તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવૂડમાં કોરોના:આમિર ખાનના સંપર્કમાં આવ્યા બાદ મિત્ર અમીન હાજીનો રિપોર્ટ પોઝિટિવ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આમિર ખાનનો મિત્ર તથા ફિલ્મમેકર અમીન હાજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમીનની ફિલ્મ 'કોઈ જાને ના' આ જ અઠવાડિયે રિલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે આમિર ખાન 'કોઈ જાને ના'ના સ્ક્રીનિંગ બાદ કોરોના પોઝિટિવ આવ્યો હતો. સ્ક્રીનિંગમાં આમિરની સાથે વિરાફ પટેલ પણ હતો. વિરાફ પણ કોરોના પોઝિટિવ થયો હતો અને તેની પ્રેમિકા સલોનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

'કોઈ જાને ના'ને આ અઠવાડિયે રિલીઝ કરવાની તૈયારી
અમીને કહ્યું હતું, 'ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, મેં મારી ફિલ્મ 'કોઈ જાને ના'નું પોસ્ટ પ્રોડક્શનનું કામ પૂરું કરી લીધું છે. આ રીતે અમે ફિલ્મને આ અઠવાડિયે રિલીઝ કરવાની તૈયારીમાં છીએ. હું તો બસ એટલી જ કામના કરતો હતો કે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ પૂરું કરી લઉં અને પછી મને કંઈ પણ થાય તો ફેર પડતો નથી. મારામાં કોરોનાના લક્ષણો નથી. આથી મને ખ્યાલ ના આવ્યો કે મને કોરોના છે. આ તો થવાનો જ હતો, કારણ કે ફિલ્મની સ્ક્રીનિંગમાં આમિર મારી સાથે જ હતો. પહેલાં આમિર પોઝિટિવ થયો, પછી ફિલ્મનો એક્ટર વિરાફ પટેલ અને હવે હું. અમે આ અઠવાડિયે ફિલ્મને રિલીઝ કરી રહ્યાં છીએ.'

2 એપ્રિલે મેકર્સની મીટિંગ
'કોઈ જાને ના' ઉપરાંત અન્ય બે સ્મોલ બજેટ ફિલ્મ પણ રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મ મેકર્સ રિલીઝ ડેટ ચેન્જ કરવા તૈયાર નથી. મોહિત ચઢ્ઢાની ફિલ્મ 'ફ્લાઈટ' 2 એપ્રિલે રિલીઝ થશે. શરમન જોષીની 'બબલુ બેચલર' પણ 16 એપ્રિલે રિલીઝ થશે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોના મતે, મેકર્સે 1000 સ્ક્રીન પર ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, 2 એપ્રિલે મેકર્સ આ અંગે મીટિંગ કરવાના છે.

બિનય મહેતા તથા ઉમેશ રાણાએ ફિલ્મ અંગે વાત કરી
ફિલ્મ 'આ ભી જાઓ પિયા'ના પ્રોડ્યૂસર બિનય મહેતા તથા ઉમેશ રાણાએ કહ્યું હતું કે કોરોનાને કારણે સ્થિતિ સારી નથી. મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય કેટલાંક રાજ્યોમાં પણ નાઈટ કર્ફ્યૂ છે. આવી પરિસ્થિતિમાં તે વેઈટ એન્ડ વૉચની સિચ્યુએશનમાં છે.

આ સ્ટાર્સ અત્યાર સુધીમાં કોરોનાની ચપેટમાં આવ્યા
અત્યારસુધી કાર્તિક આર્યન, આમિર ખાન, આર માધવન, રોહિત સરફ, રમેશ તૌરાની, મનોજ વાજપેયી, સિદ્ધાંત ચતુર્વેદી, મિલિંદ સોમણ, ફાતિમા સના ખાનનું નામ કોરોના પોઝિટિવમાં આવ્યું છે. આ સાથે જ સંજય લીલા ભણસાલી, રણબીર કપૂર તથા તારા સુતરિયા રિકવર થઈ ગયાં છે.