ગોરખા:સેનાના પૂર્વ અધિકારીએ અક્ષય કુમારની ફિલ્મ‘ગોરખા’ના પોસ્ટરમાં ભૂલ બતાવી, એક્ટરે તરત ભૂલ સ્વીકારીઆભાર માન્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક પૂર્વ ગોરખા અધિકારીએ અક્ષયના પોસ્ટરમાં ભૂલ બતાવી
  • અગાઉ સૂર્યવંશીમાં પણ અક્ષયે પોતાની ભૂલ સ્વીકારી હતી

અક્ષય કુમાર ગોરખામાં મહાન યુદ્ધા મેજર જનરલ ઈયાન કાર્ડોઝોની ભૂમિકા નિભાવશે. તેણે 15 ઓક્ટોબરના રોજ પોસ્ટર શેર કરીને ફિલ્મની જાહેરાત કરી હતી. અક્ષય દ્વારા પોસ્ટર શેર કર્યા બાદ એક પૂર્વ ગોરખા અધિકારી, મેજર માણિક એમ જોલીએ જણાવ્યું કે પોસ્ટરમાં ઉપયોગ કરવામાં આવેલી ખુકરી યોગ્ય નથી. તેમણે લખ્યું, પ્રિય અક્ષય કુમાર, એક પૂર્વ ગોરખા અધિકારીના રૂપમાં આ ફિલ્મ બનાવવા માટે ધન્યવાદ. જો કે, વિવરણ મહત્ત્વનું રાખે છે. કૃપા ખુકરીને યોગ્ય કરો. તેજ ધાર બીજી તરફ છે. આ તલવાર નથી. ખુકરી બ્લેડના અંદર ભાગથી ટકરાય છે.

અક્ષયે તરત તેમણે જવાબ આપ્યો અને લખ્યુ, પ્રિય મેજર જોલી આ તરફ ધ્યાન દોરવા માટે તમારો આભાર. અમે ફિલ્માંકન કરતી વખતે વધારે ધ્યાન રાખીશું. હું ગોરખા બનવા પર ગર્વ અનુભવી રહ્યો છું.

દશેરાના દિવસે પોસ્ટર રિલીઝ કર્યું હતું
અતરંગી રે અને રક્ષા બંધન બાદ, અક્ષય કુમાર અને આનંદ એલ રાયની ત્રીજી ફિલ્મ ગોરખાનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. તે ભારતીય સેનાની ગોરખા રેજિમેન્ટ 5મી ગોરખા રાઈફલ્સના એક મહાન ઓફિસર મેજર જનરલ ઈયાન કાર્ડોઝોના જીવન પર આધારિત છે. ફિલ્મનું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંજય પુરન સિંહ ચૌહાન કરશે. ઈયાન કાર્ડોઝોની વાત કરીએ તો તેમણે 1962, 1965ના યુદ્ધમાં ખાસ કરીને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં લડાઈ લડી હતી.

અગાઉ સૂર્યવંશીમાં પણ અક્ષયે પોતાની ભૂલ સ્વીકારી હતી
અક્ષયે સો.મીડિયામાં ફિલ્મના સેટની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'આખો પરિવાર આજે શ્રી ઉદ્ધવ ઠાકરેનો આભાર માને છે. મહારાષ્ટ્રમાં 22 ઓક્ટોબરથી સિનેમા હૉલ ફરીથી શરૂ કરવાની પરવાનગી આપવા બદલ તમારો આભારી છું. હવે કોઈના રોકવાથી રોકાશે નહીં, આ રહી હૈ પોલીસ...' આ તસવીરમાં રણવીર સિંહ ટેબલ પર બેઠો છો, જ્યારે અજય દેવગન, અક્ષય કુમાર તથા રોહિત શેટ્ટી ઊભા છે.

આ પોસ્ટ પર આર કે વિજે કહ્યું હતું, 'ઇન્સ્પેક્ટર સાહેબ બેઠા છે અને SP (સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ) ઊભા છે, આવું નથી હોતું...'

અક્ષયે ચોખવટ કરી
અક્ષયે આ પોસ્ટ પર જવાબ આપતા કહ્યું, 'આ તો બિહાઇન્ડ ધ સીન છે. અમારા જેવા કલાકારો જ્યારે કેમેરો ઓન થાય એટલે એકદમ પ્રોટોકોલમાં આવી જઈએ છીએ. આપણા મહાન પોલીસ દળોને હંમેશાં માટે આદર. આશા છે કે તમે જ્યારે ફિલ્મ જોશો તો તમને પસંદ આવશે.'