તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુશાંત સિંહ રાજપૂતની મોટી બહેન શ્વેતા સિંહ કીર્તિએ આજે એટલે કે 14 ઓક્ટોબરના રોજ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિલીટ કર્યા હતા. આજે જ સુશાંતના મોતને ચાર મહિના પૂરા થયા છે. શ્વેતા ભાઈના મોત બાદથી સોશિયલ મીડિયામાં સતત ન્યાય માટેની ઝૂંબેશ ચલાવતી હતી.
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો
સુશાંતના મોતને ચાર મહિના પૂરા થતા શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર એક્ટરનો જૂનો વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું, સાચે જ પ્રેરણાદાયી. આ વીડિયોમાં સુશાંત કોઈ ફિલ્મ માટે ટ્રેનિંગ લેતો જોવા મળ્યો હતો. સુશાંત રનિંગ, સાયકલિંગ, જોગિંગ કરતો જોવા મળ્યો હતો.
શ્વેતાએ થોડાં દિવસ પહેલા આ ટ્વીટ કરી હતી
શ્વેતાની છેલ્લી ટ્વીટ પણ સુશાંતને લગતી હતી. તેણે કહ્યું હતું, 'જેમને સફળતાની આશા નથી અને નિષ્ફળાતનો થોડોક અંદેશો પણ મળે તો તેઓ છોડી દે છે. જોકે, મુશ્કેલ લોકો આવું ક્યારેય કરતા નથી.' શ્વેતાએ ભારપૂર્વક કહ્યું હતું કે આપણે બધા મજબૂત, પાવરફુલ છીએ તથા પોતાની શક્તિમાં જ વિશ્વાસ કરવાની જરૂર છે.
14 ઓક્ટોબરે 'મન કી બાત 4 SSR' કેમ્પેન ચલાવવાની વાત કરી હતી
શ્વેતાએ સોશિયલ મીડિયામાં એક ખાસ કેમ્પેન ચલાવવાની વાત કરી હતી. તેણે સુશાંતના ચાહકોને અપીલ કરી હતી કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો મેસેજ 'મન કી બાત' કહેશે. શ્વેતાએ ટ્વીટ કરીને કહ્યું હતું, 'Mann Ki Baat 4 SSR ન્યાય તથા સત્ય જાણવા માટે પોતાનો અવાજ ઉઠાવવાની સારી તક છે. અમે આ કેમ્પેન હેઠળ લોકોને ભેગા કરવા માગી છીએ કે જનતા ન્યાયની રાહમાં છે. જેમણે મને હંમેશાં સાથ આપ્યો તેવા મારા ટ્વિટર પરિવારનો હું આભાર વ્યક્ત કરવા માગું છું, '
વધુમાં શ્વેતાએ કહ્યું હતું, '14 ઓક્ટોબરના રોજ સવારે આઠથી રાતના આઠ સુધી સુશાંતના ચાહકો વડાપ્રધાનને 'મન કી બાત' પોર્ટલ પર રેકોર્ડેડ સંદેશાઓ મોકલશે. આ ઉપરાંત ફેસબુક, ટ્વિટર તથા ઈન્સ્ટાગ્રામ પર મેસેજ લખીને PMO તથા PMને ટૅગ કરે.
શ્વેતા અમેરિકામાં રહે છે
શ્વેતા અમેરિકામાં રહે છે. સુશાંતના મોતના બે દિવસ બાદ તે અમેરિકાથી ભારત આવી હતી. ભારત આવ્યા બાદથી શ્વેતાએ સોશિયલ મીડિયામાં અલગ-અલગ રીતે સુશાંતને ન્યાય અપાવવાની વાત કરી હતી. શ્વેતાએ સુશાંતના પચાસ સપનાઓમાંથી એક સપનું એવું એક હજાર વૃક્ષો વાવવાનું સપનું પૂરું કર્યું હતું. શ્વેતા નિયમિત રીતે સોશિયલ મીડિયામાં સુશાંતના જૂના વીડિયો પોસ્ટ કરતી હતી.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.