લલિત મોદી અને સુષ્મિતા સેન અલગ થયાં હોવાની અટકળો:IPLના પૂર્વ ચેરમેને સોશિયલ મીડિયામાંથી હટાવ્યું સુષ્મિતાનું નામ; DP પણ બદલ્યું

20 દિવસ પહેલા

IPLના પૂર્વ ચેરમેન લલિત મોદીએ થોડાંક મહિના પહેલાં એક્ટ્રેસ સુષ્મિતા સેનની સાથે પોતાના સંબંધને ઓફિશિયલ કર્યા હતા, પરંતુ હવે બંનેનું બ્રેકઅપ થયું હોવાની અટકળોએ જોર પકડ્યું છે. હકિકતમાં લલિત મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલના બાયોમાંથી સુષ્મિતાનું નામ હટાવી દીધું છે. આ સાથે જ મોદીએ સુષ્મિતા સાથેની ડિસ્પ્લે પિક્ચર પણ બદલી નાખી છે.

તેમના બાયોમાં હવે ફક્ત IPL ફાઉન્ડર અને મૂન લખેલું છે. જેને જોઈને યૂઝર્સ અટકળો લગાવી રહ્યાં છે કે બંનેના સંબંધ તૂટી ગયા છે. જો કે સુષ્મિતા અને લલિતે હજુ સુધી આ અંગે કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ નિવેદન નથી આપ્યું.

ઈન્સ્ટાગ્રામ પર લગાવી હતી સુષ્મિતાની સાથે પ્રોફાઈલ પિક્ચર
લલિતે ગત મહિને પોતાના પ્રોફાઈલ ફોટો બદલી હતી. આ ફોટોમાં તેમની સાથે સુષ્મિતા સેન પણ હતી. જે બાદ લલિતે ઈન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું હતું, 'ફાઈનલી નવા જીવનની શરૂઆત, પાર્ટન ઈન ક્રાઈમ, 'માઈ લવ' સુષ્મિતા સેનની સાથે' મોદીએ સાથે સુષ્મિતાનું ઈન્સ્ટા એકાઉન્ટને પણ ટેગ કર્યું હતું.

લલિત મોદીએ સંબંધોની જાહેરાત કરી હતી.
લલિત મોદીએ સંબંધોની જાહેરાત કરી હતી.

રોહમોન શૉલ છે લલિત-સુષ્મિતાના બ્રેકઅપનું કારણ?
લલિત અને સુષ્મિતાના સંબંધ તૂટવાનું સૌથી મોટું કારણ તેનો એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલને ગણાવવામાં આવી રહ્યો છે. બંનેના બ્રેકઅપ પછી પણ વારંવાર પાર્ટી કરતાં સ્પોટ થયા હતા. હાલમાં જ રોહમને સુષ્મિતાની દીકરીના બર્થ ડે સેલિબ્રેશન પર પહોંચ્યો હતો. તો થોડાં દિવસ પહેલાં તે સુષ્મિતાની માના જન્મદિવસના રોજ પણ જોવા મળ્યો હતો.

રોહમન-સુષ્મિતાના અઢી વર્ષના અફેયર પછી ગત વર્ષે ડિસેમ્બરમાં બ્રેકઅપ થયું હતું. તે સમયે બંને લિવ-ઈનમાં રહેતા હતા. રોહમન-સુષ્મિતાથી 16 વર્ષ નાનો છે.

સુષ્મિતાના રહ્યાં 11થી વધુ અફેયર
સુષ્મિતા સેનનું નામ અત્યારસુધીમાં અનેક લોકો સાથે જોડાયું છે. તેના 11થી વધુ લોકોની સાથે અફેયર રહ્યાં છે. રોહમન ઉપરાંત તેનું નામ વિક્રમ ભટ્ટ, રણદીપ હુડ્ડા, વસીમ અકરમ, સંજય નારંગ, બંટી સચદેવ જેવા અનેક લોકોની સાથે જોડાયું હતું.

અન્ય સમાચારો પણ છે...