'RRR' ગે મૂવી છે?:ફિલ્મમાં વિદેશી દર્શકોને રામચરણ તથા જુનિયર NTR સમલૈંગિક લાગ્યા, ભારતીય ચાહકો કન્ફ્યૂઝ્ડ

મુંબઈએક મહિનો પહેલા

એસ એસ રાજમૌલિની ફિલ્મ 'RRR' ભારતમાં જ નહીં, વિશ્વભરના દર્શકોને ગમી છે. 25 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મમાં રામચરણ તથા જુનિયર NTRએ લીડ રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ફિલ્મની વાર્તા, વિઝ્યુઅલ ઇફેક્ટ્સના વખાણ કરવામાં આવ્યા હતા. રામચરણ તથા જુનિયર NTRની મિત્રતા ભારતીય દર્શકોના મનને સ્પર્શી ગઈ હતી. જોકે, પશ્ચિમના દેશોમાં આ ફિલ્મમાં આ બંને હીરોની મિત્રતાને અલગ જ રીતે જોવામાં આવી છે. વિદેશી લોકો સમજી રહ્યા છે કે 'RRR' એક ગે મૂવી છે. ફિલ્મમાં એક્ટર્સની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રીને તેઓ રોમાન્સ સમજી રહ્યા છે. આ અંગે સો.મીડિયામાં પણ ખાસ્સી ચર્ચા થઈ છે.

સેટ પર જુનિયર NTR તથા રામચરણ વચ્ચે મિત્રતા બંધાઈ હતી.
સેટ પર જુનિયર NTR તથા રામચરણ વચ્ચે મિત્રતા બંધાઈ હતી.

રામગોપાલ વર્માએ પોસ્ટ શૅર કરી
રામગોપાલ વર્માએ હાલમાં જ એક સો.મીડિયા પોસ્ટ શૅર કરી હતી. તેમણે કહ્યું હતું, 'હું સાચો હતો. તેઓ એટલા ગે છે- વિદેશી દર્શકો 'RRR'ને ગે સ્ટોરી હોવાનું માની રહ્યા છે.'

સો.મીડિયામાં વિદેશી દર્શકોએ પોસ્ટ શૅર કરી
સો.મીડિયામાં વિદેશીઓ ફિલ્મ ગે હોવાની વાત કરી હતી. અનેક યુઝર્સે કહ્યું હતું કે ફિલ્મમાં કમાલની એક્શન છે, એડવેન્ચર છે અને બદલો છે. જોકે, કોઈએ તેમને કેમ ના કહ્યું કે આ ગે મૂવી છે? કેટલાંક યુઝર્સે એમ પણ કહ્યું હતું કે બે લીડ એક્ટર્સ વચ્ચેના કિસિંગ સીન તેમણે મિસ કર્યા છે.

રાજમૌલિના ચાહકો નારાજ
વિદેશી દર્શકોએ ફિલ્મને ગે સમજતા જ ભારતીય દર્શકો નારાજ થયા છે. તેમણે સો.મીડિયામાં રિપ્લાય પણ આપ્યો હતો. એક યુઝરે કહ્યું હતું કે વિદેશી દર્શકોને માનસિક બીમારી હોવાનું લાગે છે. તેઓ બે પુરુષ કેરેક્ટર્સ વચ્ચેની મિત્રતા પણ ના સમજી શક્યા.

હાલમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રિમ થઈ
આ ફિલ્મે વર્લ્ડવાઇડ એક હજાર કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મ હિંદી, તેલુગુ, તમિળ, કન્નડ તથા મલયાલમમાં બની છે. ફિલ્મ 1920ના સમયની વાત કહે છે. ભીમા (જુનિયર NTR) અને સીતારામ રાજુ (રામચરણ)ની આસપાસ ફરે છે. બંને સ્વતંત્રતા સેનાની છે. રાજમૌલિએ ફિલ્મમાં તેમની મિત્રતા તથા અંગ્રેજો સામે બદલો લેવાની વાત સુંદર રીતે દર્શાવી છે. ફિલ્મના દમદાર ડાયલોગ્સ, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પણ જોરદાર છે.