16 વર્ષ નાની પ્રેમિકા સાથેના સંબંધો ઓફિશિયલ કર્યાં?:હૃતિકે પહેલી જ વાર સબા માટે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી, બંને રિલેશનશિપમાં હોવાની ચર્ચા

મુંબઈ9 મહિનો પહેલા
  • હૃતિક તથા સબાએ ગયા વર્ષે ગોવામાં ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો

હૃતિક રોશન હાલમાં કથિત પ્રેમિકા સબા આઝાદને કારણે ચર્ચામાં છે. છેલ્લાં કેટલાંક મહિનાથી બંને એકબીજાને ડેટ કરતાં હોવાનું માનવામાં આવે છે. જોકે, હૃતિક રોશને હજી સુધી અફેર અંગે કોઈ વાત કરી નથી. હાલમાં જ એક્ટરે સોશિયલ મીડિયામાં સબા અંગે પોસ્ટ શૅર કરીને સંબંધો હોવાનો આડકતરો પુરાવો આપ્યો હોવાની ચર્ચા ફરી એકવાર શરૂ થઈ ગઈ છે.

હૃતિકે કઈ પોસ્ટ શૅર કરી?
સબા આઝાદની મ્યૂઝિક કોન્સર્ટ પૂર્વ પ્રેમી અને મ્યૂઝિક પાર્ટનર ઈમાદ શાહ શુક્રવાર, 25 ફેબ્રુઆરીના રોજ પુનામાં યોજાઈ હતી. કોન્સર્ટ પહેલાં હૃતિક રોશને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'કિલ ઇટ ગાય્સ.' ઉલ્લેખનીય છે કે ઈમાદ તથા સબાનું મેડબોય/મિંક નામનું ઇલેક્ટ્રો ફંડ બેન્ડ છે. કોન્સર્ટ પહેલાં હૃતિકે પ્રેમિકાને શુભેચ્છા પાઠવી હતી.

હૃતિકની સો.મીડિયા પોસ્ટ
હૃતિકની સો.મીડિયા પોસ્ટ

હૃતિકની પૂર્વ પત્નીએ પણ સબાના વખાણ કર્યાં
માત્ર હૃતિકે જ નહીં, એક્ટરની પૂર્વ પત્ની સુઝાન ખાને પણ સબાના વખાણ કર્યાં હતાં. તેણે સબાની કોન્સર્ટનો વીડિયો શૅર કરીને કહ્યું હતું કે કેટલી મસ્ત સાંજ હતી. તું સુપર કૂલ તથા ઘણી જ ટેલન્ટેડ છે.

સબાએ રોશન પરિવાર સાથે લંચ લીધું હતું
તાજેતરમાં જ રાજેશ રોશનના જન્મદિવસ પર પરિવારે લંચ ઓર્ગેનાઇઝ કર્યું હતું. આ સમયે સબા આઝાદ પણ સાથે જોવા મળી હતી.

રોશન પરિવારના લંચમાં સબા આઝાદ
રોશન પરિવારના લંચમાં સબા આઝાદ

લગ્ન કરવા માગે છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હૃતિક આ સંબંધ અંગે ઘણો જ ગંભીર છે. તે સબા સાથે લગ્ન કરવા માગે છે.

હૃતિક-સબા રેસ્ટોરાંની બહાર જોવા મળ્યાં હતાં
ગયા મહિને હૃતિકે મુંબઈની એક રેસ્ટોરાંની બહાર નીકળતી વખતે સબા આઝાદનો હાથ પકડ્યો હતો. આ તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં ઘણાં જ વાઇરલ થયા હતાં. હૃતિકે છેલ્લાં ઘણાં મહિનાઓથી પોતાના સંબંધો છુપાવીને રાખ્યા છે. હૃતિક પોતાનાથી 16 વર્ષ નાની યુવતીને ડેટ કરતો હોવાની ચર્ચા છે.

ગોવામાં વેકેશન મનાવ્યું હતું
વેબ પોર્ટલ 'મિડ ડે'ના અહેવાલ પ્રમાણે, રૂમર્ડ કપલે ગોવામાં થોડાં સમય પહેલાં વેકેશન મનાવ્યું હતું. વધુમાં બંને વચ્ચેની મિત્રતા કંઈક ખાસ બનતી જાય છે. ગયા મહિને જ બંનેએ ગોવાના દરિયાકિનારે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો.

ગયા મહિને પહેલી જ વાર હૃતિક-સબા સાથે જોવા મળ્યા હતા
ગયા મહિને પહેલી જ વાર હૃતિક-સબા સાથે જોવા મળ્યા હતા

2014માં ડિવોર્સ થયા
હૃતિકે વર્ષ 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યાં હતાં. આ જ વર્ષે હૃતિકે 'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. 2006માં હૃતિક દીકરા રેહાન તથા 2008માં રેધાનના પેરેન્ટ્સ બન્યાં હતાં. જોકે, 31 ઓક્ટોબર, 2014ના રોજ બંને અલગ થઈ ગયા હતા. ડિવોર્સ બાદ પણ હૃતિક તથા સુઝાન વચ્ચે સારું બોન્ડિંગ છે. ડિવોર્સ બાદ સુઝાન ખાન ટીવી એક્ટર અલી ગોનીના ભાઈ અર્સલાન ગોનીને ડેટ કરે છે. બંને અવાર-નવાર સાથે જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...