તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રિકેટરની બાયોપિક:'લવ ફિલ્મ્સ' સૌરવ ગાંગુલીની બાયોપિક પ્રોડ્યૂસ કરશે, પૂર્વ કેપ્ટને પોસ્ટ શૅર કરીને જાહેરાત કરી

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિક અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ગુરુવાર, 9 સપ્ટેમ્બરના રોજ સૌરવે સો.મીડિયામાં બાયોપિકની જાહેરાત કરી હતી. આ સાથે જ તેણે કહ્યું હતું કે લવ ફિલ્મ્સ તેની બાયોપિક બનાવી રહ્યું છે.

સૌરવે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'ક્રિકેટ મારું જીવન રહ્યું છે. ક્રિકેટે મારું માથું ઊંચુ કરીને આગળ વધવાનો આત્મવિશ્વાસ તથા ક્ષમતા આપી છે. આ જર્નીને યાગ કરી શકાય છે. લવ ફિલ્મ્સ મારી જર્ની પર બાયોપિક બનાવશે અને સ્ક્રિન પર જીવંત કરશે. આ વાતથી રોમાંચિત છું.'

રણબીર કપૂર લીડ રોલ પ્લે કરે તેવી શક્યતા
સૌરવની બાયોપિકનું બજેટ 200-250 કરોડ રૂપિયા હશે. ચર્ચા છે કે સૌરવના રોલ માટે રણબીર કપૂર પહેલી પસંદ છે.

લવ રંજન ડિરેક્ટ કરે તેવી શક્યતા
માનવામાં આવે છે કે લવ રંજન આ ફિલ્મને ડિરેક્ટ કરશે. આ પહેલાં મોહમ્મદ અઝહરુદ્દીન, મહેન્દ્ર સિંહ ધોની પર બાયોપિક બની ચૂકી છે. સચિન તેંડુલકરની કરિયર પર ડોક્યૂમેન્ટ્રી બનાવવામાં આવી છે.

ફિલ્મમાં શું હશે?
ફિલ્મમાં સૌરવ ગાંગુલીની જર્ની અંગે વાત કરવામાં આવશે, જેમાં યુવા ક્રિકેટરથી લઈ ઇન્ડિયન નેશનલ ટીમના કેપ્ટન સુધીની સફર સામેલ છે. ફિલ્મમાં એ પણ બતાવવામાં આવશે કે સૌરવ કેવી રીતે BCCIનો પ્રેસિડન્ટ બન્યો. સૌરવના અંગત જીવનમાં આવેલા ચઢાવ-ઉતારની વાત પણ ફિલ્મમાં હશે.