સ્ટાર કિડ:પહેલી જ વાર શિલ્પા શેટ્ટીની દીકરી સમિશાની તસવીરો સામે આવી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે પરંતુ તેણે આજ સુધી દીકરી સમિશાનો ચહેરો ચાહકોને બતાવ્યો નહોતો. આજે, 20 નવેમ્બરના રોજ શિલ્પા શેટ્ટી દીકરી સાથે પોતાની ઓફિસ ગઈ હતી. અહીંયા પહેલી જ વાર સમિશાનો ચહેરો જોવા મળ્યો હતો.

શિલ્પા શેટ્ટી દીકરી સમિશાને તેડીને કારમાંથી ઊતરતી હતી ત્યારે ફોટોગ્રાફર્સે તસવીરો ક્લિક કરી હતી. આ દરમિયાન સમિશાનો ચહેરો પહેલી જ વાર જોવા મળ્યો હતો. શિલ્પા બ્લૂ શર્ટ તથા ડેનિમ જીન્સ અને બ્લેક માસ્કમાં જોવા મળી હતી. જ્યારે સમિશા પિંક ટોપ તથા ગ્રે પેન્ટમાં જોવા મળી હતી.

15 ફેબ્રુઆરીએ જન્મ થયો
દીકરીની તસવીર શૅર કરીને શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, 'ઓમ ગણેશાય નમઃ અમારી પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો. અમને એ જણાવતા આનંદ થાય છે કે લિટિલ એન્જલે અમારા ઘરે પગલાં પાડ્યાં છે. સમીશા શેટ્ટી કુંદ્રા. સમીશાનો જન્મ 15 ફેબ્રુઆરી, 2020ના રોજ જન્મ થયો હતો. ઘરમાં જુનિયર SSK આવી ગઈ.' એક ઈન્ટરવ્યૂમાં શિલ્પાએ કહ્યું હતું કે જ્યારે તે 21 વર્ષની હતી ત્યારે જ તેણે દીકરીનું નામ સમિશા વિચારીને રાખ્યું હતું.

2009માં લગ્ન કર્યાં હતાં
શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે વર્ષ 2009માં 22 નવેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2012માં શિલ્પાએ દીકરા વિયાનને જન્મ આપ્યો હતો. લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા બીજીવાર માતા બની છે.

13 વર્ષ બાદ કમબેક
શિલ્પા શેટ્ટી બોલિવૂડમાં 13 વર્ષ બાદ શબ્બીર ખાનની ફિલ્મ ‘નિકમ્મા’થી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં અભિમન્યુ દસાની તથા શર્લી સેટિયા છે. આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મ રિલીઝ થઈ નથી અને નવી રિલીઝ ડેટ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. આ ઉપરાંત શિલ્પા શેટ્ટી ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ‘હંગામા’માં પરેશ રાવલ સાથે કામ કરી રહી છે.

શિલ્પાની દીકરી સમિશાની ખાસ તસવીરો

અન્ય સમાચારો પણ છે...