ટાકિયા​​​​​​​​​​​​​​

સોચા ના થા, શાદી નંબર 1, ડોર અને વોન્ટેડ જેવી ફિલ્મોમાં દેખાયેલી આયેશા ટાકિયા ઘણા વર્ષો પહેલાં ઇન્ડસ્ટ્રી છોડી ચૂકી છે. એક્ટ્રેસે નાના બોલિવૂડ કરિયરમાં હિટથી વધારે ફ્લોપ ફિલ્મ આપી છે. ફ્લોપ કરિયર હોવા છતાં તે લક્ઝરી લાઈફ જીવી રહી છે, તેનું કારણ તેનો પતિ ફરહાન આઝમી છે. ફરહાન દેશના સૌથી મોટા હોટેલિયર અને પોલિટિશિયન અબુ આઝમીનો દીકરો છે.

મનીષા કોઈરાલા​​​​​​​​​​​​​​

ઘણા વર્ષો પહેલાં બોલિવૂડ કરિયરથી દૂર થઈ ગયેલી મનીષા હાલ લક્ઝરી જિંદગી જીવી રહી છે. એક્ટ્રેસે આશરે 50 બોલિવૂડ ફિલ્મ કરી છે. અમુક વર્ષો પહેલાં તેની કમાણી 80 કરોડ હતી. એક્ટ્રેસ પાસે ભારત અને નેપાળમાં ઘણી મોટી પ્રોપર્ટી છે.

શમિતા શેટ્ટી

મોહબ્બતે ફિલ્મથી ડેબ્યુ કરનારી શમિતા શેટ્ટીએ ફિલ્મી કરિયરમાં ઘણી ફ્લોપ ફિલ્મ કરી છે. એક્ટ્રેસ ઘણીવાર દેશના સૌથી મોંઘા હોલિડે ડેસ્ટીનેશનમાં ફરતી દેખાય છે. તેનું કારણ બહેન શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો