દીકરાને લઈને બાદશાહનું મૌન:વિદેશી મીડિયા પબ્લિકેશન્સ આર્યન ડ્રગ કેસમાં શાહરૂખ ખાનનો પક્ષ જાણવા માગે છે, અભિનેતાએ ઈન્ટરવ્યુ આપવાની ના પાડી દીધી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્ટર ટૂંક સમયમાં પોતાના ફેન્સ અને સપોર્ટ કરનારા મિત્રો માટે એક પોસ્ટ શેર કરવાનો છે

ક્રૂઝ ડ્રેગ કેસમાં ફસાયેલો શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન સતત ચર્ચામાં છે. આર્યનને જામીન તો મળી ગયા છે, જો કે, તેને આ કેસમાં ક્લિન ચીટ મળી નથી. આ વાતની સીધી અસર શાહરૂખ ખાન અને તેના કામ પર પણ જોવા મળી રહી છે. હવે આ સમગ્ર મામલામાં શાહરૂખ ખાનનો પક્ષ જાણવા માટે વિદેશી મીડિયા પબ્લિકેશન દ્વારા સતત તેનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે, જો કે, એક્ટરે આ મામલે કંઈપણ કહેવાની ના પાડી દીધી છે.

તાજેતરમાં ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, યુએસએ અને યુકેની મીડિયા પબ્લિકેશન શાહરૂખ ખાનનો ઈન્ટરવ્યુ લેવા માગે છે. શાહરૂખ ખાન અત્યારે આ સંવેદનશીલ મુદ્દા પર કોઈ રિએક્શન આપવા નથી માગતો, તેથી તેને ઈન્ટરવ્યુ આપવાની ના પાડી દીધી. પોર્ટલના રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીને વિદેશની પબ્લિકેશન દ્વારા સતત ઈન્ટરવ્યુ લેવા માટે વિનંતી કરવામાં આવી રહી છે.

શાહરૂખ ટૂંક સમયમાં સમર્થકો માટે થેંક્યું નોટ શેર કરશે
શાહરૂખ ખાન જ્યારથી તેનો પુત્ર વિવાદોમાં ફસાયો છે ત્યારથી તે સોશિયલ મીડિયાથી દૂર છે. છેલ્લે તેને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના પ્રસંગે પોસ્ટ શેર કરી હતી. પરંતુ હવે સમાચાર છે કે એક્ટર ટૂંક સમયમાં પોતાના ફેન્સ અને સપોર્ટ કરનારા મિત્રો માટે એક પોસ્ટ શેર કરવાનો છે.

આર્યન ખાનને 2 ઓક્ટોબરના રોજ કૉર્ડેલિયા ક્રૂઝ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ઘણી વખત જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી, ત્યારબાદ તે 29 ઓક્ટોબરના રોજ જેલમાંથી છૂટ્યો. આર્યનને દર અઠવાડિયે NCBની ઓફિસમાં હાજરી આપવા જવું પડશે.