તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હેલ્થ અપડેટ:સંજય દત્તે પહેલી જ વાર બીમારી અંગે વાત કરી, કહ્યું- 'હું કેન્સરને હરાવીને પાછો ફરીશ'

મુંબઈ10 દિવસ પહેલા

સંજય દત્તને ચોથા સ્ટેજનું ફેફસાંનું કેન્સર હોવાની ચર્ચા છે. પરિવારે સંજય દત્ત બીમાર હોવાની વાત સ્વીકારી હતી પરંતુ તેને શેની બીમારી છે તે અંગે વાત કરી નહોતી. જોકે, હવે સંજય દત્તે પહેલી જ વાર પોતાની બીમારી અંગે વાત કરી હતી અને સ્વીકાર્યું હતું કે તેને કેન્સર છે. હેર સ્ટાઈલિસ્ટ અલીમ હાકીમે સંજય દત્તનો વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં સંજય દત્તે કહ્યું હતું કે તે કામ પર પરત ફર્યો છે અને તેણે ચાહકોને વચન આપ્યું હતું કે તે કેન્સરને હરાવીને રહેશે.

વીડિયોમાં શું કહ્યું સંજય દત્તે?
'હાઈ, હું સંજય દત્ત છું. સલૂનમાં પાછા આવવાનું ગમ્યું. નવો હેરકટ કરાવ્યો. તમે મારા જીવનના જખમ જોશો, પરંતુ હું તેને હરાવીશ. હું કેન્સરમાંથી ટૂંક સમયમાં બહાર આવીશ. અલીમ અને હું લાંબા સમયથી સાથે છીએ. તેના પિતા મારા પિતાના વાળ કાપતા હતા. હાકીમસાબ 'રોકી'માં સ્ટાઈલિસ્ટ હતા અને પછી અલીમે મારા વાળ કાપવાની શરૂઆત કરી હતી. હું તેનો ગીની પિગ (પૈસાનો ગલ્લો) છું. અલીમ હંમેશાં મારા વાળા પર પ્રયોગો કરતો રહેતો હોય છે. 'KGF ચેપ્ટર 2'માં મારો લુક દાઢીવાળો હશે. હું નવેમ્બરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ. હું સેટ પર પાછો ફરીને ખુશ છું. આવતીકાલે હું 'શમશેરા'નું ડબિંગ કરીશ.'

સંજય દત્ત કીમોથેરપી નહીં પરંતુ ઈમ્યુનોથેરપી લે છે
હાલમાં જ સોશિયલ મીડિયામાં સંજય દત્તની એક તસવીર વાઈરલ થઈ હતી. આ તસવીરમાં સંજય દત્ત ઘણો જ વીક જોવા મળ્યો હતો. આ તસવીરને કારણે એવી ચર્ચા થવા લાગી હતી કે કીમોથેરપીને કારણે વજન ઘટી ગયું છે. જોકે, સાચી વાત અલગ જ છે. દિવ્ય ભાસ્કરને મળેલી માહિતી પ્રમાણે, સંજય દત્ત કીમોથેરપી લેતો નથી અને તેનું વજન 20 કિલો ઘટ્યું નથી. દિવ્ય ભાસ્કરને માહિતી આપતા સંજય દત્તના નિકટના સાથીઓએ કહ્યું હતું કે તેના વજનમાં માત્ર પાંચ કિલોનો ઘટાડો થયો છે. તે કીમોને બદલે ઈમ્યુનોથેરપી કરાવી રહ્યો છે. સંજય દત્તની બીમારી એટલી ગંભીર નથી, જેટલી મીડિયામાં કહેવાઈ રહી છે. નિકટના સાથીઓએ કહ્યું હતું કે સંજય કીમોને બદલે ઈમ્યુનોથેરપી લઈ રહ્યો છે. આ એક નવી ટેક્નિક છે. આ ટેક્નિકમાં પ્રતિરક્ષક કોષ (સેલ), કેન્સરના મેલિનેન્ટ કોષ સામે લડવામાં મદદ કરે છે.

સંજય દત્તની આ તસવીર વાઈરલ થઈ હતી અને તેની તબિયત બહુ જ ગંભીર હોવાની અટકળો થવા લાગી હતી. આ તસવીર સંજય દત્ત દુબઈથી ભારત પરત ફરતો હતો તે સમયની છે
સંજય દત્તની આ તસવીર વાઈરલ થઈ હતી અને તેની તબિયત બહુ જ ગંભીર હોવાની અટકળો થવા લાગી હતી. આ તસવીર સંજય દત્ત દુબઈથી ભારત પરત ફરતો હતો તે સમયની છે

ઓગસ્ટમાં હોસ્પિટલમાં દાખલ થયો હતો
સંજય દત્ત આઠ ઓગસ્ટના રોજ લીલાવતી હોસ્પિટલમાં એડમિટ થયો હતો. અહીં વિવિધ ટેસ્ટ કરાવ્યા બાદ સંજય દત્તને કેન્સર હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. 10 ઓગસ્ટના રોજ સંજય દત્તને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ એવી ચર્ચા થવા લાગી કે સંજય દત્તને ફેફસાંનું ચોથા સ્ટેજનું કેન્સર છે. જોકે, પરિવારે આ મુદ્દે કોઈ વાત કરી નહોતી. સંજય દત્તની પત્ની માન્યતાએ એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું પરંતુ તેમાં પણ બીમારી અંગે કોઈ વાત કરી નહોતી. આ સ્ટેટમેન્ટમાં માન્યતાએ કહ્યું હતું, 'સંજય દત્ત ઝડપથી સાજો થાય તે માટે જેણે પણ પ્રાર્થના કરી તે તમામનો હું આભાર માનું છું. આ તબક્કે અમારે હિંમત તથા પ્રાર્થનાની જરૂર છે. ભૂતકાળમાં પરિવાર ઘણી જ મુશ્કેલીમાંથી પસાર થઈ ચૂક્યો છે પરંતુ મને વિશ્વાસ છે કે આ સમય પણ પસાર થઈ જશે.જોકે, હું દરેકને હૃદયપૂર્વક સંજુના ચાહકોને વિનંતી કરું છું કે તેઓ કોઈ જાતની અટકળો કે અફવાઓ પર ધ્યાન ના આપે પરંતુ અમને પ્રેમ તથા સપોર્ટ આપે. સંજુ હંમેશાં ફાઈટર રહ્યો છે અને પરિવાર પણ. ભગવાને ફરીવાર એકવાર અમારી પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. અમને તમારી પ્રાર્થના તથા આશીર્વાદની જરૂર છે અને અમને ખ્યાલ છે કે અમે દર વખતની જેમ આ વખતે પણ જીતીશું. ચાલો આપણે આ તકે પ્રકાશ તથા હકારાત્મકતા ફેલાવીએ.'

સંજય દત્તના વર્કફ્રન્ટની વાત કરીએ તો સંજય દત્ત છેલ્લે મહેશ ભટ્ટની ફિલ્મ 'સડક 2'માં જોવા મળ્યો હતો. હાલમાં સંજય દત્ત પાસે 'ભુજઃ ધ પ્રાઈડ', 'તોરબાઝ', 'KGF ચેપ્ટપ 2', 'શમશેરા', 'પૃથ્વીરાજ' તથા 'ડમ ડમ ડિગા' જેવી ફિલ્મ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો