તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક-4 થતા વર્કિંગ મોડમાં સેલેબ્સ:અક્ષય કુમાર, આર માધવન શૂટિંગ માટે વિદેશ ગયા, અભિષેક બચ્ચન અને સૈફ અલી ખાન ઘરેથી કામ કરી રહ્યા છે

એક વર્ષ પહેલાલેખક: અમિત કર્ણ
અક્ષય કુમાર ‘બેલ બોટમ’ના શૂટિંગમાં વ્યસ્ત છે, અભિષેક બચ્ચન ‘બ્રીધ 2’  પર કામ કરી રહ્યો છે - Divya Bhaskar
અક્ષય કુમાર ‘બેલ બોટમ’ના શૂટિંગમાં વ્યસ્ત છે, અભિષેક બચ્ચન ‘બ્રીધ 2’ પર કામ કરી રહ્યો છે

કોરોના કાળમાં અનલોક-4 શરુ થવાની સાથે બોલિવૂડ સેલેબ્સ પોતાના પ્રોજેક્ટ પૂરા કરવામાં વ્યસ્ત થઇ ગયા છે. ઘણા એક્ટર અને એક્ટ્રેસ દેશના અલગ-અલગ શહેરમાં શૂટિંગ કરી રહ્યા છે, તો ઘણા વિદેશ જતા રહ્યા છીએ. કેટલાક ઘરેથી કામ કરી રહ્યા છે.

અક્ષય કુમાર પોતાની ફિલ્મ ‘બેલ બોટમ’નું શૂટિંગ સ્કોટલેન્ડમાં કરી રહ્યો છે. તેની સાથે વાણી કપૂર, હુમ કુરેશી અને લારા દત્તા પણ છે. આર માધવન અને એલી અબરામ દુબઈમાં વેબ શો ‘સેવન્થ સેન્સ’નું શૂટિંગ કરી રહ્યા છે. તેમની સાથે આશરે 100 લોકોની ટીમ છે.

શાહરુખ ખાન રાજકુમાર હિરાનીની નેક્સ્ટ ફિલ્મના શૂટિંગ માટે કેનેડા જઈ શકે છે. આમિર ખાન કેટલાક દિવસ પહેલાં તુર્કીમાં પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કરીને પરત આવ્યો છે.
શાહરુખ ખાન રાજકુમાર હિરાનીની નેક્સ્ટ ફિલ્મના શૂટિંગ માટે કેનેડા જઈ શકે છે. આમિર ખાન કેટલાક દિવસ પહેલાં તુર્કીમાં પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કરીને પરત આવ્યો છે.

તાપસી પન્નુ 15 દિવસથી જયપુરમાં છે
તાપસી અને વિજય સેતુપતિ 15 દિવસથી જયપુરમાં એક સાઉથ ઇન્ડિયન ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે, આ યુનિટની સાથે 100 લોકોની એક ટીમ છે. દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડે ગોવામાં છે. તેમની ફિલ્મના ડિરેક્ટર શકુન બત્રા છે.

કરીના કપૂર પ્રેગ્નન્ટ હોવા છતાં મુંબઈમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે પોતાના ભાગનું શૂટિંગ કરી રહી છે. તેના બેબી બંપને ગ્રાફિક્સની મદદથી છુપાવવામાં આવશે.
કરીના કપૂર પ્રેગ્નન્ટ હોવા છતાં મુંબઈમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે પોતાના ભાગનું શૂટિંગ કરી રહી છે. તેના બેબી બંપને ગ્રાફિક્સની મદદથી છુપાવવામાં આવશે.

આ સ્ટાર ટૂંક સમયમાં દેશમાં જ શૂટિંગ કરશે
જ્હોન અબ્રાહમ બે ફિલ્મોના શૂટિંગ માટે લખનઉં અને હૈદરાબાદ જઈ શકે છે. કંગના રનૌત ઓક્ટોબર પછી ચેન્નાઈ જઈને જયલલિતાની બાયોપિક ‘થલાઈવી’નું શૂટિંગ કરશે. એ પછી તે મુંબઈમાં ધાકડ નું શૂટિંગ શરુ કરશે. વિદ્યા બાલન ઓક્ટોબરમાં મધ્યપ્રદેશના બાલાઘાટ પર જઈ શકે છે. અહિ તે શેરનીનું શૂટિંગ શરુ કરશે. ટૂંક સમયમાં રણવીર સિંહ પણ પોતાની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ શરુ કરશે.

મુંબઈના સ્ટુડિયોમાં શૂટિંગ ચાલુ
સંજય દત્તે હાલમાં એક સ્ટુડિયોમાં ‘શમશેરા’નું શૂટિંગ પૂરું કર્યું. રણબીર કપૂર પણ આ ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યો છે. આલિયા ભટ્ટ ‘બ્રહ્માસ્ત્ર’ માટે ડબિંગ શરુ કરી ચૂકી છે. એ પછી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’ માટે શૂટિંગ શરુ કરશે. સલમાન ખાન ઓક્ટોબરમાં મહબૂબ સ્ટુડિયોમાં પોતાની ફિલ્મ ‘રાધે’નું શૂટિંગ કરી શકે છે.

આ સેલેબ્સ હાલ ઘરેથી કામ કરી રહ્યા છે
સૈફ અલી ખાને હાલમાં જ ‘બંટી ઔર બબલી 2’નું શૂટિંગ પૂરું કર્યું છે. હવે તે અલી અબ્બાસ ઝફરના વેબ શો દિલ્હી માટે ઘરેથી ડબિંગ કરી રહ્યો છે. મનોજ બાજપેયી હાલ ઘરે જ સ્ક્રિપ્ટ મગાવીને રીડિંગ કરી રહ્યો છે.

એમઝોન પ્રાઈમ વીડિયોની વેબ સિરીઝ ‘બ્રીધ 2’નાં ડબિંગ માટે બહાર જવા પર અભિષેક બચ્ચન કોરોના સંક્રમિત થયો હતો. એ પછી એમેઝોન તરફથી તે ઘરેથી ડબિંગ કરી શકે તેવું ડિવાઈસ આપ્યું છે.
એમઝોન પ્રાઈમ વીડિયોની વેબ સિરીઝ ‘બ્રીધ 2’નાં ડબિંગ માટે બહાર જવા પર અભિષેક બચ્ચન કોરોના સંક્રમિત થયો હતો. એ પછી એમેઝોન તરફથી તે ઘરેથી ડબિંગ કરી શકે તેવું ડિવાઈસ આપ્યું છે.
અન્ય સમાચારો પણ છે...