તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું અટકી ગઈ અક્ષય કુમારની ડીલ:ફોક્સ સ્ટાર સ્ટુડિયો હવે ઇન્ડિયામાં ફિલ્મ બિઝનેસ નહીં કરે, અક્ષય સાથે થયેલી ડીલની છેલ્લી ફિલ્મ બનવા પર સસ્પેન્સ

2 મહિનો પહેલા

ફોક્સ સ્ટાર સ્ટુડિયોએ ઇન્ડિયન ફિલ્મ બિઝનેસને અલવિદા કહ્યું છે. નવેમ્બર 2018માં કંપનીએ અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસ 'કેપ ઓફ ગુડ ફિલ્મ્સ' સાથે 3 ફિલ્મોની ડીલ કરી હતી. આ ડીલની પહેલી ફિલ્મ 2019માં આવેલી 'મિશન મંગલ' હતી. બીજી ફિલ્મ 'લક્ષ્મી' લોકડાઉનમાં થિયેટર બંધ હોવાના કારણે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. હવે આ ડીલની ત્રીજી ફિલ્મ કદાચ ન બની શકે.

'જોલી LLB 2' પછી ડીલ સાઈન થઇ હતી
બોલિવૂડ હંગામાએ સૂત્રોના હવાલે લખ્યું છે, 'અક્ષય કુમાર અને ફોક્સ સ્ટારે 2017માં આવેલી ફિલ્મ 'જોલી LLB 2'ની સફળતા પછી ત્રણ ફિલ્મોની ડીલ સાઈન કરી હતી પણ ત્યારે એ ખબર ન હતી કે ફોક્સને ડિઝની ઓફિશિયલી ખરીદી લેશે. હવે લાગે છે ડિઝની ભારતમાં ફિલ્મ પ્રોડક્શનને લઈને ઈન્ટરેસ્ટેડ નથી. ડિઝની ફિલ્મો સાથે જોડાયેલા અમુક અધિકારીઓને પોતાની પાસે રાખવાનું પસંદ કરે છે. તે ઇન્ડિયન આર્ટિસ્ટ્સ અને પ્રોડ્યુસર્સ સ્ટુડિયો પાસે આ આશા નથી રાખતા. હાલ અક્ષય સાથેની ડીલની ત્રીજી ફિલ્મને લઈને ડિઝનીએ કોઈ કમેન્ટ નથી કરી.'

અક્ષય બે વર્ષ માટે બુક
ટ્રેડ એક્સપર્ટનું કહેવું છે કે, 'અક્ષય કુમાર આગામી બે વર્ષ સુધી બુક છે. તેણે 'સૂર્યવંશી', 'બેલ બોટમ', 'પૃથ્વીરાજ' અને 'અતરંગી રે'નું શૂટિંગ પૂરું કરી લીધું છે. હવે તે 'બચ્ચન પાંડે', 'રક્ષાબંધન', 'રામ સેતુ', 'મિશન લાયન', યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મ વગેરેનું શૂટિંગ શરૂ કરશે.'

ફિલ્મ 'ગુડ ન્યૂઝ'ને એક વર્ષ પૂરું થયું
અક્ષયે 27 ડિસેમ્બરે ફિલ્મ 'ગુડ ન્યૂઝ'ની એનિવર્સરી પર સોશિયલ મીડિયા પર સોન્ગ 'સૌદા ખરા- ખરા'ના બિહાઇન્ડ ધ સીનનો વીડિયો શેર કર્યો હતો. તેણે લખ્યું હતું કે, 'જો મને આ વર્ષ (2020)ને ડિસ્ક્રાઇબ કરવાનું હોય, તો આ એકદમ આવું જ હોત.. કંઈક ઉતાર- ચડાવ. પણ આખરે આપણે તેને સંભાળવામાં સફળ રહ્યા. આશા છે કે આવનારું વર્ષ પોતાની સાથે ઘણી બધી 'ગુડ ન્યૂઝ' લાવશે.'

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો