તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્ન પર કોરોનાનું સંકટ:આલિયા-રણબીરથી લઈ રાહુલ વૈદ્ય-દિશા પરમાર સુધી, કોરોનાની બીજી લહેરને કારણે આ સેલેબ્સના લગ્ન અટક્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલાંક સેલેબ્સે 2020માં લગ્ન પોસ્ટપોન કરીને 2021માં લગ્ન કરવાનું પ્લાનિંગ કર્યું હતું
  • સેકન્ડ વેવને કારણે સેલેબ્સે 2021માં લગ્ન કરવાનું હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે

કોરોનાને કારણે 2020માં ઘણાં સેલેબ્સે પોતાના લગ્ન પોસ્ટપોન કર્યા હતા. તેમણે એવું વિચાર્યું હતું કે તેઓ 2021માં લગ્ન કરશે. જોકે, કોરોનાની બીજી લહેરે તેમના આ પ્લાન પર પાણી ફેરવી દીધું છે. 2021માં પણ ઘણાં સેલેબ્સે લગ્ન હાલ પૂરતા ટાળી દીધા છે.

રણબીર કપૂર-આલિયા ભટ્ટ

2021ની શરૂઆતમાં રણબીર-આલિયાની સગાઈની ચર્ચા થતી હતી. બંને પરિવારો સાથે રણથંભોરમાં વેકેશન મનાવવા ગયા હતા. ચર્ચા હતી કે બંને અહીંયા સગાઈ કરશે. જોકે, આવું કંઈ જ થયું નહીં. માનવામાં આવતું હતું કે રણબીર-આલિયા આ વર્ષે લગ્ન કરશે. ઈન્ટરવ્યૂમાં રણબીર કહ્યું પણ હતું કે જો કોરોના ના હોત તો તેણે 2020માં જ આલિયા સાથે લગ્ન કરી લીધા હોત. તેણે જલ્દીથી આલિયા સાથે લગ્ન કરવા માગે છે. જોકે, કોરોનાને કારણે આ વર્ષે પણ બંને લગ્ન ના કરે તેવી શક્યતા છે.

અલી ફઝલ-રિચા ચઢ્ઢા

રિચા તથા અલી ગયા વર્ષે એપ્રિલમાં લગ્ન કરવાના હતા. જોકે, તે સમયે લૉકડાઉન હોવાને કારણે બંનેએ લગ્ન પોસ્ટપોન કરી દીધા હતા. આ સાથે જ અલીની માતાનું પણ અવસાન 2020માં થયું હતું. આ જ કારણે બંનેના લગ્ન થઈ શક્યા નહોતા. ચર્ચા હતી કે બંને 2021માં લગ્ન કરશે. જોકે, કોરોનાને કારણે હજી સુધી બંનેએ લગ્ન અંગે કોઈ પ્લાનિંગ કર્યું નથી.

દિશા પરમાર-રાહુલ વૈદ્ય

'બિગ બોસ 14'નો સ્પર્ધક રાહુલ વૈદ્યે શોમાં પોતાની પ્રેમિકા દિશા પરમારને પ્રપોઝ કરીને તમામને નવાઈમાં મૂકી દીધા હતા. શો પૂરો થયા બાદ રાહુલ તથા દિશા લગ્ન કરવા માગતા હતા. જોકે, કોરોનાની બીજી લહેરને કારણે તેમણે હાલ પૂરતા લગ્ન ના કરવાનું નક્કી કર્યું છે. રાહુલે કહ્યું હતું કે તે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં લગ્ન કરી શકે નહીં. હાલમાં રાહુલ કેપટાઉનમાં શો 'ખતરો કે ખિલાડી'નું શૂટિંગ કરી રહ્યો છે.

મુનીષા ખટવાણી-સમીર ઠાકુર

ટીવી સિરિયલ 'જસ્ટ મોહબ્બત'માં ચાઈલ્ટ આર્ટિસ્ટ તરીકે જોવા મળેલી મુનીષા ખટવાણી હવે જ્યોતિષ બની ગઈ છે. મુનીષા જૂન 2021માં પોતાના બોયફ્રેન્ડ સમીર ઠાકુર સાથે લગ્ન કરવા માગતી હતી. જોકે, કોરોનાને કારણે તેણે હાલ પૂરતા લગ્ન મોકૂફ રાખ્યા છે.

સાયંતની ઘોષ-અનુગ્રહ તિવારી

ટીવી એક્ટ્રેસ સાયંતની ઘોષે બે વાર લગ્ન ટાળ્યા છે. તે બોયફ્રેન્ડ અનુગ્રહ તિવારી સાથે નવેમ્બર, 2020માં લગ્ન કરવાની હતી. જોકે, કોરોનાને કારણે શક્ય બન્યું નહીં. ત્યારબાદ તેણે જૂન, 2021માં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જોકે, ફરીવાર તેણે લગ્ન ટાળી દીધા છે.

વૈશાલી ઠક્કર-ડૉ. અભિનંદન સિંહ હુંડલ​​​​​​​

'સસુરાલ સિમર કા' ફૅમ વૈશાલીની રોકા સેરેમની એપ્રિલમાં થઈ હતી. તે જૂનમાં ડૉ. અભિનંદન સાથે લગ્ન કરવાની હતી. જોકે, હવે બંનેએ આવતા વર્ષ સુધી લગ્ન ટાળી દીધા છે. તેણે કહ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં તે લગ્ન કરી શકે નહીં. તેને નથી લાગતું કે તે આ વર્ષે પોતાનું નવું જીવન શરૂ કરે. જો આવતા વર્ષે પરિસ્થિતિ સારી હશે તો જ તે લગ્ન કરશે.

શ્રીજીતા ડે-માઈકલ બ્લોહ્મ​​​​​​​

'ઉતરન' ફૅમ શ્રીજીતા તથા માઈકલ છેલ્લાં બે વર્ષથી એકબીજાને ડેટ કરે છે. બંને પહેલાં 2020માં લગ્ન કરવાના હતા. જોકે, કોરોનાને કારણે લગ્ન કરી શક્યા નહીં. ત્યારબાદ તેમણે 2021ની શરૂઆતમાં લગ્ન કરવાનું વિચાર્યું હતું. જોકે, તેમણે હવે પરિસ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી લગ્ન ના કરવાનો નિર્ણય કર્યો છે.