તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાદીના નિધનથી દુઃખી એક્ટ્રેસ:નવ્યા નંદા, ઈશાન ખટ્ટર સહિતના મિત્રોએ અનન્યા પાંડેને સાંત્વના પાઠવી, મલાઇકા-કરિશ્મા કપૂર આવ્યાં

મુંબઈ12 દિવસ પહેલા
  • 85 વર્ષની ઉંમરમાં ચંકી પાંડેની માતા સ્નેહલતાનું 10 જુલાઈના રોજ અવસાન થયું હતું

અભિનેતા ચંકી પાંડે અને યુવા સ્ટાર અનન્યા પાંડેનાં દાદી સ્નેહલતા પાંડેનું 10 જુલાઈ, શનિવારના રોજ 85 વર્ષની વયે અવસાન થયું હતું. ચંકી પાંડે, પત્ની ભાવના પાંડે ઉપરાંત મિત્ર દંપતી સમીર સોની- નીલમ કોઠારી વગેરેને સ્નેહલતા પાંડેની અંતિમવિધિ માટે આવી પહોંચ્યાં હતાં. જ્યારે સ્નેહલતાનું અવસાન થયું ત્યારે અનન્યા પાંડે ટોક શોના શૂટિંગમાં વ્યસ્ત હતી. જ્યારે તેને જાણ થઈ એટલે તે તરત જ આવી ગઈ હતી. દાદીના અવસાનથી અનન્યા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. પરિવારજનોએ તેને સાંત્વના આપી હતી. સ્નેહલતાની સ્મશાનયાત્રા તેમનાં બાન્દ્રા સ્થિત નિવાસસ્થાનેથી શરૂ થઈ હતી, અને અંતિમસંસ્કાર સાંતાક્રૂઝ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યા હતા. બીજા દિવસે એટલે કે 11 જુલાઈના રોજ પરિવારને સાંત્વના પાઠવવા માટે બોલિવૂડ સેલેબ્સ આવ્યા હતા.

કોણ કોણ આવ્યું?
અનન્યાના મિત્રો ઈશાન ખટ્ટર, શનાયા કપૂર, નવ્યા નવેલી નંદા આવ્યા હતા. આ ઉપરાંત બોલિવૂડ સ્ટાર્સ કરિશ્મા કપૂર, મલાઇકા અરોરા, સોહેલ ખાનની પત્ની સીમા ખાન, શત્રુધન સિંહા-પૂનમ સિંહા, પહલાજ નિહલાણી તથા અમૃતા અરોરા આવ્યા હતા.

અમિતાભ બચ્ચનની દૌહિત્રી નવ્યા નંદા
અમિતાભ બચ્ચનની દૌહિત્રી નવ્યા નંદા
નીલમ કોઠારી પતિ સમીર સોની સાથે
નીલમ કોઠારી પતિ સમીર સોની સાથે
શત્રુધ્ન સિંહા પત્ની પૂનમ સિંહા સાથે, પહલાજ નિહલાણી (ફિલ્મ પ્રોડ્યૂસર)
શત્રુધ્ન સિંહા પત્ની પૂનમ સિંહા સાથે, પહલાજ નિહલાણી (ફિલ્મ પ્રોડ્યૂસર)
મલાઈકા અરોરા
મલાઈકા અરોરા
સીમ ખાન (સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનની પત્ની)
સીમ ખાન (સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનની પત્ની)
કરિશ્મા કપૂર દીકરી સમાયરા સાથે
કરિશ્મા કપૂર દીકરી સમાયરા સાથે
અમૃતા અરોરા
અમૃતા અરોરા
ઈશાન ખટ્ટર
ઈશાન ખટ્ટર
અનિલ કપૂરના નાના ભાઈ સંજય કપૂરની દીકરી શનાયા કપૂર
અનિલ કપૂરના નાના ભાઈ સંજય કપૂરની દીકરી શનાયા કપૂર
કોરિયોગ્રાફર-ડિરેક્ટર ફરાહ ખાન
કોરિયોગ્રાફર-ડિરેક્ટર ફરાહ ખાન
ચંકી પાંડે
ચંકી પાંડે
અનન્યા પાંડે
અનન્યા પાંડે