કમબેક:પતિની ધરપકડ થયા બાદ પહેલી જ વાર શિલ્પા શેટ્ટી જાહેરમાં જોવા મળી, ચહેરા પર ઉદાસી ને દુઃખ જોવા મળ્યાં

મુંબઈ3 મહિનો પહેલા
  • શિલ્પા શેટ્ટીએ મહિના બાદ પોતાનું કામ શરૂ કર્યું છે.

શિલ્પા શેટ્ટી એક મહિના બાદ 'સુપર ડાન્સર 4'ના સેટ પર પરત ફરી છે. શિલ્પા શેટ્ટી સેટ પર પરત આવી તેનો વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં શિલ્પાના ચહેરા પર ઉદાસી તથા દુઃખ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી પહેલી જ વાર જાહેરમાં જોવા મળી છે.

શું છે વીડિયોમાં?
શિલ્પા શેટ્ટી સાડીમાં જોવા મળે છે. વેનિટી વાનમાંથી બહાર આવીને એક્ટ્રેસ સેટ પર જતી જોવા મળે છે. ફોટોગ્રાફર્સને જોઈને શિલ્પા હાથ હલાવે છે. જોકે, તેના ચહેરા પર આ વખતે હાસ્યને બદલે ઉદાસી તથા દુઃખ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સામાન્ય રીતે શિલ્પા શેટ્ટી ફોટોગ્રાફર્સની સામે હસતા હસતા પોઝ આપતી હોય છે. જોકે, આ વખતે તે પોઝ આપવા માટે ઊભી રહી નહોતી અને તરત જ સેટની અંદર જતી રહી હતી.

કેટલાંક યુઝર્સે ટ્રોલ કરી તો કેટલાંક હિંમત આપી
સો.મીડિયામાં વીડિયો વાઇરલ થતાં કેટલાંક ચાહકોએ ખુશી વ્યક્ત કરી હતી. જોકે, કેટલાંક વાંકદેખાઓએ શિલ્પાને ટ્રોલ પણ કરી હતી. એક યુઝરે કહ્યું હતું, 'આજ કેમ હસતી નથી?' અન્ય એકે કહ્યું હતું કે તેના ચહેરા પર ઓકવર્ડનેસ જોવા મળે છે.

17 ઓગસ્ટે શૂટિંગ કર્યું
સૂત્રોના મતે, શિલ્પાએ શો છોડ્યો નથી અને તેની જગ્યાએ કોઈને લાવવામાં પણ આવ્યા નથી. તે પતિ જેલમાં હોવા છતાંય શૂટિંગ કરવા તૈયાર છે. મેકર્સે પણ એક્ટ્રેસને પૂરો સપોર્ટ કર્યો છે. તેઓ નહોતા ઈચ્છતા કે કોઈ અન્ય સેલેબ શિલ્પાની જગ્યા લે. શિલ્પા માટે શૂટિંગ ફરી શરૂ કરવું તે ઘણો જ મોટો નિર્ણય હતો, પરંતુ તેણે અંતે પરત ફરવાનો નિર્ણય લીધો છે. શિલ્પાએ 17 ઓગસ્ટના રોજ શૂટિંગ શરૂ કર્યું હતું.

ગેસ્ટ તરીકે 'ઇન્ડિયન આઇડલ 12'ના વિનર સહિતના સ્પર્ધક જોવા મળશે
શિલ્પના કમબેક એપિસોડમાં 'ઇન્ડિયન આઇડલ 12'નો વિનર પવનદીપ તથા અરૂણિતા કાંજીલાલ, સાયલી કામ્બલે, મોહમ્મદ દાનિશ, નિહાલ ટૌરો તથા શન્મુખા પ્રિયા જોવા મળશે.

2016થી આ શો જજ કરે છે
શિલ્પા શેટ્ટી અંદાજે એક મહિનાથી 'સુપર ડાન્સર 4'ના શૂટિંગથી દૂર રહી છે. રાજની ધરપકડ 19 જુલાઈના રોજ કરવામાં આવી હતી. રાજ હજી પણ જેલમાં છે. પતિની ધરપકડના બીજા જ દિવસે શિલ્પા શેટ્ટીએ 'સુપર ડાન્સર 4'નું શૂટિંગ કરવાનું હતું. જોકે, શિલ્પાએ શૂટિંગ કરવાની ના પાડી દીધી હતી. શિલ્પા આ શો સાથે 2016થી જોડાયેલી છે.

શિલ્પાની ગેરહાજરીમાં આ સેલેબ્સ જોવા મળ્યા
શિલ્પાની ગેરહાજરીમાં કરિશ્મા કપૂર, જેનેલિયા-રિતેશ દેશમુખ, સોનાલી બેન્દ્રે-મૌસલી ચેટર્જી, સંગીતા બિજલાણી, જેકી શ્રોફ, ટેરેન્સ જેવા સેલેબ્સ જોવા મળ્યા હતા.

'સુપર ડાન્સર 4'ના સેટ પર પરત ફરેલી શિલ્પા શેટ્ટીનો વીડિયો

અન્ય સમાચારો પણ છે...