તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિન્નરના રોલમાં સેલેબ્સ:29 વર્ષની કરિયરમાં અક્ષયે પહેલી જ વાર ટ્રાન્સજેન્ડરનો રોલ પ્લે કર્યો, આ એક્ટર્સે પણ આવો પડકારજનક રોલ કર્યો છે

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
'લક્ષ્મી બોમ્બ'માં અક્ષય, 'શબનમ મૌસી'માં આશુતોષ રાણા તથા 'અમી સાયરા બાનો'માં રાજકુમાર રાવ - Divya Bhaskar
'લક્ષ્મી બોમ્બ'માં અક્ષય, 'શબનમ મૌસી'માં આશુતોષ રાણા તથા 'અમી સાયરા બાનો'માં રાજકુમાર રાવ

બોલિવૂડ સેલેબ્સ ફિલ્મના પાત્રને સાર્થક બનાવવા માટે ઘણી જ મહેનત કરતા હોય છે. પાત્રમાં જીવ રેડવા માટે તેઓ કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર થઈ જાય છે. બોલિવૂડમાં એવા ઘણાં એક્ટર્સ છે, જે કમ્ફર્ટ ઝોન છોડીને કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. અક્ષય કુમાર પણ આમાંથી એક છે. હાલમાં અક્ષય 'લક્ષ્મી બોમ્બ'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં અક્ષયે ટ્રાન્સજેન્ડરનો રોલ પ્લે કર્યો છે.

અક્ષય કુમારે 29 વર્ષથી આ ઈન્ડસ્ટ્રીમાં છે અને તેણે આ પહેલા ક્યારેય આવો રોલ કર્યો નથી. અક્ષય માટે કરિયરના આ તબક્કે કિન્નરનો રોલ કરીને મોટું જોખમ લીધું છે. અક્ષયની આ ફિલ્મ 9 નવેમ્બરના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જોકે, અક્ષય પહેલા પણ ઘણાં એક્ટર્સે કિન્નરનો રોલ પ્લે કર્યો છે.

આશુતોષ રાણા

1999માં આવેલી ફિલ્મ 'સંઘર્ષ'માં આશુતોષે લજ્જા શંકર પાંડે નામના ટ્રાન્સજેન્ડરનો રોલ પ્લે કર્યો હતો. આ રોલ માટે તેને ફિલ્મફેર અવોર્ડમાં બેસ્ટ વિલનનો અવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત આશુતોષે શબમન મૌસીના જીવન પર આધારિત ફિલ્મ 'શબનમ મૌસી'માં પણ કિન્નરનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ 2005માં રિલીઝ થઈ હતી. શબનમ મૌસી દેશની પહેલી કિન્નર હતી, જે ચૂંટણી જીતી હતી.

સદાશિવ અમરાપુરકર

1991માં આવેલી 'સડક'માં સદાશિવે મહારાણી નામના કિન્નરનો રોલ પ્લે કર્યો હતો. સદાશિવને બેસ્ટ વિલનની કેટેગરીમાં ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો.

મહેશ માંજરેકર

કંગના રનૌત તથા પારસ અરોરાની ફિલ્મ 'રજ્જો'માં મહેશ માંજરેકરે બેગમ નામની કિન્નરનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ 2013માં રિલીઝ થઈ હતી.

પરેશ રાવલ

1997માં આવેલી ફિલ્મ 'તમન્ના'માં પરેશ રાવલે પણ કિન્નરનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં પૂજા ભટ્ટ, શરદ કપૂર તથા મનોજ વાજપેઈ લીડ રોલમાં હતાં.

રવિ કિશન

2013માં આવેલી ફિલ્મ 'બુલેટ રાજા'માં રવિ કિશને રજ્જો નામના કિન્નરનો રોલ પ્લે કર્યો હતો. રવિ કિશને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે ક્યારેય આ પ્રકારનો રોલ પ્લે કર્યો નહોતો પરંતુ તે ડિરેક્ટર તિગ્માંશુ ધૂલિયાને ક્રેડિટ આપશે.

પ્રશાંત નારાયણ

ફિલ્મ 'મર્ડર 2'માં પ્રશાંત નારાયણે પણ ટ્રાન્સજેન્ડરનો રોલ કર્યો હતો. 2011માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી તથા જેકલિન ફર્નાન્ડિઝ લીડ રોલમાં હતાં.

રાજકુમાર રાવ

'ક્વીન', 'સિટી લાઈટ્સ', 'અલીગઢ' જેવી અનેક સારી ફિલ્મમાં જોવા મળેલ રાજકુમાર રાવે બંગાળી ફિલ્મ 'અમી સાયરા બાનો'માં કિન્નરનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ 2015માં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...