તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
AIIMSની ફોરેન્સિક ટીમે સુશાંત ડેથ કેસમાં તેનો નિર્ણય આપીને જણાવી દીધું છે કે આ ક્લિયર કટ આત્મહત્યા છે. હવે બીજી બાજુ તેનાં બેન્ક ખાતાંના ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં પણ કઈ શંકાસ્પદ નથી મળ્યું. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, સુશાંતનાં બધાં બેન્ક ખાતાંમાં છેલ્લાં 5 વર્ષ દરમિયાન 70 કરોડ રૂપિયાની આપ-લે થઈ છે, એમાં માત્ર 55 લાખ રૂપિયા જ રિયા ચક્રવર્તી સાથે જોડાયેલા મળ્યા છે. એમાં મોટા ભાગના ટ્રાવેલિંગ, સ્પા અને ગિફ્ટ ખરીદવામાં ખર્ચ થયા હતા.
CBI હવે આ એન્ગલથી કેસની તપાસ કરશે
આત્મહત્યાનો કેસ સ્પષ્ટ થયા બાદ CBI હવે તેનાં કારણોની તપાસ કરશે. એમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકનો રોલ, બોલિવૂડમાં પ્રોફેશનલ રાઈવલરી અને નેપોટિઝ્મ, નશીલી દવાઓનો દુરુપયોગ અને સુશાંતનું માનસિક સ્વાસ્થ્યના એન્ગલ સામેલ છે.
સુશાંતના પિતાએ 15 કરોડ રૂપિયાના ફ્રોડનો કેસ ફાઇલ કરાવ્યો છે
ડ્રગ્સ કેસમાં મુંબઈની ભાયખલા જેલમાં બંધ રિયા વિરુદ્ધ સુશાંતના પિતા કેકે સિંહે પટણામાં 15 કરોડ રૂપિયાનો ફ્રોડનો કેસ ફાઈલ કરાવ્યો હતો. ત્યાર બાદ EDએ મની લોન્ડરિંગનો કેસ ફાઈલ કર્યો હતો અને એક્ટ્રેસની ત્રણ વખત પૂછપરછ કરી. જોકે EDએ હજુ તેનો ફાઇનલ રિપોર્ટ જાહેર કર્યો નથી. આ કેસની તપાસ દરમિયાન રાજપૂતનાં બેન્ક ખાતાંનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું હતું.
સુશાંતની જાણકારીમાં આ પૈસા ખર્ચ થયા
સૂત્રોના જણાવ્યા મુજબ, આ રિપોર્ટ CBIને પણ મોકલી દેવાયો છે. એમાં એવું ક્યાંય સાબિત નથી થતું કે રિયાએ સુશાંતના પૈસા પોતાના કે પોતાના પરિવાર માટે લીધા હતા. મોટા ભાગના પૈસા સુશાંતની મરજી અથવા તેની જાણકારીથી જ ખર્ચ કરવામાં આવ્યા હતા. આ પૈસા સુશાંતની કુલ આવકની સરખામણીએ ઘણા ઓછા છે. જોકે ખાતાં સાથે જોડાયેલી અન્ય જાણકારી હજુ પણ જાહેર થવાની બાકી છે.
CBI અત્યારસુધીમાં બે ડઝનથી પણ વધુ લોકોની પૂછપરછ કરી ચૂકી છે
CBI આ કેસમાં બે ડઝનથી પણ વધુ લોકોની પૂછપરછ કરી ચૂકી છે. એમાં રિયા ચક્રવર્તી અને તેના ઘરના સભ્યો, સુશાંત રાજપૂતના ઘરના સભ્યો, તેનો સ્ટાફ, હાઉસ મેનેજર, તેના ડોક્ટર્સ અને અમુક મિત્રો અને જાણીતા લોકો સામેલ છે. એજન્સીને પાવના ડેમ રિસોર્ટના કર્મચારીઓની પણ પૂછપરછ કરી, જ્યાં સુશાંત વેકેશન માટે ગયો હતો.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.