તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવૂડમાં ડ્રગ્સ:કરન જોહરની કંપનીના પૂર્વ પ્રોડ્યૂસરને જામીન મળ્યા, પાસપોર્ટ પણ જમા કરાવવો પડશે

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધર્મા પ્રોડક્શનના પૂર્વ એક્ઝીક્યૂટીવ પ્રોડ્યૂસર ક્ષિતિજ રવિ પ્રસાદને NDPS કોર્ટે ગુરુવાર, 26 નવેમ્બરના રોજ 50 હજાર રૂપિયાના બોન્ડ સાથે જામીન આપ્યા હતા. ડ્રગ્સ કેસમાં ક્ષિતિજની 26 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે જામીન આપવાની સાથે જ ક્ષિતિજને પોતાનો પાસપોર્ટ પોલિસ સ્ટેશનમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. જોકે, અન્ય એક ડ્રગ્સ કેસમાં ક્ષિતિજની ધરપકડ થઈ હોવાને કારણે તે હાલમાં જેલમાં જ રહેશે. આ કેસની આગામી સુનાવણી ત્રણ ડિસેમ્બરના રોજ થશે.

જેલમાં રહ્યાં બાદ ફરીવાર ધરપકડ થઈ હતી
ડ્રગ્સ કેસમાં NCBએ જેલમાં બંધ ક્ષિતિજ પ્રસાદની બીજીવાર ધરપકડ કરી હતી. ક્ષિતિજની સાથે સાથે અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનરના ભાઈની પણ ધરપકડ કરી હતી. બંનેની નાઈઝીરિયન ડ્રગ્સ સિન્ડિકેટ સાથે જોડાયેલા એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

ક્ષિતિજે NCB પર ગંભીર આક્ષેપો કર્યા હતા
ક્ષિતિજના ઘરે પણ NCBએ દરોડા પાડ્યા હતા અને બહુ ઓછી માત્રામાં ડ્રગ્સ મળી હતી. ક્ષિતિની પત્નીએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓને બાલકનીમાંથી સિગારેટ બટ્સ સિવાય કંઈ જ મળ્યું નહોતું તેમ છતાંય ક્ષિતિજને આખી રાત એજન્સીની ઓફિસમાં બેસાડી રાખવામાં આવ્યો હતો. ક્ષિતિજે કહ્યું હતું કે એન્ટી ડ્રગ્સ એજન્સીના અધિકારીઓએ તેની સાથે ગેરવર્તણૂક કરી હતી અને બોલિવૂડ એક્ટર્સ ડીન મોરયા, અર્જુન રામપાલ, રણબીર કપૂરનું નામ લેવા માટે દબાણ કર્યું હતું.

કરને ક્ષિતિજ સાથે નામ જોડવા પર નારાજગી પ્રગટ કરી હતી
ક્ષિતિજ સાથે નામ જોડાતા કરન જોહરે ટ્વિટર પર એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. તેણે કહ્યું હતું, 'ના હું ડ્રગ્સ લઉં છું અને ના પ્રમોટ કરું છું. મારા તથા મારા પરિવર અંગે, સાથી તથા ધર્મ પ્રોડક્શન અંગે જે પણ વાતો કરવામાં આવી રહી છે તે બકવાસ છે.'

અન્ય સમાચારો પણ છે...