2020નું વર્ષ કોરોનાને કારણે દુનિયા માટે નિરાશજનક રહ્યું છે. કેટલાંક સ્ટાર્સે શૂટિંગ ના હોવાથી ફ્રી સમયમાં પોતાના માટે ઘરી ખરીદ્યું હતું. જાણીએ 2020માં ક્યા સ્ટાર્સે કરોડોની પ્રોપર્ટી ખરીદી?
આયુષ્માન ખુરાનાએ ચંદીગઢમાં ઘર ખરીદ્યું
આયુષ્માન ખુરાનાએ આ વર્ષે સેક્ટર 6, પંચકુલા, ચંદીગઢમાં પરિવાર માટે ઘર ખરીદ્યું હતું. આ ઘરની કિંમત અંદાજે 9 કરોડ રૂપિયા છે. આ ઘરમાં આયુષ્માન પત્ની, બે બાળકો, માતા-પિતા, ભાઈ અપાર શક્તિ અને તેના પરિવાર સાથે રહેશે.
અરશદ વારસીએ ગોવામાં વિલા ખરીદ્યો
અરશદ વારસીએ ગોવામાં પ્રાઈમ લોકેશન પર હેરિટેજ વિલા ખરીદ્યો હતો. આ વિલા વર્ષ 1875ની આસપાસ બનાવવામાં આવ્યો હતો. લૉકડાઉન શરૂ થાય તેના થોડાં દિવસ પહેલાં જ અરશદે આ વિલા લીધો હતો.
યામી ગૌતમે ડુપ્લેક્સ ખરીદ્યું
યામી ગૌતમે આ વર્ષે ચંદીગઢમાં ડુપ્લેક્સ ખરીદ્યું હતું. આ ડુપ્લેક્સ ઉપરાંત, 2016માં યામીએ 100 વર્ષ જૂનું એક ફાર્મ હાઉસ ખરીદ્યું હતું. આ ફાર્મહાઉસ 25 એકરમાં ફેલાયેલું છે અને તે હિમાચલ પ્રદેશમાં છે.
વિક્રાંત મૈસીએ મુંબઈમાં ઘર ખરીદ્યુ
'મિર્ઝાપુર'માં બબલુનું પાત્ર ભજવીને લોકપ્રિય થનાર વિક્રાંતે આ વર્ષે લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ શીતલ સાથે અચાનક સગાઈ કરીને ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. દિવાળીના સમયે વિક્રાંતે મુંબઈમાં પોતાનું નવું ઘર ખરીદ્યું હતું. વિક્રાંત હજી સુધી આ ઘરમાં શિફ્ટ થયો નથી. હાલમાં આ ઘરમાં ઈન્ટિરિયરનું કામ ચાલે છે.
આલિયા ભટ્ટે પ્રેમીની બિલ્ડિંગમાં અપાર્ટમેન્ટ લીધું
હાલમાં જ આલિયા ભટ્ટે મુંબઈના બાંદ્રામાં આવેલા વાસ્તુ પાલી હિલ કોમ્પ્લેક્સમાં 2460 સ્કેવફૂટનું અપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. આ ઘરની કિંમત અંદાજે 32 કરોડ રૂપિયા છે. બાંદ્રાની આ જ બિલ્ડિંગમાં રણબીર કપૂર રહે છે. આલિયાના નવા ઘરનું ઈન્ટિરિયર ગૌરી ખાન કરે છે. આલિયા પાસે જુહૂ તથા લંડનમાં એક-એક ઘર છે.
રીતિક રોશને બે ઘર ખરીદ્યા
જુહુમાં સી ફેસિંગ એપાર્ટમેન્ટ બાદ રીતિકે આ વર્ષે બે નવા ખરીદ્યા છે. બંને ઘર જુહૂ-વર્સોવા લિંક રોડની મન્નત બિલ્ડિંગના 14, 15 તથા 16મા માળે છે. આ ઘર 38 હજાર સ્કેવરફૂટના છે. આ ઘરની કિંમત અંદાજે 100 કરોડ રૂપિયા હોવાનું ચર્ચાય છે. બે ઘરમાંથી એક ઘર ડુપ્લેક્સ તથા એક ઘર પેન્ટહાઉસ છે. રીતિક આ બંને ઘરને ભેગા કરીને એક મેન્શન બનાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.