પાર્ટીના શોખીન:આર્યન ખાન, ઇબ્રાહિમ ખાનથી લઈ બિગ બીની દોહિત્રી સુધી, આ પોપ્યુલર સ્ટારકિડ્સ પાર્ટી એનિમલ છે

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબેથી, આર્યન ખાન, (ઉપર) જાન્હવી કપૂર, (નીચે) નવ્યા નવેલી નંદા - Divya Bhaskar
ડાબેથી, આર્યન ખાન, (ઉપર) જાન્હવી કપૂર, (નીચે) નવ્યા નવેલી નંદા
  • આર્યન ખાન રેવ પાર્ટી કરતાં ઝડપાયો, સાત ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં

શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ક્રૂઝમાં ચાલતી હાઇપ્રોફાઇલ રેવ પાર્ટીમાં સામેલ થઈને ફસાયો છે. 2 ઓક્ટોબરની સાંજે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ આર્યનની અટકાયત કરી હતી અને પછી ધરપકડ કરી હતી. આર્યન હંમેશાંથી પાર્ટીનો શોખીન રહ્યો છે. આર્યન ઉપરાંત ઘણાં સ્ટારકિડ્સ પાર્ટીના શોખીન છે.

સુહાના ખાન

આર્યનની જેમ જ તેની નાની બહેન સુહાના (શાહરુખ-ગૌરીની દીકરી)ને ક્લબિંગ તથા પાર્ટીનો શોખ છે. ગર્લગેંગની સાથે તે અમેરિકા તથા મુંબઈમાં અવારનવાર પાર્ટી કરતી હોય છે. સુહાના સો.મીડિયામાં પાર્ટીની તસવીરો પણ શૅર કરતી હોય છે.

અનન્યા પાંડે

ચંકી પાંડેની દીકરી તથા બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે પણ અવારનવાર નાઇટ ક્લબમાં મિત્રો સાથે પાર્ટી કરતી હોય છે. અનન્યાની ગર્લગેંગમાં શનાયા કપૂર (અનિલ કપૂરના ભાઈ સંજય કપૂરની દીકરી) તથા સુહાના ખાન સામેલ છે.

શનાયા કપૂર

ટૂંક સમયમાં કરન જોહરની ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરનાર સંજય કપૂરની દીકરી શનાયા પણ અનેકવાર પાર્ટી માણતા જોવા મળી છે.

નવ્યા નવેલી નંદા

અમિતાભ બચ્ચનની દૌહિત્રી નવ્યા લાઇમલાઇટથી દૂર રહે છે. નવ્યાએ એક્ટિંગને બદલે ફેમિલી બિઝનેસમાં આગળ વધવાનું નક્કી કર્યું છે. નવ્યા પણ પાર્ટીની શોખીન છે.

જાન્હવી કપૂર

દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી તથા બોની કપૂરની મોટી દીકરી જાન્હવી કપૂર પણ પાર્ટીની શોખીન છે. જાન્હવી અવારનવાર પોતાના ગ્રુપ સાથે પાર્ટી કરતી જોવા મળે છે.

ઈબ્રાહિમ અલી ખાન પટૌડી

સૈફ અલી ખાન તથા અમૃતા સિંહનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન પણ અવારનવાર ક્લબિંગ કરતો જોવા મળે છે. તે મિત્રો સાથે ઘણીવાર ક્લબની બહાર જોવા મળ્યો છે.